Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat ACB : વ્યાજખોરના ઈશારે PI પટેલે સટ્ટાનો કેસ કર્યો અને તોડ પણ...

Gujarat ACB : અમદાવાદના વ્યાજખોરની સોપારી લઈને ક્રિકેટ સટ્ટા બેટિંગનો કેસ કરી લાખો રૂપિયાનો તોડ કરનાર Cyber Cell ના પીઆઈ બી. એમ. પટેલ (PI B M Patel) હાલ ફરાર છે. ગુજરાત એસીબી અગાઉ પણ સાયબર ક્રાઈમ બ્રાંચ (Cyber Crime Branch)...
gujarat acb   વ્યાજખોરના ઈશારે pi પટેલે સટ્ટાનો કેસ કર્યો અને તોડ પણ
Advertisement

Gujarat ACB : અમદાવાદના વ્યાજખોરની સોપારી લઈને ક્રિકેટ સટ્ટા બેટિંગનો કેસ કરી લાખો રૂપિયાનો તોડ કરનાર Cyber Cell ના પીઆઈ બી. એમ. પટેલ (PI B M Patel) હાલ ફરાર છે. ગુજરાત એસીબી અગાઉ પણ સાયબર ક્રાઈમ બ્રાંચ (Cyber Crime Branch) માં છેલ્લાં 7 મહિનામાં બીજી વખત ત્રાટકી ચૂકી છે. Gujarat ACB એ નોંધેલા બંને લાંચ કેસની રકમ રૂપિયા 10-10 લાખ છે. ઑક્ટોબર-2023 માં અરજી પ્રકરણમાં લાખોની લાંચ લેવાના કેસમાં Gujarat ACB ના ડરથી હથિયારી પીઆઈ દિગવિજયસિંહ જાડેજા (PI Digvijaysinh Jadeja) મોબાઈલ ફોન બંધ (Switch Off) કરીને ભૂર્ગભમાં ચાલ્યા ગયા હતા અને હાલમાં પીઆઈ બાબુલાલ પટેલ ધરપકડથી બચવા છુપાતા ફરે છે. Wanted PI બી. એમ. પટેલે કોના ઈશારે ક્રિકેટ સટ્ટા બેટિંગનો કેસ નોંધ્યો વાંચો આ અહેવાલ...

Bullet 24 એપ મળી આવતા ગુનો નોંધ્યો

Advertisement

ગત 12 એપ્રિલના રોજ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Cyber Crime Branch) જુગાર અટકાયતી અધિનિયમ 4, 5 હેઠળ એક શખ્સ સામે મોડી રાતે સવા અગિયાર કલાકે ફરિયાદ નોંધી હતી. ફરિયાદ અનુસાર કૉન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, બોડકદેવ સિંધુ ભવનની સામે રહેતો શખ્સ Bullet 24 એપ્લિકેશન થકી લાઈવ મેચ જોઈને સટ્ટો રમાડી-રમી રહ્યો છે. પીએસઆઈ બી. સી. રાજોરા (PSI B C Rajora) એએસઆઈ ગૌરાંગકુમાર, કિશનભાઇ, PC ધર્મેન્દ્રસિંહ, LR તેજપાલસિંહ, સોનલબહેન બે પંચ ના સ્ટાફે દરોડો પાડી એક લેપટોપ અને 4 મોબાઈલ ફોન કબજે લીધા હતા. પકડાયેલો શખ્સ ક્રિકેટના લાઈવ સેશનના ભાવ ફોન દ્વારા જણાવી સટ્ટો રમાડતો હોવાનું દર્શાવ્યું હતું. Bullet 24 Application સાગર પાસેથી મેળવી હોવાનું FIR માં દર્શાવ્યું છે.

Advertisement

ગણતરીના કલાકોમાં જામીન મુક્ત

જુગાર અટકાયતી અધિનિયમ 4, 5 હેઠળ પકડાયેલા આરોપીઓને જેવો "વ્યવહાર" તેવી "સગવડ" પોલીસ આપતી હોય છે. પ્રાપ્ત માહિતી અનુસાર ક્રિકેટ સટ્ટાના કેસમાં આરોપીને 12 એપ્રિલની રાતે નવેક કલાકે શાહીબાગ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (Cyber Crime Police Station) ખાતે લાવવામાં આવ્યો હતો. પીએસઆઈ રાજોરા, ASI ગૌરાંગ અને PI પટેલના કથિત વહીવટદાર HC અમથા પટેલે કેસ નહીં કરવા પેટે 50 લાખ રૂપિયા માગ્યા હતા. આરોપીએ આટલી મોટી રકમ આપવાની ના પાડતા આખરે નાની રકમમાં તુરંત જામીન મુક્ત કરવાનો સોદો થયો અને વહેલી પરોઢે 4 કલાકે આરોપીને રવાના કરી દેવાયો.

રાકેશ નામના વ્યાજખોરે પડાવી રેડ

Gujarat ACB એ રૂપિયા 10 લાખના લાંચ કેસમાં ASI ગૌરાંગ ગામેતી HC અમથા પટેલની ધરપકડ કરી છે. જ્યારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ બાબુલાલ પટેલ હાથ લાગ્યા નથી. કેસનું ચાર્જશીટ વહેલું કરી આપવા પેટે લેવાયેલી લાંચના કેસમાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર પીઆઈ બી. એમ. પટેલે અમદાવાદ શહેર (Ahmedabad City) ના એક વ્યાજખોરના ઈશારે ક્રિકેટ સટ્ટા બેટિંગનો કેસ કર્યો છે. સાયન્સ સિટી રોડ પર ઑફિસ ધરાવતો રાકેશ તેના સમાજના પોલીસ અધિકારીઓના નામે વ્યાજખોરીનો ધંધો બેખૌફ ચલાવી રહ્યો છે. ગાંધીનગર પોલીસ ભવન (Gandhinagar Police Bhavan) થી લઈને સોલા પોલીસ સ્ટેશન (Sola Police Station) સુધીના સંપર્કો ધરાવતો રાકેશ અધિકારીઓના કરોડો રૂપિયા પઠાણી વ્યાજે ધીરે છે. કરોડો રૂપિયાની જમીનના વેચાણ પેટે બાકી મોટી રકમ રાકેશ ચૂકવતો નહીં હોવાથી લેણદાર શખ્સે ના કહેવાના શબ્દો કહ્યા હતા. આથી રાકેશે પીઆઈ પટેલ સાથે સાંઠગાંઠ કરી ક્રિકેટ સટ્ટા બેટિંગનો કેસ અને ત્યારબાદ ફોનમાંથી મળેલા નંબરોના આધારે અનેક લોકોના તોડ કરાવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે.

પીઆઈ ફરાર, લાંચીયા સાગરીતો સકંજામાં

ગત સોમવારે Ahmedabad City માં ટ્રેપ ગોઠવી Gujarat ACB એ બે પોલીસ કર્મચારીઓને 10 લાખ રૂપિયાની લાંચ લેતા પકડ્યા હતા. સટ્ટાના મામૂલી કેસમાં પીઆઈ બાબુલાલ પટેલે (PI Babulal Patel) લાખો રૂપિયાની લાંચ માગી હતી. રકઝકના અંતે 10 લાખ રૂપિયા નક્કી થતાં તે લેવા સિંધુ ભવન હોલ પાસે પહોંચેલા HC અમથા કુવરાભાઇ પટેલ અને ASI ગૌરાંગ દિનેશભાઇ ગામેતીને Team ACB એ રંગે હાથ ઝડપી લીધા હતા. એસીબીના અધિકારીઓ તોડકાંડના મહારથી સુધી પહોંચે તે પહેલાં PI B M Patel ફરાર થઈ ગયા અને આજદીન સુધી હાથ લાગ્યા નથી.

આ પણ  વાંચો - Ahmedabad : પાર્ટ ટાઈમ પત્રકારની સોપારી આપી કોણે કરાવી હત્યા ?

આ પણ  વાંચો - Ahmedabad Police : મુદ્દામાલના રોકડ 53.65 લાખ ASI ચાંઉ કરી ગયા

આ પણ  વાંચો - ​Cricket Betting : સટ્ટોડીયા કર્મચારીએ મહિલા મેનેજરની મદદથી બેંકને લગાવ્યો 3 કરોડનો ચૂનો

Tags :
Advertisement

.

×