Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Botad Police પર હડદડ ગામે હિંસક હુમલા બાદ આપના નેતાઓ, હોદ્દેદારો સહિત 85 સામે નામ જોગ ફરિયાદ, અનેકની ધરપકડ

તંત્રની મંજૂરી વિના આપ સમર્થક ખેડૂત મહાપંચાયત કાર્યક્રમ દરમિયાન Botad Police ને હિંસક ટોળાએ નિશાન બનાવી હતી. AAP ના નેતા/હોદ્દેદારોની ઉશ્કેરણીના કારણે ટોળાએ ભારે પથ્થરમારો ડીવાયએસપી, પીઆઈ સહિત 4 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચાડી પોલીસના વાહનોમાં તોડફોડ કરી ભયનો માહોલ ફેલાવ્યો હતો. આ મામલે પોલીસે અનેક ગંભીર કલમો સાથે 85 શખ્સો સામે નામ જોગ ફરિયાદ નોંધી છે.
botad police પર હડદડ ગામે હિંસક હુમલા બાદ આપના નેતાઓ  હોદ્દેદારો સહિત 85 સામે નામ જોગ ફરિયાદ  અનેકની ધરપકડ
Advertisement

ખેડૂતો પાસે કપાસના ભાવમાં થતાં કડદા અંગેની માર્કેટિંગ યાર્ડમાં રજૂઆત કર્યા બાદ હરાજી અટકાવી દઈ આપ સમર્થક ખેડૂત મહાપંચાયત (Khedut Mahapanchayat Botad) કાર્યક્રમનું બોટાદ જિલ્લાના હડદડ ગામે આયોજન કરાયું હતું. તંત્રની મંજૂરી વિના આમ આદમી પાર્ટીના નેતાઓની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન બોટાદ પોલીસ (Botad Police) ને ટોળાએ નિશાન બનાવી હતી. AAP ના નેતા/હોદ્દેદારોની ઉશ્કેરણીના કારણે ટોળાએ ભારે પથ્થરમારો ડીવાયએસપી, પીઆઈ સહિત 4 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચાડી પોલીસના વાહનોમાં તોડફોડ કરી ભયનો માહોલ ફેલાવ્યો હતો. આ મામલે બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન (Paliyad Police Station Botad) ખાતે અનેક ગંભીર કલમો સાથેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Botad Police એ વહેલી પરોઢે ચોપડે ફરિયાદ નોંધી

આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા (Raju Karpada), પ્રવિણ રામ (Pravin Ram) એક મહિલા સહિતના નેતા/હોદ્દેદારોના નામ જોગ ફરિયાદ નોંધી છે. પાળીયાદ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ડી.વાંદા (PI P D Vanda) એ નોંધાવેલી ફરિયાદમાં આપના નેતા/હોદ્દેદારો સહિત 85 શખ્સોના નામ દર્શાવવામાં આવ્યાં છે. આપના નેતા/હોદ્દેદારોએ પૂર્વ આયોજીત કાવતરૂં રચીને સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી ઉશ્કેરણીજનક ભાષણો આપી ટોળાને ઉશ્કેર્યું હતું. ઉશ્કેરાયેલા શખ્સોએ આડેધડ પથ્થરમાર, રેતી ભરેલી બૉટલો, ઈંટોના ટુકડા ફેંકી પોલીસના વાહનોમાં તોડફોડ કરી તેને પલટાવી પ્રજામાં ભયનો માહોલ પેદા કર્યો હતો. ટોળાએ કરેલા હિંસક હુમલામાં ડીવાયએસપી મહર્ષિ રાવલ (Maharshi Raval DySP) એલસીબી પીઆઈ એ.જી.સોલંકી (PI A G Solanki), એએસઆઈ ભગીરથસિંહ લીંબોલા અને કૉન્સ્ટેબલ રોહિતકુમાર લાધવાને ઈજાઓ પહોંચાડી હતી. રોહિત લાધવા અને પીઆઈ સોલંકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બોટાદના જાહેરનામાનો ભંગ કરીને તોફાની ટોળાએ સરકારી મિલકતને 6 લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે.

Advertisement

Advertisement

Botad Police એ સુરેન્દ્રનગર, બોટાદના શખ્સો પકડ્યા

તંત્રની મંજૂરી વિના યોજાયેલા આપ સમર્થક ખેડૂત મહાપંચાયત કાર્યક્રમ (AAP-supporting Kishan Mahapanchayat) માં નેતા/હોદ્દેદારોએ ઉશ્કેરણીજનક ભાષણ કરતા ટોળું હિંસક બન્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પ્રયત્નશીલ Botad Police પર ટોળાએ હિંસક હુમલો કરતા પોલીસ પણ એકશનમાં આવી હતી. ટોળાને વિખેરવા પોલીસે ટીયરગેસના સેલ તેમજ લાઠીચાર્જનો સહારો લેવો પડ્યો હતો. બોટાદ જિલ્લા પોલીસે હુમલા સ્થળેથી 65 તોફાની તત્વોને ઝડપી લીધા હતા. જેમાં મોટાભાગના સુરેન્દ્રનગર જિલ્લાના રહીશ છે. પોલીસ ફરિયાદમાં બોટાદ, પાટણ, રાજકોટ તેમજ જુનાગઢ જિલ્લાના શખ્સોના નામ સામેલ છે.

પોલીસ ફરિયાદમાં દર્શાવાયેલા આરોપીની યાદી

આ પણ વાંચો - Botad: હડદડ ગામે પોલીસ અને AAP વચ્ચે ઘર્ષણ મામલે જાણો અપડેટ સમાચાર

Tags :
Advertisement

.

×