Controversy: Pushpa 2 ફિલ્મનો કર્યો વિરોધ, રાજ શેખાવતને રાજપૂત સમાજે સંભળાવી ખરીખોટી
- સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કર્યો હતો Pushpa 2 નો વિરોધ
- રાજ શેખાવતે Pushpa 2 ફિલ્મના મેકરને આપી હતી ધમકી
- રાજ શેખાવત અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ થઈ રહ્યાં છે ટ્રોલ
Controversy: પુષ્પા 2 ફિલ્મ અત્યારે સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહીં છે. કરોડો લોકો આ ફિલ્મને ખુબ જ પસંદ કરી રહ્યાં છે અને રૂપિયાનો વરસાદ કરી રહ્યાં છે. પરંતુ આ દરમિયાન કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે પુષ્પા 2 ફિલ્મનો વિરોધ કર્યો છે. પુષ્પા ફિલ્મમાં ‘શેખાવત’ નિમ્ન દર્શાવવામાં આવ્યો હોવાનું આરોપ રાજ શેખાવતે લગાવ્યો છે. એટલું જ નહીં પરંતુ ફિલ્મમાંથી શેખાવત શબ્દને હટાવી દેવા માટે પણ મેકરને ચેતવણી આપી છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, આ ફિલ્મનો વિરોધ કરનારા રાજ શેખાવત ખુદ વિરોધનું કારણ બન્યાં છે. ખુબ રાજપૂત સમાજે રાજ શેખાવતને આડેહાથ લીધા છે.
पुष्पा 2 फ़िल्म मे “शेखावत” का नेगेटिव किरदार, फिर से क्षत्रियों का अपमान, तैयार रहे करणी सैनिक, जल्द फ़िल्म निर्माता की ठुकाई की जाएगी। @aajtak @ABPNews @ZeeNews @VtvGujarati @BBCBreaking @CNNnews18 @timesofindia @TimesNow @htTweets @EconomicTimes @FinancialTimes @JagranNews… pic.twitter.com/vsbm2r3OLL
— Dr. Raj Shekhawat (@IAMRAJSHEKHAWAT) December 8, 2024
આ પણ વાંચો: Pushpa 2 BO Day 4: પુષ્પા 2 એ છપ્પર ફાડ કરી કમાણી, 4 દિવસમાં 7 રેકોર્ડ બનાવ્યા
એક યુઝર્સે કહ્યું કે - ‘‘ફાલતુની બકવાસ ના કરો...’
લોકો રાજ શેખાવતની પોસ્ટ પર કોમેન્ટ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે, ‘ફાલતુની બકવાસ ના કરો, પોતાની આબુરૂની તો કોઈ પડી નથી. આખા સમાજને આમાં ના સામેલ કરો’. અન્ય એક યુઝરે લખ્યું કે, ભાઈ હું પણ શેખાવત છું, અને તે એક કાલ્પનિક પાત્ર છે, જે ફિલ્મની શરૂઆતમાં જણાવી દીધું હતું. સમાજના અન્ય પણ મુદ્દાઓ છે તેના માટે અવાજ ઉઠાવો...’ અન્ય એક યુઝરે તો લખ્યું કે, આ મીડિયામાં આવવામાં માટે માત્ર ફાલતું બયાનબાજી કરે છે અને સમાજને બદનામ કરે છે.’
આ પણ વાંચો: Pushpa 2 એ 3 દિવસમાં બોક્સ ઑફિસના ઈતિહાસના પાના ફેરવી નાખ્યા
સોશિયલ મીડિયામાં યુઝર્સે રાજ શેખાવત પર ઠાલવ્યો રોષ
નોંધનીય છે કે, રાજ શેખાવત અત્યારે સોશિયલ મીડિયમાં ખુબ જ ટ્રોલ થઈ રહ્યાં છે. ફિલ્મનો વિરોધ કરી રહ્યાં હતાં પરંતુ સોશિયલ મીડિયામાં હવે તેમની સામે સવાલો થઈ રહ્યાં છે. હજારોની સંખ્યામાં લોકો પોતાની રોષ વ્યક્ત કરતા લખાણો લખી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે, ֹ‘ક્ષત્રિય સમાજનું જરા પણ અપમાન નથી થયું. પોતાને લાઈમલાઈટમાં રાખવા માટે સમાજને દરેક જગ્યાએ ન ખેંચો, તમે સમાજને શરમાવા માટે ચવન્ના જેવો ગેટઅપ પહેરીને દરેક જગ્યાએ જાઓ છો.’ સોશિયલ મીડિયામાં આવી હજારો કોમેન્ટ થઈ રહીં છે.
આ પણ વાંચો: Allu Arjun બની જશે અત્યાર સુધીનો સૌથી વધુ નફરત કમાનાર વ્યક્તિ!


