સોનુ સૂદનો શોકિંગ ખુલાસો: સીએમ-ડેપ્યુટી સીએમ પદ માટે ઓફર મળી હતી
- સોનુ સૂદે મજુરોને વતન પહોંચવામાં મદદ કરી હતી
- સોનુની નવી ફિલ્મ 'ફતેહ' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે
- મને સીએમ બનવાની પણ ઓફર મળી હતી: સોનુ સુદ
- ટોચ પર હંમેશા ઓછો ઓક્સિજન હોય છે
- સોનુ જવાબદાર બનવાથી ડરે છે
- સિનેમાથી મને ઘણો લગાવ છે: સોનુ સુદ
2020 ના કોવિડ લોકડાઉન દરમિયાન, અભિનેતા સોનુ સૂદ દેશભરના પરપ્રાંતિય મજૂરો અને જરૂરિયાતમંદોને મદદ કરીને લોકો માટે એક મસીહા બની ગયા હતા. લાંબા સમયથી માનવામાં આવી રહ્યું છે કે, સોનુ સૂદ રાજકારણમાં જશે. સોનુની નવી ફિલ્મ 'ફતેહ' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. તેના પ્રમોશન દરમિયાન, અભિનેતાને ફરી એકવાર રાજકારણમાં જોડાવા વિશે પૂછવામાં આવ્યું.
સોનુ સૂદે મજુરોને વતન પહોંચવામાં મદદ કરી હતી
2020 ના કોવિડ લોકડાઉન દરમિયાન, અભિનેતા સોનુ સૂદ દેશભરના પરપ્રાંતિય મજૂરો અને જરૂરિયાતમંદોને મદદ કરીને મસીહા બન્યો. આ બધુ કરવા માટે તેણે પોતાની મિલકત પણ ગીરવે રાખવી પડી હતી. લોકડાઉન દરમિયાન, સોનુ સૂદે પરપ્રાંતિય ઘણા મજુરોને તેમના વતન પહોંચવામાં મદદ કરી હતી. લાંબા સમયથી માનવામાં આવી રહ્યું છે કે, સોનુ સૂદ રાજકારણમાં જોડાશે. જો કે, હજુ સુધી તો આવુ કઈ બન્યું નથી. સોનુની નવી ફિલ્મ 'ફતેહ' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. તેના પ્રમોશન દરમિયાન, અભિનેતાને ફરી એકવાર રાજકારણમાં જોડાવા વિશે પૂછવામાં આવ્યું.
રાજકારણમાં આવવા તૈયાર છે સોનુ સૂદ?
હ્યુમન્સ ઓફ બોમ્બે સાથેની વાતચીતમાં સોનુ સૂદે કહ્યું, 'મને સીએમ બનવાની પણ ઓફર મળી હતી. મેં ના પાડી તો તેમણે કહ્યું કે, ડેપ્યુટી સીએમ બની જાઓ. તે બધા આ દેશના ઘણા મોટા લોકો હતા જેમણે મને રાજ્યસભાના સભ્ય બનવાની ઓફર પણ કરી હતી. મને કહ્યું કે, તમે રાજ્યસભામાં આવી જાવ. સુદે કહ્યું, તમારે શું કરવા રાજકારણમાં આવવાની જરૂર છે, લડવાની શું જરૂર છે. તે ખૂબ જ રોમાંચક સમય હોય છે જ્યારે મોટા લોકો તમને મળવા માંગે છે અને ઇચ્છે છે કે, તમે રાજકારણની આ દુનિયામાં આવીને કંઈક કરો.
ટોચ પર હંમેશા ઓછો ઓક્સિજન હોય છે
તેમણે આગળ કહ્યું, 'જુઓ, જ્યારે તમે લોકપ્રિય થવાનું શરૂ કરો છો, ત્યારે તમે જીવનમાં આગળ વધવાનું શરૂ કરો છો. ટોચ પર હંમેશા ઓછો ઓક્સિજન હોય છે. અમે ઉપર જવા માંગીએ છીએ, પરંતુ ત્યાં ઓક્સિજન બહુ ઓછો હોય છે. તો તમે કેટલો શ્વાસ લઈ શકો છો તે ખૂબ જરુરી છે. કોઈએ મને કહ્યું હતુ કે, આટલા મોટા લોકો તમને ડેપ્યુટી સીએમ, સીએમ પદની ઓફર કરે છે અને તમે કરતા નથી ? તમે જાણો છો કે, તમારી ઇન્ડસ્ટ્રીમાં કેટલાય કલાકારો તો આવુ વિચારી પણ નથી શકતા અને તમે તે કરી નથી રહ્યા.
આ પણ વાંચો: Nagma : ટોપની હિરોઈન-વારંવાર પરિણીત પુરુષને દિલ દઈ બેઠી
સોનુ જવાબદાર બનવાથી ડરે છે
રાજકારણમાં ન આવવાના કારણ અંગે સોનુ સૂદે આગળ કહ્યું, લોકો બે બાબતોના કારણે રાજકારણમાં આવે છે. એક પૈસા કમાવવા માટે, બીજું સત્તા માટે. મને બંનેમાં રસ નથી. જ્યાં સુધી વાત છે મદદ કરવાની, તો એતો હું એમ જ કરી રહ્યો છું. તો મને ખબર નથી કે હું તે દુનિયામાં કેટલો કમ્ફર્ટેબલ થઈ શકીશ. કાલે ઉપરથી કોઈ મને કહેશે કે, ભાઈ આ કામ નથી કરવાનુ,, તમે મદદ ના કરી શકો કોઈની, તો મારે રોકાઈ જવુ પડે. અત્યારે હું કોઈને પૂછતો નથી. હવે મારે કોઈની મદદ કરવી છે, પછી ભલે તે કોઈપણ જાતિનો હોય, કોઈ પણ ભાષાનો હોય, તેનો ધર્મ શું છે, એવુ હું પૂછતો પણ નથી, હું મારા સ્તરે કરું છું. કાલે એવુ બની શકે કે, હું કોઈના માટે જવાબદાર બની જવ. તો મને એ વાતનો ડર લાગે છે કે, હું ક્યાંક ને ક્યાંક મારી સ્વતંત્રતા ગુમાવીશ.
તેણે આગળ કહ્યું, 'મને સારી એવી સિક્યુરિટી મળી જશે, મને દિલ્હીમાં સારૂ ઘર મળી જશે, મારી પાસે એક પદ આવી જશે. કોઈએ કહ્યું હતું કે, તમારી પાસે એક લેટર હેડ આવશે જેના પર સરકારી સ્ટેમ્પ લાગેલુ હશે, તેની અંદર ઘણો પાવર હોય છે. તો મેં કહ્યું, 'ભાઈ સારું લાગે છે, મને પણ સાંભળવામાં સારૂ લાગે છે. પણ હું અત્યારે તૈયાર નથી. કદાચ થોડા વર્ષો પછી જવ, પછી ખબર નઈ.
સિનેમાથી મને ઘણો લગાવ છે: સોનુ સુદ
મારા મગજમાં એક દિવસ આવશે કે, ના બોસ મારે કરવુ છે. દેશ માટે કરવું છે, કદાચ આ જ રસ્તા પર જઈને કરવું છે, થઈ શકે છે. હું રાજકારણની વિરુદ્ધમાં નથી અને હું સંપૂર્ણપણે રાજકારણીઓનું સન્માન કરું છું. મારા ઘણા મિત્રો છે, મારા ઘણા મિત્રો સારા કામ કરે છે. મને લાગે છે કે, મારામાં હજી એક્ટર-ડિરેક્ટર ઘણુ બાકી છે, આ જ દુનિયા મને ગમે છે. સિનેમાથી મને ઘણો લગાવ છે. તેથી જ્યારે મને લાગશે કે હવે આ બોવ થઈ ગયું, હવે કંઈક બીજું કરવું છે, પરંતુ અત્યારે હું એક અભિનેતા છું, હું દિગ્દર્શન કરીશ, હું અભિનય પણ કરીશ.
આ પણ વાંચો: Allu Arjun એ મૃતક મહિલાના દિકરાના વહારે આવીને કરી ચોંકાવનારી જાહેરાત


