Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મેરિટાઈમ બૉર્ડના સંવેદનશીલ દસ્તાવેજો પત્રકાર Mahesh Langa ને આપનારા આરોપીનું બીમારીનાં કારણે મોત

સાબરમતી જેલમાં ધકેલી દેવાયેલા આરોપી નિશિત જાનીની ગઈકાલે તબિયત લથડતા તેમને સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યાં તેમનું મોત નિપજ્યું છે.
મેરિટાઈમ બૉર્ડના સંવેદનશીલ દસ્તાવેજો પત્રકાર mahesh langa ને આપનારા આરોપીનું બીમારીનાં કારણે મોત
Advertisement

Mahesh Langa : મેરિટાઈમ બૉર્ડમાં ટેન્ડર અને પૉર્ટની સંવદેનશીલ માહિતી લીક કરવાના કેસમાં દસેક દિવસ અગાઉ જેલમાં ધકેલાયેલા આરોપીનું સારવાર દરમિયાન મોત થયું છે. ગત 17 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર પોલીસે દસ્તાવેજ ચોરી કરવાના કેસમાં GMB ના કર્મચારીની ધરપકડ કરી તપાસ આગળ ધપાવી હતી. સાબરમતી જેલમાં ધકેલી દેવાયેલા આરોપી નિશિત જાની (Nishit Jani GMB) ની ગઈકાલે તબિયત લથડતા તેમને સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યાં તેમનું મોત નિપજ્યું છે. આ ચર્ચાસ્પદ કેસના આરોપી Mahesh Langa ની ક્યારે થશે ધરપકડ ? વાંચો આ અહેવાલ...

Mahesh Langa સહિત અન્ય સામે નોંધાઈ હતી FIR

મેરિટાઈમ બૉર્ડમાંથી કેટલાંક સંવેદનશીલ દસ્તાવેજો લીક થયાની માહિતીના આધારે કરાયેલી તપાસમાં આ વાતને સમર્થન મળ્યું હતું. જેના આધારે ઑક્ટોબર-2024માં ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશન (Gandhinagar Sector 7 Police Station) ખાતે મેરિટાઈમ બૉર્ડના કલાસ-વન અધિકારીએ Mahesh Langa સહિત અન્યની સામે ફરિયાદ આપી હતી. ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2), 306, 316(5), 61(2) અને લાંચ રૂશ્વત અટકાયત એક્ટની કલમ 7(એ), 8(1), 12,13(1) અને 12(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસની તપાસ ગાંધીનગર એસડીપીઓને સોંપવામાં આવી હતી.

Advertisement

Mahesh Langa આ કેસમાં કેમ બન્યાં આરોપી ?

200 બોગસ કંપનીઓ બનાવી કરોડો રૂપિયાનો GST Scam આચરનારા રાષ્ટ્રીય અખબારના પત્રકાર મહેશ લાંગા (Journalist Mahesh Langa) સહિત ચાર શખ્સોની ગત ઑક્ટોબર મહિનામાં ધરપકડ કરાઈ હતી. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) મહેશ લાંગાના ઘરે તપાસ કરી ત્યારે ટીમને મેરિટાઈમ બૉર્ડના કેટલાંક દસ્તાવેજો મળી આવ્યા હતા. જે દસ્તાવેજો અંગેની જાણકારી Gujarat Maritime Board ને આપવામાં આવી અને તેની તપાસમાં GMB ના કર્મચારી/અધિકારીએ માહિતી લીક કરી હોવાની વાત સામે આવી હતી. અત્રે નોંધનીય છે કે, લીક થયેલાં દસ્તાવેજો ઑગસ્ટ-2024માં વિપક્ષ પાસે પહોંચતા વિવાદ અને ખુલાસાઓ થયા હતા.

Advertisement

મૃતક નિશિત જાનીને હતી ગંભીર બિમારી

મેરિટાઈમ બૉર્ડની ઑફિસમાંથી ટેન્ડર અને પૉર્ટની સંવદેનશીલ માહિતી લીક થયાના પુરાવા પોલીસને હાથ લાગતા ગાંધીનગર જિલ્લા પોલીસની અડધો ડઝન જેટલી ટીમ મેરિટાઈમ ઑફિસમાં દોડી ગઈ હતી. તપાસમાં Gujarat Maritime Board ના કર્મચારી નિશિત જાની (રહે. અમદાવાદ)ની સંડોવણી સામે આવી હતી. Nishit Jani ને ફેફસાંની ગંભીર બિમારી હોવાથી તેઓ ગત જાન્યુઆરી મહિનાથી સારવાર હેઠળ હતાં. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં નિશિત જાનીએ નોકરી પર હાજર થયા હતા. જેની જાણકારી તપાસ અધિકારી DySP Divyaprakash Gohil ને મળતા તેમણે તબીબનો અભિપ્રાય મેળવી ગત 17 સપ્ટેમ્બરની રાતે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં તેમને સાબરમતી જેલ (Sabarmati Jail) માં મોકલી અપાયા હતા. નિશિત જાનીની તબિયત લથડતા તેમને જેલમાંથી સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયા હતા અને ગત રાત્રિના તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

આ પણ વાંચો - દક્ષિણ ભારતમાં થયેલી કરોડોની Angadia Robbery કેસમાં ત્રણ ઝડપાયા, લાખો રૂપિયા કબજે થયા

પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરવા પોલીસ પ્રયત્નશીલ

મેરિટાઈમ બૉર્ડના દસ્તાવેજો ચોરી (GMB Documents Leak) કરવાના મામલામાં બે આરોપીઓ પોલીસ તપાસમાં સામે આવ્યા છે. નિશિત જાનીએ પત્રકાર મહેશ લાંગાને મેરિટાઈમ બૉર્ડના દસ્તાવેજો આપ્યા હોવાનું તપાસમાં ખૂલ્યું છે. દસ્તાવેજો પેટે નિશિત જાનીને મોટો લાભ પણ મળ્યો હતો. થોડાક મહિનાઓ અગાઉ ગુજરાત હાઇકૉર્ટે (Gujarat High Court) જેલમાં કેદ મહેશ લાંગાને આ કેસમાં આગોતરા જામીન આપ્યા છે. જો કે, તપાસ અધિકારીએ આરોપી મહેશ લાંગાના આગોતરા જામીન રદ કરાવવા સુપ્રીમ કૉર્ટ (Supreme Court) માં કરેલી અરજીની સુનાવણી આગામી મહિને રાખવામાં આવી છે.

આ પણ વાંચો - Surat: AAP MLA ગોપાલ ઈટાલિયા અને નિખિલ દોંગાની સૂચક મુલાકાતથી રાજકારણમાં ગરમાવો

Tags :
Advertisement

.

×