ચોર સીધો જ તૈમુરના બેડરૂમમાં કેમ પહોંચ્યો? પોલીસ તપાસમાં ખતરનાક સત્ય આવ્યું સામે?
- ચોર સીધો જ ડક દ્વારા તૈમુરના બેડરૂમમાં પહોંચ્યો હતો
- અજાણ્યા વ્યક્તિને જોઇને મેડે બુમાબુમ કરી હતી
- બુમાબુમ સાંભળીને સૈફ અલી ખાન બેડરૂમ સુધી પહોંચ્યો
Attack on Saif Ali khan : બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પર આજે જીવલેણ હુમલો થયો હતો. તેમના ઘરમાં ચોરની સાથે તેમની મારામારી થઇ હતી અને ચોરે ચાકુ વડે સૈફ પર હુમલો કર્યો હતો. જેમાં સૈફ અલી ખાનને કૂલ 6 ઘા વાગ્યા હતા. જે પૈકી 2 ઇજા ખુબ જ ગંભીર પ્રકારની હતી. તેના કરોડરજ્જુમાં ચાકુ તુટી ગયું હતું. જે સર્જરી કરીને કાઢવામાં આવ્યો.
સૈફ અલી ખાન પર ઘાતક હુમલો
બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન હાલ લીલાવતી હોસ્પિટલના ICU વોર્ડમાં રાખવામાં આવ્યો છે. અભિનેતા પર હુમલા બાદ ડોક્ટર્સની ટીમે તેની સર્જરી કરી દીધી છે. હાલ અભિનેતા ખતરાની બહાર છે. જો કે ડોક્ટર્સે ટીમને 24 કલાક તેમના પર નજર રાખવા માટે જણાવ્યું છે. આશરે 2-3 દિવસમાં તેને રજા પણ આપી દેવામાં આવશે તેવું ડોક્ટરે જણાવ્યું હતું.
આ પણ વાંચો : Saif Ali Khan પર હુમલો થયો ત્યારે કરીના અને બાળકો ક્યાં હતા? ચોંકાવનારો ખુલાસો
ચોર ડક હોલ દ્વારા સીધો જ તૈમુરના બેડરૂમમાં પહોંચ્યો
જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, અભિનેતાના ઘરમાં એક ડક હોલ હતો. જે સીધો જ બાળકોના બેડરૂમમાં ખુલતો હતો. હુમલાખોર વ્યક્તિ ડક દ્વારા અંદર આવ્યો અને સીધો જ બાળકોના બેડરૂમમાં આવ્યો હતો. જ્યારે તે અંદર આવ્યો ત્યારે મેડે બુમાબુમ કરતા સૈફ અલી ખાન ત્યાં પહોંચ્યો હતો. હાલ તો પોલીસ તપાસ કરી રહી છે કે, શું તે વ્યક્તિ ચોરીના ઇરાદે જ આવ્યો હતો. ચોરીના ઇરાદે આવ્યો હતો કે સૈફના બાળકો કે તેના પરિવારના કોઇ વ્યક્તિ પર હુમલો કરવા માટે આવ્યો હતો. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો : Saif Ali Khan ના ઘરમાં કેવી રીતે ઘુસ્યો હુમલાખોર? સામે આવ્યા CCTV ફૂટેજ!


