Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુપરસ્ટાર અલ્લુ અર્જુનના કાર્યક્રમમાં લાઠીચાર્જ, Pushpa 2 ટ્રેલર લોન્ચ પહેલા ઇવેન્ટમાં દોડધામ

Pushpa 2ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ પટનામાં યોજાઈ પુષ્પા 2 ના ઇવેન્ટમાં ભીડ કાબૂ બહાર ગઈ હતી લોકો બેરિકેડ તોડીને વોચ ટાવર પર ચઢી ગયા પટનાના ગાંધી મેદાન ખાતે ફિલ્મ ''Pushpa 2 : The Rule''ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં મોટી સંખ્યામાં...
સુપરસ્ટાર અલ્લુ અર્જુનના કાર્યક્રમમાં લાઠીચાર્જ  pushpa 2 ટ્રેલર લોન્ચ પહેલા ઇવેન્ટમાં દોડધામ
Advertisement
  1. Pushpa 2ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ પટનામાં યોજાઈ
  2. પુષ્પા 2 ના ઇવેન્ટમાં ભીડ કાબૂ બહાર ગઈ હતી
  3. લોકો બેરિકેડ તોડીને વોચ ટાવર પર ચઢી ગયા

પટનાના ગાંધી મેદાન ખાતે ફિલ્મ ''Pushpa 2 : The Rule''ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની એક ઝલક મેળવવા માટે લોકોમાં દોડધામ ચાલી રહી હતી. ભીડને કાબૂ બહાર જતી જોઈને પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભીડ કાબૂ બહાર જતી જોઈને પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

Advertisement

વધારાની પોલીસ ફોર્સ બોલાવવી પડી...

ગાંધી મેદાનમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે અનેક પોલીસ બેરિકેડ તોડી નાખવામાં આવ્યા હતા. કેટલાક લોકો વોચ ટાવર પર ચઢી ગયા હતા. ભીડને કાબૂમાં લેવા માટે વધારાના પોલીસ દળોને બોલાવવા પડ્યા હતા. ''Pushpa 2 : The Rule''ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટનો સમય સાંજે 6.30 વાગ્યે પટનાના ગાંધી મેદાનમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ કાર્યક્રમ સાંજે 5 વાગ્યે જ શરૂ થયો હતો. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના જેવા ગાંધી મેદાન પહોંચ્યા કે તરત જ ભીડ કાબૂ બહાર જવા લાગી. લોકો તેની પાછળ દોડવા લાગ્યા. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સિવાય આ ફિલ્મના અન્ય કલાકારોએ પણ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.

Advertisement

આ પણ વાંચો : Govinda ની તબિયત લથડી, જલગાંવથી તત્કાલ મુંબઇ ખસેડાયો

આ ફિલ્મ 5 ડિસેમ્બરે રિલીઝ થશે...

''Pushpa 2 : The Rule''ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ માટે ગાંધી મેદાનમાં ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. પટનાના DM અને SSP પણ ગાંધી મેદાનમાં હાજર હતા. પરંતુ કદાચ પ્રશાસનને પણ ખ્યાલ નહોતો કે ભીડ આટલી હદે વધી જશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે.

આ પણ વાંચો : રુ. 10 હજાર કરોડની સંપત્તિ સાથે આ પરિવાર છે બોલીવૂડમાં સૌથી ધનવાન પરિવાર

Tags :
Advertisement

.

×