ફરહાન અખ્તરની '120 બહાદુર' ફિલ્મમાં આ અભિનેત્રીની થઇ એન્ટ્રી
- ફરહાન અખ્તરની આગામી ફિલ્મ '120 બહાદુર' છે
- ફરહાન અને રાશિ ખન્નાની જોડી પહેલીવાર જોવા મળશે
- રાશી ખન્ના 'ધ સાબરમતી રિપોર્ટ' અને 'યોદ્ધા' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી
ફરહાન અખ્તર (Farhan Akhtar)ની આગામી ફિલ્મ '120 બહાદુર' યુદ્ધ પુષ્ટભૂમિ પર આધારિત છે. આ ફિલ્મની સ્ટોરી 1962 ના ભારત-ચીન યુદ્ધ પર આધારિત છે જેમાં ફરહાન અખ્તર આર્મી મેજર તરીકે જોવા મળશે, આ ફિલ્મ માટે હવે અભિનેત્રી મળી ગઇ છે. આ ફિલ્મમાં અભિનેત્રી તરીકે રાશિ ખન્ના (raashi khanna) ને સિલેકટ કરવામાં આવી છે.
ફરહાન અને રાશિ ખન્નાની જોડી પહેલીવાર જોવા મળશે
રાશી ખન્ના 'ધ સાબરમતી રિપોર્ટ' અને 'યોદ્ધા' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. અહેવાલો અનુસાર નિર્માતાઓને રાશિ (raashi khanna)ની એકટિંગ ગમી હતી, એટલે રાશિને આ ફિલ્મમાં સાઇન કરવામાં આવી છે. ફરહાન અખ્તર સાથે તેની આ પહેલી ફિલ્મ હશે.
View this post on Instagram
'120 બહાદુર' ઝીરો તાપમાનમાં શૂટ કરવામાં આવી
આ ફિલ્મ લદ્દાખના આંતરિક વિસ્તારોમાં લગભગ 14,000 ફૂટની ઊંચાઈએ શૂટ કરવામાં આવી છે. શૂટિંગ -5 થી -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ માટે ફરહાન અખ્તરે ખુબ મહેનત કરી હતી, ફિલ્મના રોલને ન્યાય આપવામાં માટે તેણે ખાસ બોડી પણ બનાવી છે.
ફિલ્મની સ્ટોરી
'120 બહાદુર'ની વાર્તા 1962માં ભારત અને ચીન વચ્ચે લડાયેલા રેઝાંગ લા યુદ્ધ પર આધારિત છે. આ ફિલ્મમાં ફરહાન મેજર શૈતાન સિંહની ભૂમિકા ભજવી રહ્યો છે, જેમને મરણોત્તર પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન રજનીશ રાજી ઘાઈ દ્વારા કરવામાં આવ્યું છે. તેનું નિર્માણ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરના એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. '120 બહાદુર' નવેમ્બર ૨૦૨૫માં રિલીઝ થશે.
આ પણ વાંચો - Son of Sardaar 2 Review: અજય દેવગણ અને રવિ કિશનની કોમેડીએ દર્શકોના દિલ જીત્યા!


