Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

WWEનો આ ખતરનાક રેસલર પ્રેમાનંદ મહારાજના દરબારમાં લગાવે છે ઝાડૂ, વીડિયો જોઈને થશો હેરાન

રિંગમાં દિગ્ગજોને હરાવનાર WWE રેસલર રિંકુ સિંહ મોહમાયા છોડીને પ્રેમાનંદ મહારાજની ભક્તિમાં લીન થયા છે. વૃંદાવનમાં ઝાડુ લગાવતા તેમનો વીડિયો વાયરલ થયો છે.
wweનો આ ખતરનાક રેસલર પ્રેમાનંદ મહારાજના દરબારમાં લગાવે છે ઝાડૂ  વીડિયો જોઈને થશો હેરાન
Advertisement
  • WWEના રેસલર રિંકુસિંહનો વીડિયો થયો વાયરલ (Rinku Singh viral video)
  • રેસલર રિંકુસુંહે છોડી સંસારિક મોહમાયા
  • પ્રેમાનંદ મહારાજની ભક્તિમાં લીન થયા રિંકુસિંહ
  • વૃંદાવનમાં ઝાડુ લગાવતા વીડિયો થયો વાયરલ

Rinku Singh viral video : વર્તમાન સમયમાં, ભારતીય મહંત પ્રેમાનંદ મહારાજ દેશ-વિદેશના લોકોને પ્રભાવિત કરી રહ્યા છે. તેમના અનુયાયીઓમાં અનેક પ્રખ્યાત હસ્તીઓનો સમાવેશ થાય છે, જેમાં અમેરિકાના જાણીતા WWE રેસલર રિંકુ સિંહ પણ સામેલ છે. રિંગમાં મોટા મોટા દિગ્ગજોને ધૂળ ચટાડનાર આ પહેલવાન હવે ભૌતિક દુનિયાથી દૂર થઈને પ્રેમાનંદ મહારાજની સેવામાં લીન થઈ ગયો છે.

રિંકુ સિંહનો વીડિયો થયો વાયરલ (Rinku Singh viral video)

તાજેતરમાં, રિંકુ સિંહનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. આ વીડિયોમાં, તેઓ પીળા વસ્ત્રો પહેરીને વૃંદાવનમાં ગલીમાં ઝાડુ લગાવતા જોવા મળે છે. તેઓ પ્રેમાનંદ મહારાજની સેવામાં જોડાયા છે અને તેમના શિષ્ય બન્યા છે. તેમનો આ વીડિયો જોઈને લોકો ખૂબ પ્રભાવિત થયા છે.

Advertisement

Advertisement

ચાહકોની પ્રતિક્રિયાઓ

રિંકુ સિંહનો આ વીડિયો જોયા બાદ લોકોએ અનેક પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું, "મોહમાયાનો ત્યાગ કરવો એ ખૂબ મોટી વાત છે. અમે પણ આ મોહમાયામાંથી બહાર નીકળવા માંગીએ છીએ, પરંતુ પછી જવાબદારીઓ યાદ આવે છે." અન્ય એક યુઝરે તેમને "કળયુગના હનુમાન" ગણાવ્યા. આવી અનેક પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે, જે દર્શાવે છે કે રિંકુ સિંહના આ પગલાથી તેમના ચાહકો ખૂબ જ ખુશ અને પ્રેરિત થયા છે.

આ પણ વાંચો :   રામાનંદ સાગરના પુત્ર Prem Sagar નું 81 વર્ષની વયે નિધન, 'રામાયણ'ના 'લક્ષ્મણે' વ્યક્ત કર્યો શોક

સાચી શાંતિનો અનુભવ થયો: રિંકુસિંહ

રિંકુસિંહ દરરોજ સવારે વહેલા ઊઠીને ભજન-કીર્તન અને સેવા કાર્યોમાં ભાગ લે છે, જેમાં મંદિરની સફાઈથી લઈને ભક્તોની સેવા સુધીના કાર્યોનો સમાવેશ થાય છે. રિંકુએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પ્રેમાનંદ મહારાજના ઉપદેશોએ તેમના જીવનને નવી દિશા આપી છે અને તેમને સાચી શાંતિનો અનુભવ થયો છે. તેમની આ સાદગીભરી જીવનશૈલી અને ભક્તિની ભાવનાએ ન માત્ર તેમના ચાહકોને પ્રેરણા આપી છે, પરંતુ વૃંદાવન આવતા ભક્તોમાં પણ તેમના પ્રત્યે આદરની લાગણી વધી છે.

આ પણ વાંચો  :  વૃદાંવન પહોંચેલા બાદશાહે પ્રેમાનંદ મહારાજને શું પ્રશ્ન કર્યો? જૂઓ VIDEOમાં

Tags :
Advertisement

.

×