Fake IPS : ગમારા પરિવારે સ્ટેજ પર જેનું સન્માન કર્યું તે IPS નકલી નીકળ્યો, Police Officer ની નોકરીના નામે ચૂનો લગાવ્યો
પોલીસ અધિકારી તરીકે નોકરી અપાવવાની લાલચ આપીને પ્રથમ લાખો અને બાદમાં કરોડો રૂપિયા ખંખેરનારો શખસ નકલી આઈપીએસ અધિકારી (Fake IPS Officer) નીકળ્યો છે. રાજકોટના એક ખેડૂત કમ પશુપાલકના મોટા પુત્રને PSI અને DSP ની નોકરીનું પ્રલોભન આપનારા નકલી આઈપીએસ સહિત બે શખસોએ 1.48 કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. Rajkot Crime Branch એ આ મામલે બંને શખસોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. નકલી આઈપીએસ બનીને ફરતા આ શખસના સંપર્કો આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ સાથે હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેના પગલે પોલીસે તે દિશામાં પણ તપાસ આરંભી છે. કોણ છે આ નકલી આઈપીએસ અને કેવી રીતે આચરી છે ઠગાઈ ? વાંચો આ અહેવાલ...
Fake IPS Officer નો પરિચય ખેડૂતને કોણે કરાવ્યો ?
રાજકોટ તાલુકાના નવા ગામે રહેતા અને ખેતી તેમજ પશુપાલનનો વ્યવસાય કરતા જીલુભાઈ ભગાભાઈ ગમારાને ત્રણ પુત્રો રાહુલ (ઉ.25), રોહિત (ઉ.23) અને રાકેશ (ઉ.21) છે. ક્રાઈમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર જીલુભાઈ 10 વર્ષ અગાઉ દ્વારકા દર્શનાર્થે ગયા ત્યારે તેમનો પરિચય જ્ઞાતિ બંધુ હરિભાઈ ગમારા (રહે. ઘેટી, તા.પાલીતાણા) સાથે થયો હતો. વર્ષ 2021-22માં હરિ ગમારા જીલુભાઈના ઘરે આવ્યા હતા અને "પીએસઆઈની ભરતી ચાલુ છે. દીકરાને PSI માં પાસ કરાવવો હોય તો કહેજો મારી પાસે લાગવગ છે". ત્યારબાદ Fake IPS વિવેક પ્રવીણભાઈ દવે ઉર્ફે વિકી દવે સાથે વાત કરાવી હતી. જીલુભાઈએ મોટા દીકરા રાહુલને PSI Job અપાવવા 50 લાખના ખર્ચ સામે એડવાન્સમાં 15 લાખ આપ્યા હતા. પરંતુ પીએસઆઈ મેરિટ (Gujarat PSI Result) જાહેર થતાં રાહુલનું નામ નહીં આવતા ખર્ચ પેટે 1 લાખ કાપીને 14 લાખ પરત કર્યા હતા.
ડીએસપીનો ઑર્ડર કરાવવા Fake IPS એ નાટક રચ્યું
"ભારત સરકારના મંત્રીઓ સાથે સંબંધ ધરાવતા વિવેક દવે ઉર્ફે વિકી દવે (Vivek Dave alias Vicky Dave) ડાયરેક્ટ DSP નો ઑર્ડર કરાવી આપશે, પરંતુ આ વખતે 2.36 કરોડ થશે" તેમ કહીને હરિ ગમારાએ જીલુભાઈને લાલચમાં ફસાવ્યા હતા. અગાઉના રૂપિયા પરત આવી ગયા બાદ વિશ્વાસમાં આવી ગયેલા જીલુભાઈએ એડવાન્સના 50 લાખ પૈકી 37,76,366 રૂપિયા વિવેક દવે ઉર્ફે વિકી દવે અને આંબાભાઈ ગમારાના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. રાહુલ ગમારા ઉપરાંત નવેક લોકોને દિલ્હી ખાતે પણ લઈ જવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. હરિ ગમારાએ DSP Job Order તૈયાર છે. પૈસા તાત્કાલિક આપવા પડશે તેમ કહેતાં જીલુભાઈએ 1,98,23,634 રૂપિયા રોકડા ચૂકવી દીધા હતા. થોડાક દિવસ બાદ હરિ ગમારાએ વધુ 10 કરોડ આપવા પડશે તેમ કહેતા જીલુભાઈએ રૂપિયા પાછા માગતા ગઠીયાઓએ રૂપિયા 88 લાખ રોકડા પરત કર્યા હતા. બાકીની રકમ અંગે વિવેક દવેએ ઑગસ્ટ-2024માં હાથ ઉછીના રૂપિયાનો સમજૂતી કરાર લખી આપી 74-74 લાખના બે ચેક આપ્યા હતા. જે રકમ પરત નહીં મળતા રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં હરિ ગમારા (Hari Gamara) અને વિવેક દવે ઉર્ફે વીકી સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.
Fake IPS નું ગમારા સમાજ સન્માન કરી ચૂક્યો છે
ઑક્ટોબર 2022માં સમસ્ત ગમારા પરિવાર આયોજીત શ્રીમદ ભાગવત કથા દરમિયાન નકલી આઈપીએસ વિકી દવે (પાલીતાણા) ને જીલુભાઈ ગમારાએ આમંત્રણ આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાઉન્સર અને સિક્યુરિટી ઑફિસરની સાથે વિકી દવેએ સ્થળ પર એન્ટ્રી મારી ત્યારે તેને IPS વિકી સાહેબ તરીકે સંબોધવામાં આવ્યો હતો. હાથમાં પીળા રંગની ધાતુની મોટી-મોટી વીંટીઓ અને ગળામાં ઓમ્ લખેલા મોટા પેન્ડન્ટ સાથેની સાંકળ જેવી ચેઈન પહેરીને વિકી દવે સ્ટેજ પર પહોંચ્યો ત્યારે તેનું શાલ ઓઢાડીને સન્માન પણ કરાયું હતું. Fake IPS Vicky Dave એ સ્ટેજ પરથી પોતે બે રાજ્યનો વેસ્ટર્ન ઈન્ડિયાનો ઑફિસર હોવાની ઓળખ આપી હતી.
આ પણ વાંચો : દીકરાને Police Job અપાવવાની લાલચે ખેડૂતે 1.48 કરોડ ગુમાવ્યા, બે ગઠીયાઓ સામે નોંધાઈ ફરિયાદ


