સેલિબ્રિટી માસ્ટરશેફમાં Nikki Tamboli એ બતાવ્યો પોતાનો જાદુ, બનાવી એવી વાનગી કે..!
- સેલિબ્રિટી માસ્ટરશેફમાં નિક્કી તંબોલીનો ચાલ્યો જાદુ
- બટર ચિકન સાથે નિક્કી તંબોલીનું કમબેક!
- ઓક્શન ચેલેન્જમાં નિક્કી Vs. ગૌરવ: કોણ જીત્યું?
- માફી વિવાદ પછી નિક્કીએ સફેદ એપ્રોન જીત્યું!
- ગૌરવ સાથેના ટકરાવ પછી નિક્કી તંબોલીનું ગ્રાન્ડ કમબેક!
- નિક્કી તંબોલીનો ગૌરવ સાથે ઘર્ષણ, અને પછી વિજેતા બની!
- નિક્કી તંબોલીનો રસોઈમાં જલવો, સફેદ એપ્રોન જીતી!
Nikki Tamboli : Bigg Boss 14, ખતરો કે ખિલાડી 11 અને Bigg Boss મરાઠી 5 જેવા લોકપ્રિય રિયાલિટી શોમાં પોતાની આગવી ઓળખ બનાવનારી નિક્કી તંબોલી (Nikki Tamboli) હવે સેલિબ્રિટી માસ્ટરશેફમાં ચમકી રહી છે. આ અઠવાડિયે યોજાયેલા ઓક્શન ચેલેન્જમાં નાટક અને રોમાંચનો સંગમ જોવા મળ્યો, જ્યાં સ્પર્ધકોએ રસોઈના ઘટકો મેળવવા માટે બોલી લગાવી અને પોતાની રાંધણ કુશળતાનું પ્રદર્શન કર્યું. પરંતુ આ ચેલેન્જમાં સૌથી વધુ ચર્ચા નિક્કી તંબોલી અને ગૌરવ ખન્ના વચ્ચે થયેલા ગરમાગરમ ટકરાવને લઈને થઈ.
ચેલેન્જમાં માફીની માંગ
ઓક્શન ચેલેન્જ દરમિયાન ગૌરવ ખન્નાને 2 કલાકનો રસોઈ સમય મળ્યો, જ્યારે નિક્કી સહિત બાકીના સ્પર્ધકોને 55 થી 90 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. ગૌરવે જ્યારે પોતાની વાનગી પર કામ શરૂ કર્યું, ત્યારે અન્ય સ્પર્ધકોએ તેને આલુ પુરી જેવી સાદી ડિશ માટે વધારાનો સમય મળવા બદલ મજાકમાં ચીડવવાનું શરૂ કર્યું. આ દરમિયાન ગૌરવે રમતિયાળ અંદાજમાં ગાજરની છાલ ફેંકી, પરંતુ નિક્કીએ આને અપમાન સમજીને તેનો સખત વિરોધ કર્યો. ગુસ્સે ભરાયેલી નિક્કીએ ગૌરવ પાસે માફી માંગવાની માગ કરી, પરંતુ ગૌરવે તેની અવગણના કરી. આ ઘટનાથી નિક્કી થોડીવાર માટે ચેલેન્જમાંથી બહાર થઈ ગઈ, પરંતુ તેણે હિંમત ન હારી અને ફરીથી સ્પર્ધામાં જોડાઈને પોતાની કળા દર્શાવવાનું નક્કી કર્યું.
નિક્કીએ બનાવ્યું બટર ચિકન
વિવાદને બાજુએ મૂકીને નિક્કીએ પોતાનું સંપૂર્ણ ધ્યાન બટર ચિકન બનાવવા પર કેન્દ્રિત કર્યું. તે સારી રીતે જાણતી હતી કે સફેદ એપ્રોન જીતવાથી તે આ અઠવાડિયે સલામત રહેશે. તેના જુસ્સા અને એકાગ્રતાને જોઈને શેફ રણવીર બ્રારે ટિપ્પણી કરી, "નિક્કીને જો ગુસ્સો આવે તો તેનું ફોકસ જોવા જેવું હોય છે." નિક્કી જ્યારે નાન બનાવવાની તૈયારી કરી રહી હતી, ત્યારે રણવીરે તેને એક મહત્વની સલાહ આપી. આનો જવાબ આપતાં નિક્કીએ આત્મવિશ્વાસથી કહ્યું, "આ વખતે હું મારું બેસ્ટ આપવા માંગું છું અને બધાને તે દેખાડવું છે."
નિર્ણાયકોએ નિક્કીની કર્યા વખાણ
સમય પૂરો થતાં નિક્કી અને ગૌરવે પોતાની વાનગીઓ નિર્ણાયકો સમક્ષ રજૂ કરી. જ્યારે શેફ રણવીરે નિક્કીનું બટર ચિકન ચાખ્યું, ત્યારે તેમણે તરત જ ચમચીથી ટેબલ પર ટકોરા મારીને પોતાનો ઉત્સાહ દર્શાવ્યો. શેફ કુણાલ કપૂરે નિક્કીની ચટણીની ખૂબ પ્રશંસા કરી અને તેના સ્વાદની તારીફ કરી. ફરાહ ખાને તો એવું પણ સૂચવ્યું કે નિક્કીનું બટર ચિકન એટલું શાનદાર છે કે તે કુણાલની રેસ્ટોરન્ટના મેનૂમાં સામેલ થવા લાયક છે. કુણાલે પણ આ વાત સાથે સંમતિ દર્શાવી. આ પ્રશંસા સાથે નિક્કીએ સફેદ એપ્રોન જીતી લીધું અને આ અઠવાડિયે સલામત રહેનારી બીજી સ્પર્ધક બની. ખુશીથી ભરપૂર નિક્કીએ આ જીતની ઉજવણી કરી, જ્યારે રણવીરે "સ્વાદ આગયા" કહીને તેની રસોઈની વધુ એકવાર વાહવાહી કરી.
આ પણ વાંચો : Urfi Javed એ પોતાની Youtube ચેનલ શરૂ કરી, પહેલા જ વીડિયોમાં કરી દીધો આ કાંડ


