Spirit Film Controversy : દિપીકા પાદુકોણ પર લાગ્યો સ્ટોરી લીકનો આરોપ
- ફિલ્મ નિર્માતા વાંગાએ Deepika Padukone પર લગાવ્યો સ્ટોરી લીકનો આરોપ
- તાજેતરમાં જ ફિલ્મ Spirit Film માંથી દિપીકાની કરાઈ હતી હકાલપટ્ટી
- Sandeep Reddy Vanga એ સોશિયલ મીડિયા પર દિપીકા પર રોષ ઠાલવ્યો
Spirit Film Controversy : નિર્માતા સંદીપ રેડ્ડી વાંગા (Sandeep Reddy Vanga) ની આગામી ફિલ્મ 'Spirit' વિવાદોના વમળમાં ફસાઈ છે. દિપીકા પાદુકોણ (Deepika Padukone) ની આ ફિલ્મમાંથી હકાલપટ્ટી કરાયા બાદ વિવાદ ઓર વકરી ગયો છે. જેમાં દિપીકા પાદુકોણ પર ફિલ્મની સ્ટોરી લીક કરી દેવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. દિપીકા પર નિર્માતાએ ડર્ટી પીઆર ગેમ્સ (Dirty PR Games) નો પણ આરોપ લગાડ્યો છે.
કલા પાછળ વર્ષોની મહેનત તમે નહીં સમજી શકો
સ્પિરિટ ફિલ્મના નિર્માતા સંદીપ રેડ્ડી વાંગાએ Deepika Padukone પર સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો છે. તેમણે X પર એક લાંબી લચક પોસ્ટ કરીને અભિનેત્રીએ સ્ટોરી લીક કર્યા હોવાનો આરોપ લગાડ્યો છે. તેમણે લખ્યું છે કે, જ્યારે હું કોઈ એક્ટરને વાર્તા સંભળાવું છું, ત્યારે મને તેના પર 100% વિશ્વાસ હોય છે. અમારી વચ્ચે NDA (નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ) હોય છે પણ તમે જે કર્યુ તે બતાવે છે કે તમે કોણ છો ? શું આ તમારો નારીવાદ છે? એક ફિલ્મ નિર્માતા તરીકે, મારી કલા પાછળ વર્ષોની મહેનત છે અને મારા માટે ફિલ્મ નિર્માણ જ સર્વસ્વ છે. તમે આ સમજી શકતા નથી અને ક્યારેય સમજી પણ શકશો નહીં. આ એક ડર્ટી પીઆર ગેમ છે.
આ પણ વાંચોઃ Aditya Roy Kapoor ના ઘરમાં જબરદસ્તીથી ઘૂસી ગઈ એક મહિલા, નોકરાણીએ નોંધાવ્યો કેસ
શા માટે દિપીકાની કરાઈ હતી હકાલપટ્ટી ?
તાજેતરમાં જ નિર્માતા Sandeep Reddy Vanga એ દીપિકા પાદુકોણને સ્પિરિટ ફિલ્મમાંથી હાંકી કાઢી હતી. અહેવાલો અનુસાર, દીપિકાની માંગણીઓમાં આઠ કલાકની વર્કિંગ શિફ્ટ, ફીમાં વધારો અને ફિલ્મના નફામાં હિસ્સો વગેરેનો સમાવેશ થતો હતો. આ નિર્ણયને કારણે દિપીકાને ફિલ્મમાંથી બહાર કાઢી મુકવામાં આવી હતી. જો તેણી આ ફિલ્મમાં હોત તો પ્રભાસ સાથેની કલ્કી 2898 એડી પછીની તેની બીજી ફિલ્મ હોત.
દિપીકાને સ્થાને તૃપ્તિ ડિમરી
સ્પિરિટ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી દિપીકાની હકાલપટ્ટી બાદ તેના સ્થાને Trupti Dimri ને સાઈન કરી લેવાઈ છે. આ બાબતનો ખુલાસો ખુદ તૃપ્તિ ડિમરીએ સોશિયલ મીડિયામાં કર્યો છે. તેણીએ સંદીપ રેડ્ડી વાંગાના વિઝનનો એક ભાગ બનવા પર ગર્વ પણ જાહેર કર્યો છે. તૃપ્તિની આ પોસ્ટને કારણે કન્ફર્મ થઈ ગયું છે કે સ્પિરિટ ફિલ્મમાં દિપીકાને સ્થાને Trupti Dimri ગોઠવાઈ ગઈ છે. હવે તે પ્રભાસ સાથે ફિલ્મમાં અભિનય કરશે.
આ પણ વાંચોઃ Mithi River Scam : મુંબઈ પોલીસ દ્વારા અભિનેતા ડીનો મોરિયોની પુછપરછ કરાઈ