Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાયબર ફ્રોડના કરોડોના હવાલા કરતી ટોળકીના સાગરીત Gangster Bhura Munja ની પત્ની હીરલબા સહિત બેની અમદાવાદ સાયબર સેલે કરી ધરપકડ

ગેંગસ્ટર ભૂરા મુંજાની બીજી પત્ની હીરલબા જાડેજા/કડછા કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના કેસોમાં એક પછી એક જેલના સળિયા ગણી રહી છે. દેશભરના નાગરિકોને છેતરીને અધધ રૂપિયાની છેતરપિંડીના અનેક કેસમાં હીરલબા ભૂરા મુંજા જાડેજાએ કરોડો રૂપિયા વિદેશ મોકલવાની ચેઈનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. પોરબંદર, જુનાગઢ સાયબર સેલ બાદ હવે અમદાવાદ સાયબર સેલે હીરલબાની ધરપકડ કરી છે.
સાયબર ફ્રોડના કરોડોના હવાલા કરતી ટોળકીના સાગરીત gangster bhura munja ની પત્ની હીરલબા સહિત બેની અમદાવાદ સાયબર સેલે કરી ધરપકડ
Advertisement

પોરબંદરના ગેંગસ્ટર સરમણ મુંજા (Gangster Saraman Munja) અને ભૂરા મુંજાનો એક સમયે જમાનો હતો. સરમણ મુંજાની હત્યાનો બદલો લેવા માટે ભૂરા મુંજા ઈંગ્લેન્ડથી પરત આવી દુશ્મનનો ખાત્મો બોલાવી દે છે. આ પરિવારના સભ્યો પર ફિલ્મ પણ બની છે. આ વાત અહીં એટલે જરૂરી છે કે, ગેંગસ્ટર ભૂરા મુંજા (Gangster Bhura Munja) ની બીજી પત્ની હીરલબા જાડેજા/કડછા (ઉ.60) કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના કેસોમાં એક પછી એક જેલના સળિયા ગણી રહી છે. દેશભરના નાગરિકોને છેતરીને અધધ રૂપિયાની છેતરપિંડીના અનેક કેસમાં હીરલબા ભૂરા મુંજા જાડેજા (Hiralba Bhura Munja Jadeja) એ કરોડો રૂપિયા વિદેશ મોકલવાની ચેઈનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. પોરબંદર, જુનાગઢ સાયબર સેલ બાદ હવે અમદાવાદ સાયબર સેલે હીરલબાની ધરપકડ કરી છે. કરોડોના હવાલાના રેકેટમાં હીરલબા જાડેજાનો ભાગીદાર મુંબઈનો નૈતિક માવાણી અનેક કેસમાં વૉન્ટેડ છે. અત્રે નોંધનીય છે કે, કરોડો રૂપિયાની હેરફેર અને હવાલા કરવામાં હીરલબા જાડેજા તગડું કમિશન મેળવતી હતી.

Gangster Bhura Munja ના બીજા પત્ની છે હીરલબા

1980ના દાયકામાં ગેંગસ્ટર ભૂરા મુંજા (Gangster Bhura Munja) જેલમાંથી બીમારીના બહાને સારવાર માટે સરકારી હૉસ્પિટલમાં આવતા તે સમયે લોહાણા જ્ઞાતિનાં ચૌલાબહેનના પરિચયમાં આવ્યા અને તેમણે લગ્ન કર્યાં હતાં. વર્ષ 1995ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુતિયાણાથી અપક્ષ ચૂંટણી લડીને ભૂરા મુંજા ધારાસભ્ય (Bhura Munja MLA) બન્યાં. બાદમાં શંકરસિંહ વાઘેલાના રાજકીય બળવામાં તેઓ શંકરસિંહની સાથે રહ્યાં હતાં. આ સમય દરમિયાન તેમને એક કાઠી દરબારનાં દીકરી હંસાબહેન ખાચર ઉર્ફે હીરલબા સાથે પરિચય થયો હતો અને બંનેએ ભારતમાં લગ્ન પણ કર્યાં. ભૂરા મુંજાનાં પ્રથમ પત્ની ચૌલાબહેન વિદેશ રહે છે.

Advertisement

હીરલબાનો ભાંડો કેવી રીતે ફૂટ્યો ?

Gangster Bhura Munja ના પત્ની હીરલબા જાડેજા સામે અપહરણ કરી ખંડણી વસૂલવાનો તેમજ વ્યાજખોરીનો કેસ નોંધાઈ ચૂક્યો છે. વિદેશમાં કામ કરતી એક મહિલાએ સોશિયલ મીડિયા પર વીડિયો અપલૉડ કરીને હીરલબા જાડેજા અને તેમના માણસો પર પરિવારજનોનું અપહરણ કરીને ખંડણી વસૂલી કરવાનો આરોપ મૂક્યો હતો. આ કેસમાં Porbandar Police એ હીરલબાના સુરજ પેલેસ, ઝવેરી બંગ્લોઝ ખાતે રેડ પાડી ત્યારે અનેક બેંક એકાઉન્ટની માહિતી મળી હતી. જે પૈકી કેટલાંક બેંક ખાતામાં સાયબર ફ્રોડના નાણા જમા (Bank Accounts Used In Cyber Fraud) કરાવવા માટે ઉપયોગમાં લેવાયા હતા. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પોરબંદરે (Cyber Crime Police Station Porbandar) આ મામલાની તપાસ કરતા તેના સૂત્રધાર હીરલબા જાડેજા સહિતના શખસો હોવાનું સામે આવતા તેમની ધરપકડ કરાઈ હતી.

Advertisement

Cyber_Fraud_Gand_member_Sachin_Maheta_and_Gangster_Bhura_Munja_wife_Hiralba_Jadeja_arrest_by_Ahmedabad_Cyber_Crime_Police

હીરલબા સહિત બેની છેતરપિંડીના કેસમાં ધરપકડ

પોરબંદર અને જુનાગઢ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા Cyber Fraud ના કેસમાં ધરપકડ હીરલબા જાડેજાની ધરપકડ થઈ ચૂકી છે. શેર માર્કેટમાં રોકાણ કરવાના નામે 31.59 લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે સપ્ટેમ્બર-2024માં નોંધાયો હતો. મોતીલાલ ઓસવાલ ઈન્વેસ્ટમેન્ટ કલબના નામે વૉટસએપ ગ્રુપ બનાવીને અમદાવાદના એક્યુપ્રેશર થેરાપીસ્ટ સુરજ પટેલને છેતરીને રોકાણ તેમજ ફીના નામે છેતર્યા હતા. સુરજ પટેલે આપેલી ફરિયાદની તપાસમાં છેતરપિંડીના નાણા હીરલબા જાડેજા અને ફરાર નૈતિક માવાણીએ ઉભી કરેલી બોગસ પેઢીના બેંક એકાઉન્ટમાં ગયા હતા. આ મામલામાં હીરલબા અને સચિન કનકરાય મહેતા (મુંબઈ)ની ધરપકડ કરી જેલ હવાલે કરી દેવાયા છે. જ્યારે આ કેસનો માસ્ટર માઈન્ડ નૈતિક માવાણી ફરાર છે. હીરલબા સામે હરિયાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ચાલુ વર્ષે એક ગુનો નોંધાયો છે.

અઢી મહિનામાં 139 કરોડની હીરલબાએ કરી હેરફેર

આર્થિક રીતે સુખી સંપન્ન Gangster Bhura Munja ના પત્ની હીરલબા જાડેજા ધાર્મિક તહેવારો દરમિયાન જરૂરિયાતમંદોને મદદ કરતા હતા. કરોડોની સંપત્તિ ધરાવતા હીરલબા જાડેજા સામે વ્યાજે રૂપિયા આપવા અને અપહરણ-ખંડણી જેવા કેસ નોંધાયેલા છે. વર્ષ 2024માં મુંબઈના નૈતિક માવાણી (Naitik Mavani Mumbai) ના સંપર્કમાં આવેલા હીરલબાને ભાડાના બેંક એકાઉન્ટનો ધંધો મલાઈદાર લાગતા તેમણે વર્ષ 2024માં ઠગ ટોળકી સાથે હાથ મિલાવી લીધા હતા. ગેંગસ્ટરના પત્ની એવા હીરલબા જાડેજાએ પોતાની ધાકના જોરે અને કેટલાંકને લાલચમાં લપેટીને બેંક એકાઉન્ટ ખોલાવડાવ્યા. અમદાવાદ સાયબર સેલ (Ahmedabad Cyber Cell) ખાતે નોંધાયેલા કેસમાં જુનાગઢની વિઠ્ઠલ પલ્સ નામની બોગસ પેઢીમાં Cyber Fraud ના રૂપિયા ગયા હતા. પેઢીના બે બેંક એકાઉન્ટની તપાસ કરતા એક એકાઉન્ટમાં 25 જુલાઈ 2024 થી 13 ઑક્ટોબર 2024 દરમિયાન 129 કરોડ 68 લાખ જમા થયા અને 128 કરોડ 89 લાખ ઉપાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે બીજા એકાઉન્ટમાં 9 ઑગસ્ટ 2024 થી 20 ઑક્ટોબર 2024 દરમિયાન 9 કરોડ 74 લાખ જમા થયા અને 9 કરોડ 69 લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા. બોગસ પેઢી જે દુકાનોમાં ખોલવામાં આવી હતી તેની માલિકી હીરલબા જાડેજાની હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું છે.

આ પણ વાંચો :   મોટા આતંકી હુમલા માટે ફંડ અને હથિયારો એકત્ર કરતા ત્રણ આતંકીઓને Gujarat ATS એ ઝડપ્યા, ત્રણ વિદેશી પિસ્તોલ અને 30 કારતૂસ મળ્યાં

Tags :
Advertisement

.

×