ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad Police નો જાદુ : આરોપીઓએ 8 ગુના કબૂલ્યાં, માત્ર એક FIR ચોપડે મળી

Ahmedabad Police : મિલકત સંબંધી, શરીર સંબંધી કે પછી સાયબર ક્રાઈમની ઘટના હોય. અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) ને ફરિયાદ નોંધતા જોર આવે છે. ગુનેગારોને અંકુશમાં રાખવા અને તેની સામે કાનૂની કાર્યવાહી કરવા તેમજ સજા અપાવવા માટે પોલીસ ફરિયાદ મુખ્ય...
03:07 PM Dec 28, 2024 IST | Bankim Patel
Ahmedabad Police : મિલકત સંબંધી, શરીર સંબંધી કે પછી સાયબર ક્રાઈમની ઘટના હોય. અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) ને ફરિયાદ નોંધતા જોર આવે છે. ગુનેગારોને અંકુશમાં રાખવા અને તેની સામે કાનૂની કાર્યવાહી કરવા તેમજ સજા અપાવવા માટે પોલીસ ફરિયાદ મુખ્ય...
Ahmedabad Police

Ahmedabad Police : મિલકત સંબંધી, શરીર સંબંધી કે પછી સાયબર ક્રાઈમની ઘટના હોય. અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) ને ફરિયાદ નોંધતા જોર આવે છે. ગુનેગારોને અંકુશમાં રાખવા અને તેની સામે કાનૂની કાર્યવાહી કરવા તેમજ સજા અપાવવા માટે પોલીસ ફરિયાદ મુખ્ય શસ્ત્ર છે. જો કે, ઓછો ક્રાઈમ રેટ દર્શાવવા Ahmedabad Police વર્ષો પૂરાણો બર્કિંગ (ચોપડે ફરિયાદ નહીં નોંધવી) નો નુસ્ખો કામે લગાડે છે. ક્રાઈમ રેટ ઘટાડવાની મોડસ ઑપરેન્ડી માત્ર અમદાવાદ પોલીસ નહીં, પરંતુ રાજ્યભરની પોલીસ (Gujarat Police) અપનાવી રહી છે. શટલ રિક્ષામાં પ્રવાસ કરતા પેસેન્જરોના ખિસ્સા ખાલી કરી નાંખતી એક ટોળકીનો અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તાજેતરમાં પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) 8 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે, પરંતુ નારોલ પોલીસ સ્ટેશન (Narol Police Station) ના ચોપડે માત્ર એક ફરિયાદ નોંધાઈ છે. અત્રે નોંધનીય છે કે, ચોરી-લૂંટના કેસમાં ભોગ બનનારા પરપ્રાંતીય તેમજ અમદાવાદ બહાર રહેનારા લોકોની ફરિયાદ પોલીસ ચોપડે નહીં નોંધી સબ સલામત હોવાનો ડોળ કરે છે.

નારોલ પોલીસે 327 દિવસ બાદ ચોરીની ફરિયાદ નોંધી

નારોલ પોલીસની હદમાં બનેલી ઘટનાની ફરિયાદ 327 દિવસ બાદ નોંધાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના વતની અજયકુમાર સાગઠીયા ગત 27 જાન્યુઆરીના રોજ અમદાવાદ આવ્યા ત્યારે શટલ રિક્ષામાં પીપળજ દેવ હૉટેલ ચાર રસ્તા પાસેથી સાણંદ ચોકડી જવા નીકળ્યા હતા. થોડેક આગળ ગયા બાદ પેસેન્જર અજયકુમારને બહાનું કરી રિક્ષામાંથી ઉતારી દઈ રિક્ષા ચાલક અને તેના પેસેન્જરના સ્વાંગમાં બેસેલા શખ્સો ફરાર થઈ ગયા હતા. રિક્ષામાંથી ઉતાર્યા બાદ અજયકુમારને 15 હજાર રોકડા અને પોતાના ઓળખપત્રો સાથેનું પર્સ ચોરાઈ ગયું હોવાની જાણ થતાં તેમણે નારોલ પોલીસ (Narol Police) નો સંપર્ક કર્યો હતો. જો કે, નારોલ પોલીસે તેમની ફરિયાદ નોંધ્યા વિના તેમની અરજી લઈને રવાના કરી દીધા હતા. સૂત્રો પાસેથી મળેલી હકીકત અનુસાર પેસેન્જરોને ખંખેરી લેતી ટોળકીના બે સભ્યો ક્રાઈમ બ્રાંચે પકડ્યા હોવાની જાણ થતાં ગત 19 ડિસેમ્બરના રોજ અજય સાગઠીયાની વિધિવત ફરિયાદ નારોલ પોલીસે નોંધી હતી.

આ પણ વાંચો: સરકારી શાળાનાં Teacher ના લાખો-કરોડોના હવાલા અને સંપત્તિની થશે તપાસ

ચાર મહિનામાં 7 મુસાફરોના 3.26 લાખ ચોરી લીધા

સુરત પોલીસ (Surat Police) ના ચોપડે પંકાયેલા અસ્લમુદીન ઈનામદાર ઉર્ફે મનુ અને એકનાથ કેદાર ઉર્ફે દાદુ છેલ્લાં એકાદ વર્ષથી અમદાવાદમાં હાથ અજમાવી રહ્યાં હતા. ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે અસ્લમુદીન અને એકનાથને 14 હજાર રોકડા સાથે પકડી પાડી નારોલ પોલીસને સોંપ્યા છે. આ બંને આરોપીઓએ તેમના રિક્ષા ચાલક સાગરિત સાથે મળીને નારોલ પોલીસ સ્ટેશનની હદમાં ચાર મહિનામાં 7 મુસાફરોના 3.26 લાખ રોકડા ચોરી લીધા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.

નારોલ તેમજ આસપાસના પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ બ્રાંચે કરી તપાસ

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીઆઈ જે. કે. મકવાણા (PI J K Makwana) ની ટીમે મહા મહેનતે પેસેન્જરોના ખિસ્સા હળવા કરતી ટોળકીના બે સભ્યોને પકડ્યા હતા. પકડાયેલા બંને આરોપીઓએ કરેલી કબૂલાત અનુસાર 11 મહિનામાં 8 અને છેલ્લાં ચાર મહિનામાં ચોરીની 7 ઘટનાને અન્ય એક રિક્ષા ચાલક સાથી સાથે મળીને અંજામ આપ્યો હતો. આરોપીઓની કબૂલાત બાદ Ahmedabad DCB ની ટીમે નારોલ પોલીસ સ્ટેશન તેમજ આસપાસના અન્ય પોલીસ સ્ટેશનમાં ચોરી થયા અંગેની ફરિયાદ કે અરજીની તપાસ કરી હતી. જો કે, ટીમ ક્રાઈમ બ્રાંચને માત્ર એક જ ફરિયાદની માહિતી નારોલ પોલીસ સ્ટેશન ખાતેથી મળી છે. અત્રે નોંધનીય છે કે, અન્ય સાત ગુનાઓમાં એકપણ ફરિયાદ Ahmedabad Police ના ચોપડે નોંધાઇ નથી.

આ પણ વાંચો: DGP સામે બાંયો ચઢાવનારા વહીવટદારો Nirlipt Rai સામે ઘૂંટણિયે કેમ પડ્યા ?

Tags :
Ahmedabad Crime BranchAhmedabad DCBAhmedabad PoliceBankim PatelGujarat FirstGujarat PoliceNarol Police StationPI J K MakwanaSurat Police
Next Article