Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sky Force: રીલિઝ થતા જ Akshay Kumar ને લાગ્યો મોટો ઝટકો,આ દેશોમાં મુકાયો પ્રતિબંધ

Akshay Kumar ફરી થોડી આશાઓ સાથે પરત ફર્યો સારા અલી અને નિમરત કૌરે સારું કામ કર્યું મધ્ય પૂર્વમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો Sky Force:Akshay Kumar ફરી થોડી આશાઓ સાથે પરત ફર્યો છે.નવ ફ્લોપ ફિલ્મો પછી લાંબા સમયથી...
sky force  રીલિઝ થતા જ akshay kumar ને લાગ્યો મોટો ઝટકો આ દેશોમાં મુકાયો પ્રતિબંધ
Advertisement
  • Akshay Kumar ફરી થોડી આશાઓ સાથે પરત ફર્યો
  • સારા અલી અને નિમરત કૌરે સારું કામ કર્યું
  • મધ્ય પૂર્વમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

Sky Force:Akshay Kumar ફરી થોડી આશાઓ સાથે પરત ફર્યો છે.નવ ફ્લોપ ફિલ્મો પછી લાંબા સમયથી એક હિટ ફિલ્મની રાહ જોવાઈ રહી છે.તેને ફિલ્મ Sky Force પાસેથી ઘણી આશાઓ છે.આ ફિલ્મ આજે એટલે કે 24 જાન્યુઆરીએ થિયેટર્સમાં રીલિઝ થઇ છે.ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત વીર પહાડિયા,સારા અલી ખાન અને નિમરત કૌરે પણ સારું કામ કર્યું છે.આ દરમિયાન અભિનેતાને મોટો આંચકો લાગ્યો છે.મધ્ય પૂર્વમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મિડલ ઇસ્ટમા તેને ઝટકો લાગ્યો

તાજેતરમાં બોલિવૂડ હંગામા પર એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો.જેમાં કહેવામાં આવ્યું છે કે Sky Force ને વિશ્વભરમાં ખૂબ જ મોટી રિલીઝ મળી છે પરંતુ મિડલ ઇસ્ટમા તેને ઝટકો લાગ્યો છે.આ એરિયલ એક્શન ફિલ્મ યુએઈ,સાઉદી અરેબિયા,કતાર,ઓમાન સહિત ઘણા દેશોમાં રિલીઝ કરવામાં આવી નથી.

Advertisement

આ પણ  વાંચો-Saif Ali khan: કરીના અને હું બેડરૂમમાં હતા ત્યારે ચીસો સંભળાઈ...

Advertisement

ક્ષય કુમારની સ્કાયફોર્સ પર ક્યાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો?

ફક્ત અક્ષય કુમારની સ્કાયફોર્સ જ નહીં, પરંતુ તે પહેલાંની ઘણી ફિલ્મો પર પ્રતિબંધ (Banned)મૂકવામાં આવ્યો છે.જોકે આ રિપોર્ટમાંથી અક્ષય કુમારની ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ જાણી શકાયું નથી.પરંતુ ફિલ્મમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને દર્શાવવામાં આવ્યો છે.જ્યાં વાયુસેનાના ફાઇટર પાયલટ્સ દુશ્મનના ઠેકાણાઓનો નાશ કરવાના મિશન પર જાય છે.આવી સ્થિતિમાં આ પ્રતિબંધનું કારણ હોઈ શકે છે.

આ પણ  વાંચો-'સમય અને અફસોસ...નતાશા સ્ટેન્કોવિકે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ

ભારત વચ્ચેના યુદ્ધને સીધું દર્શાવવામાં આવ્યું

જોકે સ્કાયફોર્સમાં પાકિસ્તાન વિરુદ્ધ કંઈ નથી જેના કારણે મધ્ય પૂર્વમાં તેના પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. અગાઉ રિલીઝ થયેલી ફિલ્મોમાં પાકિસ્તાન અને ભારત વચ્ચેના યુદ્ધને સીધું દર્શાવવામાં આવ્યું હતું. પણ આ ફિલ્મમાં આવું નથી. આવી સ્થિતિમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો એ ખૂબ જ આઘાતજનક છે.ગયા વર્ષે રીલિઝ થયેલી ઋતિક રોશનની ફિલ્મ ફાઇટર પર મધ્ય પૂર્વમાં પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આ પણ  વાંચો-Oscar 2025: નોમિનેશન શરૂ,એક માત્ર આ હિન્દી ફિલ્મને Entry

આ ફિલ્મો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

સ્કાય ફોર્સ અને ફાઇટર ઉપરાંત ગયા વર્ષે ગલ્ફ દેશોમાં 'કલમ 370'પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.આ પહેલા સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 પર પણ ઘણા દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આમાં કુવૈત,ઓમાન અને કતારનો સમાવેશ થાય છે. વર્ષ 2022માં, વિજય થલપતિની ફિલ્મ બીસ્ટ પર પણ કુવૈતમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.

×