Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટાઇગર શ્રોફની Baaghi 4 ફિલ્મનો પહેલો રિવ્યુ સામે આવ્યો,જાણો ફિલ્મ જોવાલાયક છે કે નહી?

Baaghi 4 ફિલ્મ 5 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે, જેમાં હાઇ-ઓક્ટેન એક્શનનો ડોઝ જોવા મળશે. ફિલ્મનો પહેલો રિવ્યુ હવે સામે આવ્યો છે
ટાઇગર શ્રોફની baaghi 4 ફિલ્મનો પહેલો રિવ્યુ સામે આવ્યો જાણો ફિલ્મ જોવાલાયક છે કે નહી
Advertisement

  • ટાઇગર શ્રોફની Baaghi 4 ફિલ્મનો પહેલો રિવ્યુ સામે આવ્યો
  • Baaghi 4 5 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે
  • ફિલ્મમાં  હાઇ-ઓક્ટેન એક્શનનો ડોઝ જોવા મળશે

સાજિદ નડિયાદવાલા બાગી ફ્રેન્ચાઇઝની ચોથી ફિલ્મ સાથે ફરી એકવાર દર્શકોનું ધમાકેદાર મનોરંજન કરવા પાછા ફર્યા છે. બાગી 5 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે, જેમાં હાઇ-ઓક્ટેન એક્શનનો ડોઝ જોવા મળશે. ફિલ્મનો પહેલો રિવ્યુ હવે સામે આવ્યો છે, જે ચાહકોમાં ઉત્સાહ વધારી રહ્યો છે

નોંધનીય છે કે ટાઇગર શ્રોફ, હરનાઝ સંધુ અને સોનમ બાજવા સ્ટારર ફિલ્મ બાગી 4 સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને દર્શકો મોટી સંખ્યામાં ટિકિટ ખરીદી રહ્યા છે. આ ફિલ્મ જોરદાર એક્શન, ડ્રામાથી ભરપુર છે . ટાઇગર આમાં રોની તરીકે વાપસી કરી રહ્યો છે. સંજય દત્ત એક ખતરનાક વિલનની ભૂમિકા ભજવશે. સોનમ બાજવા અને હરનાઝ સંધુ ગ્લેમર ઉમેરતા જોવા મળે છે. હવે ફિલ્મનો પહેલો રિવ્યુ બહાર આવ્યો છે.

Advertisement

Baaghi 4 ફિલ્મનો પહેલો રિવ્યુ સામે આવ્યો

અભિનેતામાંથી વિવેચક બનેલા કુલદીપ ગઢવીએ સોશિયલ મીડિયા પર બાગી 4 નો રિવ્યૂ શેર કર્યો અને તેને 'અત્યંત રોમાંચક અને આકર્ષક' ગણાવ્યું. તેમણે લખ્યું, "જે રીતે તે એક્શન, થ્રિલ અને ડ્રામાનું મિશ્રણ કરે છે તે એક અલગ સ્તરનું છે. ટાઇગર શ્રોફ સંપૂર્ણપણે એક ખતરનાક અવતારમાં જોવા મળે છે, આ માત્ર એક પર્ફોર્મન્સ નથી પણ એક ઘાતક અવતારમાં જોવા મળે છે.

Advertisement

સાજિદ નડિયાદવાલાની બાગી 4 2 કલાક 30 મિનિટની એક એવી રોમાંચક ફિલ્મ છે, જે દર્શકોને શરૂઆતથી અંત સુધી સ્ક્રીન સાથે બાંધી રાખે છે. દરેક દ્રશ્ય હાઇ-વોલ્ટેજ એક્શન અને ભાવનાત્મક ઊંડાણ સાથે બ્લોકબસ્ટર અનુભવ આપે છે. ટાઇગર શ્રોફનો રોનીનો રોલ આ વખતે અદ્ભુત રીતે ચમકે છે, જે દર્શકોને ભાવુક કરવાની સાથે એક નવા સ્તરે લઈ જાય છે. ફિલ્મમાં રોની એક ભયંકર ટ્રેન અકસ્માતમાંથી બચી જાય છે, પરંતુ નસીબદાર અનુભવવાને બદલે તે અપરાધબોધ અને ઉદાસીમાં ડૂબી જાય છે, જે તેને ધીમે ધીમે પોતાને ખતમ કરી રહ્યો છે. ફિલ્મ વિવેચકોએ ફિલ્મને વખાણી છે, આ ફિલ્મને ચાર સ્ટાર આપ્યા છે.

Baaghi 4  આ સ્ટાર્સ  જોવા મળશે

બાગી 4 માં શ્રેયસ તલપડે, ઉપેન્દ્ર લિમયે, સૌરભ સચદેવા, શીબા આકાશદીપ સાબીર અને મહેશ ઠાકુર જેવા અન્ય કલાકારો પણ સહાયક ભૂમિકામાં છે. રસપ્રદ વાત એ છે કે, બાગી 4 હોલીવુડની મોટી ફિલ્મ ધ કન્જ્યુરિંગ: લાસ્ટ રાઈટ્સ અને વિવેક અગ્નિહોત્રી દિગ્દર્શિત ધ બેંગાલ ફાઇલ્સ સાથે સિનેમાઘરોમાં રિલીઝ થશે. જેના કારણે બોક્સ ઓફિસ પર મોટી ટક્કર જોવા મળશે.

આ પણ વાંચો:   Param Sundari ફિલ્મમાં સિદ્ધાર્થ-જહ્નાનવીની કેમેસ્ટ્રી વખણાઇ, બોક્સ ઓફિસ પર જાદુ ચાલ્યો

Tags :
Advertisement

.

×