Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Actress Hema Arrested: સાઉથ એક્ટ્રેસ હેમાની ધરપકડ, રેવ પાર્ટીમાં ડ્રગ્સ લેવાનો આરોપ

Actress Hema Arrested: વધુ એક સિનેતા જગતની દિગ્ગજ અભિવ્યક્તિની પોલીસ દ્વારા તાજેતરમાં ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા સાઉથની અભિનેત્રી હેમાની ધરપકડ કરવામાં આવી છે. જોકે ગત 20 May, 2024 ના રોજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક રેવ...
actress hema arrested  સાઉથ એક્ટ્રેસ હેમાની ધરપકડ  રેવ પાર્ટીમાં ડ્રગ્સ લેવાનો આરોપ
Advertisement

Actress Hema Arrested: વધુ એક સિનેતા જગતની દિગ્ગજ અભિવ્યક્તિની પોલીસ દ્વારા તાજેતરમાં ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા સાઉથની અભિનેત્રી હેમાની ધરપકડ કરવામાં આવી છે. જોકે ગત 20 May, 2024 ના રોજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક રેવ પાર્ટી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે એક વ્યક્તિની જન્મદિવસની ઉજવણી કરવાના બહાને રેવ પાર્ટી કરવામાં આવી રહી હતી.

  • હેમા સહિત કુલ 8 લોકોની અગાઉ નોટીસ ફટકારી હતી

  • જેમાં બે તેલગુ અભિનેત્રી પણ સામેલ હતી

  • 104 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે

ત્યારે બેંગલોર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અગાઉ રેવ પાર્ટીને લઈ હેમા સહિત કુલ 8 લોકોની અગાઉ નોટીસ ફટકારી હતી. ત્યારબાદ હેમાને પૂછતાછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી હતી. ત્યારે આજરોજ હેમાની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ રેવ પાર્ટીની અંદર આશરે 86 લોકો આવ્યા હતા. તે ઉપરાંત આ તમામ વ્યક્તિઓએ નશીલા પદાર્ષનું સેવન કર્યું હતું.

Advertisement

Advertisement

જેમાં બે તેલગુ અભિનેત્રી પણ સામેલ હતી

ત્યારે પોલીસને નશીલા પદાર્થને લઈ અનેક પુરાવાઓ મળી આવ્યા છે. તો કર્ણાટકની એન્ટી નારકોટિક્સ ડિવીઝને દરોડા પાડ્યા હતા, ત્યારે રેવ પાર્ટીની અંદર 73 પુરુષો અને 30 મહિલાઓ હાજર હતી. જેમાં બે તેલગુ અભિનેત્રી પણ સામેલ હતી. ત્યારે આ ઘટનાની અંદર મુખ્ય આરોપી તરીકે હેમાની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં પોલીસે 14.40 ગ્રામ MD Drugs, 1.16 ગ્રામ MDMA Crystal , 6 ગ્રામ Hydro Cannabis, 5 ગ્રામ Cocaine, Cocaine થી ભરેલી રૂ. 500 ની નોટ, છ ગ્રામ Hydro Cannabis, 5 મોબાઈલ ફોન, બે વાહનો અને કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

104 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે

તમને જણાવી દઈએ કે સાઉથ એક્ટ્રેસ હેમા સિવાય બેંગલુરુ રેવ પાર્ટીમાં હાજરી આપનારી બીજી તેલુગુ એક્ટ્રેસ આશી રોય હતી. ઈલેક્ટ્રોનિક સિટી પોલીસે રેવ પાર્ટી પર દરોડો પાડ્યો હતો. આ પછી કેસ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB)ને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અગાઉ આ કેસ પણ હેબ્બાગોડી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અહીં 104 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Film ‘Ittefaq’-એક પણ ગીત નહીં,ઇન્ટરવલ નહીં તો ય સુપરહિટ

Tags :
Advertisement

.

×