ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભ્રષ્ટાચારના કેસમાં મુદ્દામાલ સામે હોવા છતાં Gujarat ACB કબજે ના કરી શકી

Gujarat ACB : ક્યારેય સામે નહીં આવ્યો હોય તેવો એક ભ્રષ્ટાચારનો કેસ ગુજરાત Anti Corruption Bureau એ નોંધ્યો છે. અથાગ પરિશ્રમ કરીને ખેતી કરનારા ખેડૂતોને પણ નહીં છોડનારા ભ્રષ્ટાચારીઓને Gujarat ACB એ પકડી પાડ્યા છે. જો કે, પકડાયેલા ભ્રષ્ટાચારીઓમાં એક...
04:44 PM Mar 07, 2025 IST | Bankim Patel
Gujarat ACB : ક્યારેય સામે નહીં આવ્યો હોય તેવો એક ભ્રષ્ટાચારનો કેસ ગુજરાત Anti Corruption Bureau એ નોંધ્યો છે. અથાગ પરિશ્રમ કરીને ખેતી કરનારા ખેડૂતોને પણ નહીં છોડનારા ભ્રષ્ટાચારીઓને Gujarat ACB એ પકડી પાડ્યા છે. જો કે, પકડાયેલા ભ્રષ્ટાચારીઓમાં એક...

Gujarat ACB : ક્યારેય સામે નહીં આવ્યો હોય તેવો એક ભ્રષ્ટાચારનો કેસ ગુજરાત Anti Corruption Bureau એ નોંધ્યો છે. અથાગ પરિશ્રમ કરીને ખેતી કરનારા ખેડૂતોને પણ નહીં છોડનારા ભ્રષ્ટાચારીઓને Gujarat ACB એ પકડી પાડ્યા છે. જો કે, પકડાયેલા ભ્રષ્ટાચારીઓમાં એક વેપારી છે અને એક કરાર આધારિત નોકર. ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનારી Gujarat ACB ની નજર સામે મુદ્દામાલ પડ્યો હોવા છતાં તે કબજે કરી શકી નથી. Team ACB એ કેસ નોંધવા માટે દસ્તાવેજી પૂરાવાઓનો પ્રયોગ કર્યો હોય તેવો આ પ્રથમ કેસ બન્યો છે. સમગ્ર મામલો જાણવા વાંચો આ અહેવાલ...

Gujarat ACB એ ભ્રષ્ટાચારનો કેસ કેવી રીતે શોધ્યો ?

બોટાદ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ આર. ડી. સગરને Cotton Corporation of India ના ખરીદ કેન્દ્ર ખાતે ભ્રષ્ટાચાર થતો હોવાની બાતમી મળી હતી. ખેડૂતો પાસેથી ખરીદી કરતી વખતે વૈજ્ઞાનિક ચકાસણી કર્યા વિના કપાસ નબળો/ખરાબ છે તેમ કહીને ખરીદ કેન્દ્ર પર બહાના બતાવવામાં આવે છે. ખેડૂત આજીજી કરે ત્યારબાદ વેચાણ માટે લવાયેલા કપાસના નિર્ધારિત વજન કરતા ઓછું વજન દર્શાવીને CCI ના અધિકારી/કર્મચારી અંગત લાભ મેળવે છે. આ માહિતીના આધારે PI R D Sagar ડીકોય માટે બોટાદ જિલ્લા (Botad District) માં એક ખેડૂતની શોધ ચલાવે છે. કૉટન કૉર્પોરેશન ઑફ ઈન્ડિયાના ખરીદ કેન્દ્રમાં અગાઉ ભોગ બની ચૂકેલા એક ખેડૂત પીઆઈ સગરની મદદે આવે છે. ખેડૂતની સાથે પીઆઈ સગર અને Botad ACB Police Station નો સ્ટાફ વેશ બદલીને 5 માર્ચના રોજ ટ્રેક્ટરમાં કપાસ ભરીને ગઢડા સાળંગપુર રોડ પર આવેલા કષ્ટભંજન કોટન એન્ડ ઑઈલ ઈન્ડસ્ટ્રીઝ (Kashtabhanjan Cotton and Oil Industries) ખાતે પહોંચે છે. CCI ના ખરીદ કેન્દ્ર ખાતે કપાસ ભરાવેલા ટ્રેક્ટરનું વજન કરાતા 2745 કિલો કપાસ નીકળે છે. ડીકોયર બનેલા પોલીસ અધિકારી ઈનવૉઈસ લેવા જતાં "CCI Online સાઈટ બંધ છે તેમ કહી આવતીકાલે બીલ બનાવડાવી જજો" તેમ કહી ખાનગી વ્યક્તિ બધાને રવાના કરે છે. બીજા દિવસે કૉમ્યુટરાઈઝ વજનકાંટાની પહોંચ જોઈને તેના પરથી કાચી ચિઠ્ઠીમાં કપાસનું વજન 2745 કિલોગ્રામના બદલે 2480 કિલો (265 કિલો ઓછા) લખીને ખાનગી વ્યક્તિ Cotton Corporation of India નું બીલ બનાવવા માટે કૉમ્યુટર ઑપરેટર પાસે મોકલતા છે. કૉમ્યુટરાઈઝ વજનકાંટાની પહોંચના બદલે કાચી ચિઠ્ઠીના આધારે કૉમ્પ્યુટર ઑપરેટર ખરીદ ઈનવૉઈસ બનાવી આપે છે.

આ પણ  વાંચો -Amreli LCB : કાયદો ભૂલીને મહિલા-યુવતીઓની રાતે ધરપકડ કરવાનો પોલીસને પરવાનો અપાયો ?

પ્રલોભન આપીને ભ્રષ્ટાચારીઓને ઝબ્બે કર્યા

Botad ACB PI આર. ડી. સગરની અરજ બાદ ખેડૂતની મદદથી એક મોટા ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો છે. પ્રલોભન આપીને Gujarat ACB એ રચેલા એક ખેલમાં Cotton Corporation of India નો કરાર આધારિત કૉમ્પ્યુટર ઑપરેટર અકરમઅલી પટવારી (રહે. રાજસ્થાન) અને જીનિંગ મીલનો માલિક/ભાગીદાર ઘનશ્યામ બોદર ઝડપાઈ ગયા છે. CCI ના કર્મચારી સાથેના મેળાપીપણાથી ઘનશ્યામ વિઠ્ઠલભાઈ બોદર (રહે. જસદણ, જિ. રાજકોટ) ખેડૂતોને બહાના બતાવી તેમના કપાસમાં દસેક ટકાની ઘાલમેલ કરીને ભ્રષ્ટાચાર આચરતા હતા. 265 કિલો ઓછું વજન દર્શાવીને રૂપિયા 19 હજાર 748 રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરનારા જીનિંગ મીલના માલિક ઘનશ્યામ બોદર અને અકરમ પટવારીને એસીબીએ ઝડપી પાડ્યા હતા.

આ પણ  વાંચો -Virpur: જ્ઞાન પ્રકાશ સ્વામીને 24 કલાકમાં દંડવત રૂબરૂ માફી માંગવા અલ્ટીમેટમ, જો માફી નહીં માંગે તો...

મુદ્દામાલ વિના ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો

બે દિવસની મહેનત બાદ ACB Botad એ 265 કિલો કપાસની ઘાલમેલ કરનારા બંને આરોપીઓને પકડી તો પાડ્યા, પરંતુ મુદ્દામાલમાં કંઈ હાથ લાગ્યું નથી. એસીબીના સૂત્રોના જણાવ્યાનુસાર તારીખ 5 માર્ચે ખરીદ કેન્દ્ર પર વેચવામાં આવેલા કપાસનો જથ્થો ગણતરીના કલાકોમાં ગાંસડીના સ્વરૂપમાં અન્ય ખરીદીના કપાસ સાથે ભેળવી દેવામાં આવ્યો હતો. મુદ્દામાલને ઓળખી શકાય તેમ નહીં હોવાથી Team ACB એ કૉમ્યુટરાઈઝ વજનકાંટાની પહોંચ, કાચી ચિઠ્ઠી અને કૉમ્પ્યુટર ઑપરેટરે આપેલા ખરીદ ઈનવૉઈસના આધારે ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે.

Tags :
ACB BotadAnti Corruption BureauBankim PatelBotad ACB PIBotad ACB Police StationBotad DistrictCCI OnlineCotton Corporation of IndiaGujarat ACBGujarat FirstKashtabhanjan Cotton and Oil IndustriesPI R D Sagar
Next Article