Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tiger Shroff ની ફિલ્મ Ganapath નું ધમાકેદાર ટીઝર રિલીઝ, એક્શન તમારા રૂંવાટા ઉભા કરી દેશે

Tiger Shroff અને Kriti Sanon ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Ganapath' નું ધમાકેદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ 'ગણપત'ના ટીઝરમાં તમને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના એક્શન સ્ટાર્સ ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન સિવાય બોલિવૂડના બિગ બી અમિતાભ બચ્ચનનો એકદમ નવો લૂક જોવા...
tiger shroff ની ફિલ્મ ganapath નું ધમાકેદાર ટીઝર રિલીઝ  એક્શન તમારા રૂંવાટા ઉભા કરી દેશે
Advertisement

Tiger Shroff અને Kriti Sanon ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Ganapath' નું ધમાકેદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ 'ગણપત'ના ટીઝરમાં તમને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના એક્શન સ્ટાર્સ ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન સિવાય બોલિવૂડના બિગ બી અમિતાભ બચ્ચનનો એકદમ નવો લૂક જોવા મળશે. ફિલ્મ સાથે જોડાયેલા નવા અપડેટ્સ સતત સામે આવી રહ્યા છે.

ફિલ્મનું ટીઝર જોઇ ખુશ થઇ જશો તમે

Advertisement

'ગણપત'નું ટીઝર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું. આ ફિલ્મના ટીઝરમાં અમિતાભ બચ્ચનનો લુક જોઈને તમે તેમને પહેલી ઝલકમાં ઓળખી શકશો નહીં. ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા, પરંતુ અચાનક તેની રિલીઝ ડેટ મોકૂફ કરી દેવામાં આવી છે. હાલમાં જ ફિલ્મનું ટીઝર 27 સપ્ટેમ્બરે રિલીઝ થવાનું હતું. જોકે તેનું આજે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. દરમિયાન, નિર્માતાઓએ ફિલ્મ 'ગણપત'નું ટીઝર રિલીઝ કરીને લોકોમાં ફિલ્મની ચર્ચામાં વધારો કર્યો છે. ટાઇગરને ફરી એકવાર એક્શનમાં જોવા માટે ચાહકોમાં ઉત્તેજના બમણી થઈ ગઈ છે.

Advertisement

ગણપત ત્રણ ભાગમાં આવશે

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટાઇગર શ્રોફની ફિલ્મ 'ગણપત' એક ફ્રેન્ચાઇઝી ફિલ્મ છે અને તે ત્રણ ભાગમાં રિલીઝ થશે. નોંધનીય છે કે ટાઇગર શ્રોફની ફિલ્મ 'ગણપત'નું ટીઝર અગાઉ 27 સપ્ટેમ્બરે રિલીઝ થવાનું હતું પરંતુ તેની તારીખ વધારીને 29 સપ્ટેમ્બર કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આવું એટલા માટે કરવામાં આવ્યું છે જેથી આ ફિલ્મ સલમાન ખાનની ટાઈગર 3 સાથે સીધી રીતે ટક્કર ન આપે.

આ પણ વાંચો - Tiger ka Message : ગદ્દાર કે દેશભક્ત ? ટાઇગર-3ને લઇને સો.મીડિયા પર સલમાનના મેસેજે વધારી ફેન્સની ઉત્સુકતા

આ પણ વાંચો - વહીદા રહેમાનને મળશે દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, જાણો કોણે કરી જાહેરાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×