Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શિલ્પા અને રાજ કુંન્દ્રાની મુશ્કેલીમાં વધારો, દિવાળી પહેલા જ હાઈકોર્ટે આપ્યો ઝટકો

₹60 કરોડની છેતરપિંડીના આરોપમાં ઘેરાયેલા શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ વિદેશ યાત્રા રદ કરી છે. બોમ્બે હાઇકોર્ટે મંજૂરી આપવા માટે ₹60 કરોડની રકમ જમા કરવાની સખત શરત મૂકી હતી, જે દંપતી પૂરી ન કરી શક્યું. EOW દ્વારા કેસની તપાસ ચાલુ છે, જેમાં LOC રદ કરવા માટે પણ કોર્ટે કોઈ રાહત આપી નથી.
શિલ્પા અને રાજ કુંન્દ્રાની મુશ્કેલીમાં વધારો  દિવાળી પહેલા જ હાઈકોર્ટે આપ્યો ઝટકો
Advertisement
  • અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજકુંદ્રાની મુશ્કેલીમાં વધારો (Shilpa Raj Kundra Fraud)
  • 60 કરોડની છેતરપિંડીના કેસમાં હાઈકોર્ટ તરફથી ઝટકો
  • 60 કરોડ રૂપિયા જમા ન કરાવતા હાઈકોર્ટે વિદેશ યાત્રા પર લગાવી રોક

Shilpa Raj Kundra Fraud : બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તેમના પતિ રાજ કુંદ્રા (Raj Kundra) ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીઓ (Legal Troubles) માં ઘેરાયા છે. તેમની સામે રૂ.60 કરોડની છેતરપિંડી (Fraud) નો આરોપ છે, જેનો કેસ બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court) માં પેન્ડિંગ છે.

હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી (Hearing) દરમિયાન, શિલ્પા અને રાજ કુંદ્રાએ વ્યાવસાયિક કારણોસર લોસ એન્જલસ (Los Angeles) સહિત અન્ય દેશોમાં વિદેશ યાત્રા (Foreign Travel) પર જવાની મંજૂરી માગી હતી. જોકે, કોર્ટે પરવાનગી આપતા પહેલા એક કડક શરત (Strict Condition) મૂકી: તેમણે રૂ.60 કરોડની રકમ કોર્ટમાં જમા (Deposit Money) કરાવવી પડશે. આ શરત પૂરી ન કરી શકવાને કારણે, શિલ્પા શેટ્ટીએ અદાલતને પોતાનો પ્રસ્તાવિત પ્રવાસ રદ (Cancelled) કરવાની જાણ કરી છે.

Advertisement

 Raj Kundra And Shilpa Shetty

Raj Kundra And Shilpa Shetty

Advertisement

લુકઆઉટ સર્ક્યુલર (LOC) થી રાહત નહીં (Shilpa Raj Kundra Fraud)

શિલ્પા અને રાજ કુંદ્રાએ છેતરપિંડીના કેસમાં તેમના વિરુદ્ધ બહાર પાડવામાં આવેલ લુકઆઉટ સર્ક્યુલર (LOC) (Lookout Circular) ને રદ કરવા માટે પણ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે, હાઇકોર્ટે અત્યાર સુધીની સુનાવણીઓમાં તેમને કોઈ રાહત આપી નથી, જેના કારણે તેમની આંતરરાષ્ટ્રીય યાત્રાઓ પર અસર પડી છે.

શું છે સમગ્ર મામલો? (Shilpa Raj Kundra Fraud)

આ સમગ્ર કેસની તપાસ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) (Economic Offence Wing) દ્વારા કરવામાં આવી રહી છે. લૉટસ કૅપિટલ ફાઇનાન્સિયલ સર્વિસિસના ડિરેક્ટર દીપક કોઠારી (Deepak Kothari) ની ફરિયાદથી આ કેસ શરૂ થયો હતો.

 Bombay High Court

Bombay High Court

ફરિયાદીનો આરોપ:

કોઠારીનો આરોપ છે કે 2015 થી 2023 દરમિયાન શિલ્પા અને કુંદ્રાએ તેમના ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ 'બેસ્ટ ડીલ ટીવી' (Best Deal TV) ને વધારવાના નામે તેમની પાસેથી પૈસા લીધા, પરંતુ તે રકમનો ઉપયોગ ખાનગી ખર્ચાઓ (Personal Expenses) માટે કર્યો.

કરારની મૂંઝવણ:

કોઠારીના જણાવ્યા અનુસાર, 2015 માં બંનેએ રૂ.75 કરોડની લોન (Loan) માટે સંપર્ક કર્યો હતો. 12% વ્યાજ દર નક્કી થયો હતો, પરંતુ બાદમાં દંપતીએ આ રકમને "લોન" ને બદલે "રોકાણ" (Investment) ગણાવવાની વાત કહી હતી અને માસિક વળતર તથા મૂડીની પરત ચુકવણીનું વચન આપ્યું હતું.

આ પણ વાંચો : ગાંધીનગરનો Ishit Bhatt સોશિયલ મીડિયામાં થઇ રહ્યો છે ખૂબ ટ્રોલ, Parenting પર ઉઠી રહ્યા છે સવાલ

Tags :
Advertisement

.

×