કોની નસબંધી કરાવવા માંગે છે Raveena Tandon? કહ્યું, હવે આ સમયની માગ
- Raveena Tandon ફરી એકવાર નિવેદનને કારણે આવી ચર્ચામાં
- દિલ્હી-NCRમાં રખડતા કૂતરાઓ મુદ્દે આપ્યો અભિપ્રાય
- સ્થાનિક સંસ્થાઓની બેદરકારીને જવાબદારી ઠેરવી
Raveena Tandon: અભિનેત્રી રવીના ટંડન(Raveena Tandon) ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે. આ વખતે તેમણે દિલ્હી-NCRમાં વધી રહેલા રખડતા કૂતરાઓના મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. રવીનાએ કૂતરાઓની વધતી જતી વસ્તી માટે સ્થાનિક સંસ્થાઓની બેદરકારીને જવાબદાર ઠેરવી છે, અને આ સમસ્યાના ઉકેલ માટે કૂતરાઓની નસબંધી (sterilization) પર ભાર મૂક્યો છે.
તાજેતરમાં, જ્યારે સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓને આશ્રયસ્થાનોમાં મોકલવાની વાત કરી, ત્યારે રવીના ટંડનનું નિવેદન સામે આવ્યું. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, "આમાં બિચારા કૂતરાનો કોઈ વાંક નથી. આનાથી એ સાબિત થાય છે કે સ્થાનિક સંસ્થાઓ દ્વારા રસીકરણ અને નસબંધી અભિયાન યોગ્ય રીતે ચલાવવામાં આવ્યા નથી."
View this post on Instagram
રવીનાએ ઉમેર્યું કે, "જો આ અભિયાન સફળ થયા હોત, અથવા જો પૈસા અને માળખાકીય સુવિધાઓ યોગ્ય રીતે સ્થાપિત કરવામાં આવી હોત, તો આપણે આ પરિસ્થિતિ સુધી પહોંચ્યા ન હોત. સ્થાનિક સંસ્થાઓ તેમના સમુદાયોમાં રખડતા પશુઓ માટે જવાબદાર છે અને તેમની નસબંધી કરાવવી એ સમયની માંગ છે."
ઉલ્લેખનીય છે કે, રવીના ટંડન પોતે એક પ્રાણીપ્રેમી છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર કૂતરાઓ સાથેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. જોકે તેઓ હવે ફિલ્મોમાં ઓછાં સક્રિય છે, તેમ છતાં સામાજિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવવામાં તેઓ હંમેશા અગ્રેસર રહે છે. હવે જોવાનું એ રહેશે કે તેમના આ નિવેદન બાદ આ સમસ્યાના ઉકેલ માટે કોઈ પગલાં લેવાય છે કે કેમ. સમયસર રસીકરણ અને નસબંધીનો અભાવ ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિઓ સર્જી શકે છે.
આ પણ વાંચો: Taarak Mehta news: બબીજીને અચાનક શું થઈ ગયુ? 10 દિવસથી હોસ્પિટલના ખાઈ રહ્યા છે ધક્કા, જાણો શું છે મામલો?


