ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Operation Asur: શરાબના બેખૌફ સોદાગરો અંગે ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો ખુલાસો

Operation Asur: રીલ ક્રિએટરએ ગુજરાતમાં દારૂ ઘુસાડવા અંગે દાવો કર્યો છે. વાત એવી છે કે, રાજસ્થાન ટુ ગુજરાત નામની ઈન્સ્ટા IDથી ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.
01:24 PM Dec 19, 2024 IST | VIMAL PRAJAPATI
Operation Asur: રીલ ક્રિએટરએ ગુજરાતમાં દારૂ ઘુસાડવા અંગે દાવો કર્યો છે. વાત એવી છે કે, રાજસ્થાન ટુ ગુજરાત નામની ઈન્સ્ટા IDથી ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.
Operation Asur
  1. રીલ બનાવનારા અને દાવો કરનારા સામે કેમ કોઈ લગામ નથી?
  2. ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવી દાવો કરનારા સામે કેમ કોઇ તપાસ નહીં?
  3. ગુજરાત પોલીસ પર ડાઘ લગાવનારા સામે કેમ કોઈ તપાસ નહીં?

Operation Asur: ગુજરાતમાં દારૂના સોદાગરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યાં છે. કેટલાક લોકો દ્વારા ઈન્સ્ટાગ્રામ IDના માધ્યમથી Reel બનાવી ગુજરાત પોલીસને સૌથી મોટો પડકાર ફેંક્યો છે. એટલું જ નહીં પરંતુ ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને ક્રિએટરએ ચોંકાવનારો દાવો પણ કર્યો છે. રીલ ક્રિએટરએ ગુજરાતમાં દારૂ ઘુસાડવા અંગે દાવો કર્યો છે. વાત એવી છે કે, રાજસ્થાન ટુ ગુજરાત નામની ઈન્સ્ટા IDથી ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:  સોલા Civil Hospital માં Gujarat First Reality Check માં ચોંકાવનારો ખુલાસો!

સોશિયલ મીડિયા પર વૉચ રાખતા સાયબર સેલ, IBની નજર નથી?

આ ઈન્સ્ટાગ્રામ ID પરથી એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતમાં દારૂ કેવી રીતે ઘુસાડવામાં આવે છે? પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે રીલ બનાવીને ઈન્સ્ટા પર મુકી છે. આ હદે ખુલ્લેઆમ કોઈ રીલ બનાવીને દાવો કરી જ કેવી રીતે શકે? શું પોલીસ આ મામલે કાર્યવાહી ના કરી શકે? પોલીસ પાસે સાયબર સેલ છે, તો આવી આઈડીઓ પર સમય પહેલા કાર્યવાહી કરવી જરૂરી છે. સોશિયલ મીડિયા પર વૉચ રાખતા સાયબર સેલ અને IBની નજર નથી? આવી રીતે ખુલ્લે આમ પોલીસે પકડાર કેમ?

આ પણ વાંચો: Rajkot: કિલર તાંત્રિક નવલસિંહ ચાવડા અને જીગર ગોહિલ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ

શું જેવું રીલમાં બતાવાયું છે એ જ રીતે રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસે છે દારુ?

સોશિયલ મીડિયામાં રીલ બનાવવી અને બેફામ સ્પીડે ગાડી ચલાવવાની અનેક ઘટનાઓ સામે આવી છે. એટલું જ નહીં પરંતુ અકસ્માતો થયા હોવાનું પણ અનેક વખત સામે આવ્યું છે. પ્રશ્ન એ છે કે, શું જેવું રીલમાં બતાવાયું છે એ જ રીતે રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસે છે દારુ? શું ઈન્સ્ટાગ્રામ પર દાવો કરાયો છે એ જ રીતે ખુલ્લેઆમ ઘૂસે છે દારૂ? જો થતું હોય તો આ પોલીસે સૌથી મોટો પડકાર છે. સાયબર સેલ અને IBની નજર છે તો પછી આવી આઈડીઓ પર કેમ કોઈ પગલા લેમાં આવ્યાં નથી? ગુજરતામાં દારૂ વેચાય છે તેમાં કોઈ બેમત નથી! પરંતુ આ રીલ દ્વારા તો દારૂ ગુજરાતમાં આવે જ છે તેવો દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વાહ અમદાવાદ! ઔડાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, રસ્તાને દિવાલથી જોડવા 80 કરોડના ખર્ચે બનાવ્યો બ્રિજ

ગુજરાત પોલીસ સાથે ગુજરાતની જનતાને પણ ખુલ્લો પડકાર!

એટલું જ નહીં પરંતુ આ લોકો ગુજરાત સરકારને પણ ખુલ્લો પડકાર આપતા લખે છે કે, ‘2 નંબર કે ધંધે ઓર હમ જેસે બંદે કો સરકાર નહીં રોક પાઈ તો તું ક્યાં રોક પાયેગા...’ આવી ટેગ લાઈન સાથે ઈન્સ્ટાગ્રામમાં Reel બનાવીને પોસ્ટ કરી છે. તો શું આ આઈડી સાયબર સેલ અને IB ની નજર નથી? આ સૌથી મોટો સવાલ છે. આ લોકોએ ગુજરાત પોલીસ સાથે સાથે ગુજરાત સરકારને પણ ખુલ્લો પડકાર ફેંક્યો છે. હવે જોવાનું એ રહે છે કે, આ મામલે કેવી કાર્યવાહી કરવામાં આવે છે.

વિદેશમાં જઈ તપાસ થાય તો ગુજરાતમાં કેમ નહીં?

પોલીસ જો વિદેશમાં જઈને તપાસ કરી શકતી હોય તો ગુજરાતમાં કેમ નહીં? રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ આવે જ છે તેમાં કોઈ બેમત નથી. આ આઈડી તો ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો દાવો પણ કરી રહીં છે. તો કેમ પોલીસ કાર્યવાહી નથી કરતી? સવાલ તો પુછાવાના જ છે. ગુજરાતમાં દારૂબંધી છે છતાં દારૂ આવી રહ્યો છે. આ માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ મહાત્મા ગાંધી અને ગુજરાતની જનતાનું પણ અપમાન છે. ગઈ કાલે જ એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ આવા તો અનેક વીડિયો અપલોડ કરવામાં આવ્યાં છે. જેમાં ગુજરાત પોલીસને ખુલ્લો પડકાર આપવમાં આવ્યો છે.

Tags :
challenge policeGujarat First ExclusiveGujarat First exclusive NEwsGujarat First Exclusive StoryGUJARAT FIRST NEWSGujarat First Operation AsurGujarat NewsGujarati Top NewsLiquor tradersOperation Asurshocking claimTop Gujarati Newsujarati News
Next Article