સૈફના નાના પુત્ર પર હુમલો કરવા લાગ્યો હતો હુમલાખોર ત્યારે... મેડે મોડી રાત્રે થયેલી સમગ્ર ઘટનાની વાત કરી
- મેડ આસ્માએ સમગ્ર મામલે પોતાનું નિવેદન આપ્યું
- અભિનેતાએ બહાદુરી પુર્વક હુમલાખોરને ભગાડ્યો
- પુત્રને પણ ઇજા પહોંચાડે તેવી શક્યતા જોતા સૈફે હુમલો કર્યો
Attack on Saif Ali Khan : સૈફ પર હુમલા બાદ મેડ અને ફેમિલીના બાકી સ્ટાફ મેંબર્સે ઇબ્રાહિમને બોલાવ્યા. ઇબ્રાહિમ અને સારા અલી ખાન પણ આઠમા માળ પર રહે છે. તેઓ ઉપર આવ્યા અને સૈફ અલી ખાનને લઇને ઓટોમાં હોસ્પિટલ લઇ ગયા. જો વાત કરવામાં આવે ગાડીની તો ત્યારે ઘટના સ્થળ પર કોઇ જ હાજર નહોતું.
સૈફ અલી ખાન પર થયો હતો હુમલો
મુંબઇમાં અભિનેતા સૈફ અલી ખાનના ઘરે ઘુસીને ગુરૂવારે હુમલાખોરે પોતાના ચાકુથી હુમલો કરી દીધો. આ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. ત્યાર બાદ તેને લીલાવતી હોસ્પિટલ લઇ જવાયો જ્યાં હાલ તેની સ્થિતિ સુરક્ષીત છે. જો કે ખાનના ઘરે કામ કરનારી કેરટેકરે પોતાના નિવેદનમાં હુમલાની સંપુર્ણ વાત કહી છે. કેરટેકરે સમગ્ર વાત કહી તે મહિલા છેલ્લા 4 વર્ષથી સૈફના ઘરે કામ કરે છે.
આ પણ વાંચો : OMG:રસ્તા પર રખડતાં 30 લાખ શ્વાનને ભોગ લેશે આ દેશ, દુનિયાભરમાં આક્રોશ
જૈહની સારસંભાળ કરે છે આસ્મા
પોલીસને આપેલા પોતાના નિવેદનમાં કેરટેકરે કહ્યું કે, હું અભિનેતા સૈફ અલી ખાનના નાના પુત્ર જેહની સારસંભાળ કરુ છું. સૈફ અલી ખાનનો પરિવાર બિલ્ડિંગના 12 મા માળે રહે છે. દરેક માળ પર 3 કેમેરા છે. અહીં સૈફ અને કરીના અને બાકીના લોકો રહે છે. 15 જાન્યુઆરીએ રાત્રે 11 વાગ્યે નાના પુત્રને ભોજન આપીને સુવડાવી દીધો, ત્યાર બાદ તેઓ સુવા માટે જતા રહ્યા. રાત્રે 2 વાગ્યે કેટલાક અવાજો આવ્યા જેના કારણે હું જાગી ગઇ.
બાથરૂમમાં સૌથી પહેલા દેખાયો હતો આરોપી
તે સમયે બાથરૂમનો દરવાજો ખુલો હતો. બાથરૂમની લાઇટ ચાલુ હતું. મને લાગ્યું કે, કરીના મેડ પોતાના બાળકને ફરી મળવા માટે આવ્યા હશે. સુઇ ગયા હશે પરંતુ ફરી મને અહેસાસ થયો કે કંઇક ગડબડ છે. મે નીચે નમીને જોવાનો પ્રયાસ કર્યો કે બાથરૂમમાં કોણ છે, ત્યારે અચાનક એક વ્યક્તિ બાથરૂમમાંથી બહાર આવ્યો.તે નાના પુત્રની પથારી તરફ જવા લાગ્યો. જેથી હું ઝડપથી ચાલીને તેની પહેલા બાળક પાસે પહોંચી ગઇ તો તેણે આંગળી દેખાડીને હિંદીમાં કહ્યું કે, અવાજ ન કરતી. ત્યારે જ ઘરના બીજા લોકો જાગી ગયા. આ જોઇને આરોપીએ મને ધમકાવતા કહ્યું કે, કોઇ અવાજ ન કરતી.
આ પણ વાંચો : ચોરી કે સૈફ અલી ખાન પર હુમલો? અનેક થિયરી પરંતુ એવા કેટલાક સવાલો જે હજી પણ મુંઝવી રહ્યા છે
એક કરોડની ખંડણી?
પોતાનાં નિવેદનમાં કેરટેકરે આગળ કહ્યું કે, તે સમયે જ્યારે હું જહાંગીર (સૈફ કરીનાનો નાનો પુત્ર)ને ઉઠાવી તો આરોપી પોતાના ડાબા હાથમાં લાકડી જેવું કંઇક અને ડાબા હાથમાં એક લાંબી પતલી હેક્સા બ્લેડ મારી તરફ દોડ્યો હતો. મારામારી દરમિયાન તેણે મારા પર બ્લેડથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે હું હાથ આગળ વધારીને બચવાનો પ્રયાસ કર્યો તો મારા હાથના કાંડા પાસે ઇજા પહોંચી હતી. તે સમયે મે તેને પુછ્યું કે તારે શું જોઇએ? તો તેણે કહ્યું કે, પૈસાની જરૂર છે. મે પુછ્યું કેટલા તો તેણે અંગ્રેજીમાં કહ્યું કે 1 કરોડ રૂપિયા.
મોકો મળતા જ બુમાબુમ કરી હતી
તે સમયે મોકો મળતા જ તે બુમાબુમ કરવા લાગી અને રૂમની બહાર ભાગી ગઇ. સૈફ અને કરીના અવાજ સાંભળીને એક સાથે દોડતા દોડતા આવ્યા. જ્યારે સેફે પુછ્યું કે, ઇસ્મા તે કોણ છે અને શું ઇચ્છે છે? તો તેણે પોતાના હાથમાં એક લાકડીની વસ્તુ અને એક હેક્સા બ્લેડથી સૈફ પર હુમલો કરી દીધો. તે સમયે જ્યારે હું અંદર આવી તો તે વ્યક્તિએ તેના પર હુમલો કરી દીધો. બધા જ રૂમની બહાર ભાગ્યા અને રૂમનો દરવાજો ખેંચી લીધો હતો. અવાજ સાંભળીને સુઇ રહેલા રમેશ, હરિ, રામુ તથા પાસવાન પણ બહાર આવી ગયા હતા. અમે ફરી રૂમમાં ગયા તો રૂમનો દરવાજો ખુલ્લો હતો.
આ પણ વાંચો : Ahmedabad : Happy Street પર ફરી જોવા મળશે ખાણીપીણીના રસિયાઓનો જમાવડો!
આટલી જગ્યાએ સૈફને પહોંચી ઇજા
કેરટેકરે જણાવ્યું કે, આ ઘટનામાં સૈફને ગરદનની પાછળ ડાબા ખભા પાસે, પીઠની ડાબી તરફ અને ડાબા હાથના કાંડા અને કોણી પર ઇજા પહોંચી હતી. તેની સાથે લોહી નિકળી રહ્યું હતું. ડાબા કાંડા, પીઠ અને ચહેરા પર ઇજાઓ હતી. એક અજાણ્યા વ્યક્તિ જેની ઉંમર આશરે 35 થી 40 વર્ષ છે. તેનો રંગ સામાન્ય છે.પાતળુ શરીર, ગાઢ કલરો શર્ટ અને પેન્ટ હતા અને માથા પર કેપ લગાવેલી હતી.
ઓટો દ્વારા પહોંચ્યા હોસ્પિટલ
મેડ અને ફેમિલીના બાકી સ્ટાફ મેંબર્સે ઇબ્રાહિમને બોલાવ્યો. ઇબ્રાહિમ અને સારા અલી ખાન પણ આઠમા માળ પર જ રહે છે તેઓ ઉપર આવ્યા અને સૈફ અલી ખાનના અંગે ઓટોમાં હોસ્પિટલ ગયા. જો વાત કરીએ ગાડીની તો તે સમયે પરિવારમાં કોઇ પણ ડ્રાઇવર હાજર નહોતો. ઓટોમેટિક ઇલેક્ટ્રીક વાહન કોઇને ચલાવતા આવડતું નહોતું માટે તત્કાલ સૈફને ઓટો દ્વારા હોસ્પિટલ પહોંચાડ્યો હતો.
આ પણ વાંચો : મહાકુંભના શાહી સ્નાનમાં એક ડૂબકી Virat Kohli ના ફોર્મની, જુઓ Video


