Mrunal Thakur troll: 'બિપાશા બાસુની મર્દાના બોડી' મૃણાલ ઠાકુર આ શું બોલી ગઈ?
- અભિનેત્રી મૃણાલ ઠાકુરનો વધુ એક વીડિયો વાયરલ (Mrunal Thakur troll )
- બિપાશા બાસુ અંગે ટિપ્પણી કરતા થઈ ટ્રોલ
- બિપાશા બાસુની મર્દાના બોડી: મૃણાલ ઠાકુર
- હું બિપાશા બાસુ કરતા સારું દેખાઉ છું: મૃણાલ ઠાકુર
Mrunal Thakur troll: બોલિવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુર (Mrunal Thakur troll )હાલમાં પોતાની ફિલ્મો અને અંગત જીવનને કારણે ચર્ચામાં છે. એક તરફ, તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સન ઑફ સરદાર 2' સારો દેખાવ કરી રહી છે, તો બીજી તરફ, એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં તેઓ વિવાદમાં ફસાયા છે. આ વીડિયોને કારણે તેમને ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
બિપાશા બાસુ વિશે મૃણાલ ઠાકુરે શું કહ્યું હતું?
જે વીડિયો વાયરલ થયો છે તે મૃણાલના ઝી ટીવીના પ્રખ્યાત શો 'કુમકુમ ભાગ્ય' દરમિયાનનો છે. આ વીડિયોમાં મૃણાલ પોતાના કો-એક્ટર અરજીત તનેજા સાથે ફિટનેસ વિશે વાત કરી રહી હતી. જ્યારે અરજીતને તેની શારીરિક પસંદગી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે મૃણાલે અચાનક કહ્યું, "તો પછી બિપાશા બાસુ સાથે લગ્ન કરી લો. સાંભળો, હું બિપાશા કરતાં ઘણી સારી છું."
Log apne downfall ka reason khud hi bante hai 🥴 pic.twitter.com/2Pl5eugKLx
— Introvert //🙇🏻♂️ (@introvert_hu_ji) August 12, 2025
યૂઝર્સે બિનજરુરી કટાક્ષ ગણાવ્યો
મૃણાલની આ ટિપ્પણીનો વીડિયો હવે ફરી સપાટી પર આવતા લોકોએ તેની આકરી ટીકા કરી છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેને "બિનજરૂરી કટાક્ષ" ગણાવી રહ્યા છે. ઘણા લોકોએ મૃણાલના આ વલણ સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે. એક યુઝરે કોમેન્ટ કરી કે, "બિપાશા બાસુનું નામ વાપર્યા પછી જ લોકો હવે તમને ઓળખે છે."
વિવાદ વચ્ચે મૃણાલની નવી પોસ્ટ અને ટ્રોલિંગ
સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ટીકાઓ વચ્ચે પણ મૃણાલ ઠકાર બેફિકર જોવા મળ્યા. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાળા રંગના આઉટફિટ અને સનગ્લાસિસમાં આકર્ષક તસવીરો શેર કરી, જેના કેપ્શનમાં લખ્યું હતું, "Stop Staring" . આ પોસ્ટ પર જ્યાં તેમના ચાહકોએ વખાણ કર્યા, ત્યાં ટીકાકારોએ તેમનો મજાક પણ ઉડાવ્યો.
મૃણાલના વર્તન પર સવાલ ઉઠાવ્યા
કેટલાક લોકોએ મૃણાલના જૂના વર્તન પર પણ સવાલો ઉઠાવ્યા છે. એક રેડિટ યુઝરે લખ્યું કે, "તે હંમેશાથી એક સામાન્ય છોકરી જેવી રહી છે. 'નચ બલિયે' શોમાં પણ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ પ્રત્યેનું તેમનું વર્તન ઘણું ખરાબ હતું અને તેની વાત કરવાની રીત પણ અસભ્ય છે."
ધનુષ સાથેના સંબંધો વિશે ખુલાસો
આ વિવાદો વચ્ચે, મૃણાલ ઠાકુર અને સાઉથના અભિનેતા ધનુષના અફેરની અફવાઓ પણ તાજેતરમાં ચર્ચામાં હતી. જોકે, મૃણાલે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "ધનુષ મારા ખૂબ સારા મિત્ર છે," જેનાથી આ અફવાઓ પર પૂર્ણવિરામ મુકાયો હતો.
આ પણ વાંચો: Jaya Kishori biography : જાણો કેટલી ભણેલી છે જયા કિશોરી? ઉંમર જાણીને ચોંકી જશો


