ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pahalgam Terror Attack : લોક ગાયિકા નેહા સિંહ રાઠોડ વિરુદ્ધ FIR દાખલ થઈ, જાણો શું છે સમગ્ર મામલો ?

લોક ગાયિકા અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર નેહા સિંહ રાઠોડ (Neha Singh Rathore) વિરુદ્ધ લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ થઈ છે. વિખ્યાત લોક ગાયિકા પર રાષ્ટ્ર વિરોધી કૃત્યોના આરોપ લગાડવામાં આવ્યા છે. વાંચો વિગતવાર.
12:49 PM Apr 28, 2025 IST | Hardik Prajapati
લોક ગાયિકા અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર નેહા સિંહ રાઠોડ (Neha Singh Rathore) વિરુદ્ધ લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ થઈ છે. વિખ્યાત લોક ગાયિકા પર રાષ્ટ્ર વિરોધી કૃત્યોના આરોપ લગાડવામાં આવ્યા છે. વાંચો વિગતવાર.
Neha Singh Rathore Gujarat First

Pahalgam Terror Attack : "ગુજરાત મેં કાબા......." ફેમ લોક ગાયિકા નેહા સિંહ રાઠોડ (Neha Singh Rathore) વિરુદ્ધ FIR દાખલ થઈ છે. આ FIR લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશન (Hazratganj Police Station) માં દાખલ થઈ છે. જેમાં રાજદ્રોહ સહિત અનેક કલમો અંતર્ગત આરોપો ઘડવામાં આવ્યા છે. Neha Singh Rathore નો એક વીડિયો પાકિસ્તાનના ટ્વીટર પર શેર કરવામાં આવતા સમગ્ર બખેડો ઊભો થયો છે. પાકિસ્તાનમાં નેહા સિંહનો આ વીડિયો વાયરલ થયો છે.

કોણે કરી FIR અને કેમ કરી ?

લોક ગાયિકા નેહા સિંહ રાઠોડ વિરુદ્ધ લખનૌના Hazratganj Police Station માં રાજદ્રોહ સહિત અનેક ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ FIR કવિ અભય પ્રતાપ સિંહ (Abhay Pratap Singh) ની ફરિયાદ આધારે કરાઈ છે. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, પહેલગામ આતંકવાદી હુમલાને પગલે સોશિયલ મીડિયા પર ચોક્કસ ધાર્મિક સમુદાયને નિશાન બનાવતી તેમની ભડકાઉ પોસ્ટ્સ દેશની એકતાને નુકસાન પહોંચાડી શકે છે. ફરિયાદમાં રાઠોડ પર ધર્મ અને જાતિના આધારે સમુદાયો વચ્ચે મતભેદો પેદા કરવાનો અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે, નેહા સિંહે રાઠોડે Pahalgam Terror Attack પર રાષ્ટ્ર વિરોધી નિવેદનો આપ્યા હતા. જેનાથી શાંતિ અને જાહેર વ્યવસ્થાનો ભંગ થવાની શક્યતા ઊભી થઈ હતી. ગાયિકાના નિવેદનો પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જ્યાં મીડિયા દ્વારા ભારત વિરોધી પ્રચાર માટે તેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : રાખી સાવંતે J&K ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી માટે વ્યક્ત કરી ચિંતા, સત્વરે ન્યાય માટે કરી પ્રાર્થના

શું કહે છે લખનઉ પોલીસ ?

Hazratganj Police અનુસાર લોક ગાયિકા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (BNS) ના અનેક આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં સાંપ્રદાયિક દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા, જાહેર શાંતિમાં ખલેલ પહોંચાડવા અને ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવાનો પ્રયાસ કરવાનો સમાવેશ થાય છે. ઉપરાંત, તેમની સામે માહિતી ટેકનોલોજી (IT) કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. BNS સ્પષ્ટપણે રાજદ્રોહનો ઉલ્લેખ કરતું નથી, કારણ કે તેનો ઉલ્લેખ વસાહતી યુગના ભારતીય દંડ સંહિતાની કલમ 124A માં કરવામાં આવ્યો હતો, પરંતુ નવા ફોજદારી સંહિતાની કલમ 152 દેશની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવાના સમાન આરોપો સાથે સંબંધિત છે.

Neha Singh Rathore ની પ્રતિક્રિયા

લખનઉના Hazratganj Police Station માં FIR નોંધાયા બાદ નેહા સિંહ રાઠોડની પ્રતિક્રિયા સામે આવી છે. નેહા સિંહે કહ્યું છે કે, મારા વિરુદ્ધ FIR દાખલ કરીને શું થશે ? વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાની આ કોશિશ છે. સરકારે પોતાની નિષ્ફળતાઓ માટે મને દોષ આપવાની કોઈ જરૂર નથી. Neha Singh Rathore ની આ પ્રતિક્રિયા અને સરકાર વિરુદ્ધ કરેલા નિવેદનો અત્યારે વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ  Film-Ground Zero review: પહેલગામ હુમલા બાદ દેશના સેન્ટીમેન્ટ્સને અનુરૂપ છે આ ફિલ્મ…

(Gujarat First ની ટીમ MIB ની ગાઈડલાઈન્સનું પાલન કરી રહી છે. દેશ અને સેનાની સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખી રિપોર્ટિંગ કરાઈ રહ્યુ છે. અમે કોઈપણ લોકેશન અને સમયની અવધિ પણ અમારો રિપોર્ટમાં દર્શાવાતા નથી)

Tags :
Abhay Pratap SinghAnti-national Statementscommunal harmonyFIR filedGUJARAT FIRST NEWSHazratganj Police StationLucknowNeha Singh RathoreNeha Singh Rathore’s Reaction Gujarat Firstpahalgam terror attackPakistan Social MediaSedition chargesSocial media post
Next Article