Ram Charan : મેડમ તુસાડ મ્યુઝિયમમાં મગધીરા સ્ટારના વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ, વીડિયો થયો વાયરલ
- Ram Charan ના વેક્સ સ્ટેચ્યૂનું મેડમ તુસાડના મ્યુઝિયમમાં અનાવરણ કરવામાં આવ્યું
- Ram Charan સાથે તેના પેટ ડોગ રાયમનું પણ વેક્સ સ્ટેચ્યૂ બનાવાયું
- આ પ્રસંગે ચિરંજીવી, સુરેખા અને પેટ ડોગ રાયમ પણ ઉપસ્થિત હતા
- વેક્સ સ્ટેચ્યૂ અનાવરણનો વીડિયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે Viral
Ram Charan : આજે રામ ચરણ (Ram Charan) કોઈ પરિચયનો મોહતાજ નથી. રામ ચરણ સાઉથના સુપર સ્ટાર ચિરંજીવી (Chiranjeevi) નો પુત્ર છે. રામ ચરણનું ફેન ફોલોઈંગ તેના પિતા જેવું જ છે. તેની લોકપ્રિયતાની સાબિતી એ છે કે તેનું વેક્સ સ્ટેચ્યૂ મેડમ તુસાડ મ્યુઝિયમ (Madame Tussauds Museum) માં મુકવામાં આવ્યું છે. આ વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ ખુદ રામ ચરણે જ કર્યુ છે. આ ઘટનાથી ફેન્સ ખૂબ ખુશ થઈ ગયા છે. રામ ચરણે પોતાના વેક્સ સ્ટેચ્યૂના કરેલા અનાવરણનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
શું છે પેટ ડોગ સાથે કનેક્શન ?
રામ ચરણે લંડનના મેડમ તુસાડ મ્યુઝિયમ (Madame Tussauds Museum) માં તેના વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ કર્યુ. આ દરમિયાન, તેનો સૌથી વ્હાલો પેટ ડોગ રાયમ (pet dog Rayam) પણ તેની સાથે જોવા મળ્યો હતો. તેનું ખાસ કારણ એ છે કે મેડમ તુસાડ મ્યુઝિયમમાં રામ ચરણ સાથે પેટ ડોગનું વેક્સ સ્ટેચ્યૂ પણ મુકવામાં આવ્યું છે. રામ ચરણે જ્યારે વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ કર્યુ અને પોઝ આપ્યા ત્યારે ઉપસ્થિત ચિરંજીવી (Chiranjeevi) , સુરેખા અને ઉપાસના કોનિડેલા વગેરે એ તાળીઓના ગડગડાટથી આ ઘટનાને વધાવી લીધી હતી. સોશિયલ મીડિયા પર Ram Charan અને તેના પેટ ડોગના વેક્સ સ્ટેચ્યૂના અનાવરણનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
આ પણ વાંચોઃ India-Pakistan War : તમારું લોહી કેમ ઉકળી રહ્યું નથી ? ફલક નાઝની દેશ ભક્તિ કે પબ્લિસિટી સ્ટંટ ?
વર્ક ફ્રન્ટ
Ram Charan ના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ મગધીરા સ્ટાર આગામી ફિલ્મ 'પેડ્ડી' (Peddi) માં જોવા મળશે. બુચી બાબુ સના તેનું નિર્દેશન કરી રહ્યા છે. આ તેલુગુ સ્પોર્ટ્સ ડ્રામામાં અભિનેતા પોતાની ક્રિકેટ અને કુસ્તીની પ્રતિભા દર્શાવશે. તેમાં જાહ્નવી કપૂર (Janhvi Kapoor) પણ જોવા મળશે. આ ફિલ્મ 26 માર્ચ 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ઉપરાંત રામ ચરણ દિગ્દર્શક નિખિલ નાગેશ ભટની ફિલ્મમાં પણ જોવા મળશે જેનું ટાયટલ હજૂ સુધી ફાઈનલ કરવામાં આવ્યું નથી. આ ફિલ્મ માયથોલોજિકલ સબ્જેક્ટ પર આધારિત હશે અને તેમાં વિજય દેવરાકોંડાની પણ દમદાર ભૂમિકા જોવા મળશે.
આ પણ વાંચોઃ India-Pakistan War : શું IPL બાદ Miss World 2025 પણ થઈ શકે છે પોસ્ટપોન ?


