શેફાલી જરીવાલાનો અંતિમ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ
- શેફાલીની છેલ્લી પોસ્ટ હવે યાદ બની ગઈ
- શેફાલીએ અંતિમ પોસ્ટમાં સ્મરણ કર્યો સિદ્ધાર્થને
- મૃત્યુ પહેલા શેફાલીની પોસ્ટ હવે વાયરલ
- શેફાલી બિગ બોસ 13 માં સ્પર્ધક રહી ચુકી હતી
Shefali Jariwala Last Social Media Post : Bigg Boss 13 ફેમ ગર્મ શેફાલી જરીવાલાના 42 વર્ષની ઉંમરે અચાનક નિધનથી ચાહકો અને મનોરંજન જગતમાં શોકની લહેર ફેલાઈ છે. અહેવાલો અનુસાર, શેફાલીને હાર્ટ એટેક (કાર્ડિયાક અરેસ્ટ)ના કારણે આ દુનિયાને અલવિદા કહી દીધું. જોકે, તેમના પરિવારે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી, પરંતુ શેફાલીની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ હવે વાયરલ થઈ રહી છે, જે ચાહકોના દિલને ભાવુક કરી રહી છે.
શેફાલીની છેલ્લી X પોસ્ટ
શેફાલી જરીવાલા ‘Bigg Boss 13’ની સ્પર્ધક હતી, જ્યાં તેમના સહ-સ્પર્ધક સિદ્ધાર્થ શુક્લા સાથે તેમનો ખાસ બોન્ડ હતો. એક દુઃખદ સંયોગ એ છે કે સિદ્ધાર્થ શુક્લાનું પણ 2 સપ્ટેમ્બર, 2021ના રોજ હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું, અને શેફાલીનું મૃત્યુ પણ સમાન કારણથી થયું. શેફાલીની છેલ્લી X પોસ્ટ સિદ્ધાર્થ શુક્લાને સમર્પિત હતી, જે 2 સપ્ટેમ્બર, 2024ના રોજ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં તેમણે ‘Bigg Boss 13’ની એક જૂની તસવીર શેર કરી હતી, જેમાં તેઓ સિદ્ધાર્થને ગળે લગાવતા જોવા મળે છે. તેમણે કેપ્શનમાં લખ્યું, “આજે તારા વિશે વિચારી રહી છું મારા મિત્ર @sidharth_shukla” આ હૃદયસ્પર્શી પોસ્ટ હવે વાયરલ થઈ રહી છે અને ચાહકોને ભાવુક કરી રહી છે.
Thinking of you today mere dost @sidharth_shukla ❤️ pic.twitter.com/sZNv6Ft1hG
— Shefali Jariwala (@shefalijariwala) September 2, 2024
શેફાલીની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ
શેફાલીની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ તેમના નિધનના માત્ર 3 દિવસ પહેલાં શેર કરવામાં આવી હતી, જે હવે તેમની અંતિમ પોસ્ટ બની ગઈ છે. આ પોસ્ટમાં શેફાલી એક મેટાલિક સિલ્વર ગાઉનમાં ખૂબસૂરત દેખાતી હતી, જેમાં તેમણે આત્મવિશ્વાસથી પોઝ આપ્યા હતા. આ તસવીરો સાથે તેમણે કેપ્શન લખ્યું, “Bling it on Baby!” આ પોસ્ટે તેમના ચાહકોમાં ખૂબ લોકપ્રિયતા મેળવી હતી, પરંતુ હવે તે ચાહકો માટે ભાવનાત્મક યાદગીરી બની ગઈ છે.
View this post on Instagram
બોલિવૂડમાં શોકની લાગણી
શેફાલીના અચાનક નિધનથી બોલિવૂડ અને ટીવી જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ‘કાંટા લગા’ ગીતથી ખ્યાતિ મેળવનાર શેફાલીએ ‘Bigg Boss 13’માં પોતાના આકર્ષક વ્યક્તિત્વથી દર્શકોના દિલ જીત્યા હતા. સેલેબ્સ અને ચાહકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ દુઃખદ ઘટનાએ શેફાલીના પરિવાર, મિત્રો અને ચાહકોને ગહન શોકમાં ડુબાડી દીધા છે.
આ પણ વાંચો : Shefali Jariwala Passed Away : 'કાંટા લગા' ગર્લ શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે નિધન, બોલિવૂડમાં શોકનો માહોલ


