ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pahalgam Attack Timeline : પહલગામ હુમલા બાદની ભારતની કાર્યવાહી, જાણો શું છે તેની ટાઈમલાઈન

23 એપ્રિલે સિંધુ જળ સમજૂતી રદ કરાઇ હતી. તથા અટારી-વાઘા બોર્ડર રદ સાથે જ પાકિસ્તાની વિઝા રદ 26 એપ્રિલે આતંકી ઠેકાણાઓ પર કાર્યવાહી કરાઇ હતી. તથા SAARC વિઝા સમયસીમા સમાપ્ત કરવામાં આવી 30 એપ્રિલે ડિજિટલ સ્ટ્રાઈકમાં ચેનલ, X હેન્ડલ...
12:10 PM May 05, 2025 IST | SANJAY
23 એપ્રિલે સિંધુ જળ સમજૂતી રદ કરાઇ હતી. તથા અટારી-વાઘા બોર્ડર રદ સાથે જ પાકિસ્તાની વિઝા રદ 26 એપ્રિલે આતંકી ઠેકાણાઓ પર કાર્યવાહી કરાઇ હતી. તથા SAARC વિઝા સમયસીમા સમાપ્ત કરવામાં આવી 30 એપ્રિલે ડિજિટલ સ્ટ્રાઈકમાં ચેનલ, X હેન્ડલ...
India, Pahalgam attack, Timeline, Gujaratfirst

Pahalgam Attack Timeline : 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ આતંકવાદીઓની આસપાસ સકંજો કડક કરી દીધો છે. આ હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીએ જીવ ગુમાવ્યો હતો. આતંકવાદી હુમલા પછીની સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વડા પ્રધાન મોદીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ત્રણેય સેનાના વડાઓ, સંરક્ષણ સ્ટાફના વડા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જયારે સરકારે પરિસ્થિતિનો સામનો કરવા માટે સેનાને છૂટ આપવાનો નિર્ણય લીધો હતો.

- 23 એપ્રિલે સિંધુ જળ સમજૂતી રદ કરાઇ હતી. તથા અટારી-વાઘા બોર્ડર રદ સાથે જ પાકિસ્તાની વિઝા રદ તથા પાકિસ્તાની દૂતાવાસ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

- 26 એપ્રિલે આતંકી ઠેકાણાઓ પર કાર્યવાહી કરાઇ હતી. તથા SAARC વિઝા સમયસીમા સમાપ્ત કરવામાં આવી હતી.

- 28 એપ્રિલે પાકિસ્તાની નાગરિકોની હકાલપટ્ટી કરવામાં આવી હતી. ભારતમાં વસવાટ કરતા વિઝા ઉપર આવેલા તમામ પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવા અને વિઝા રદ કરવાની કાર્યવાહી કરી છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં રહેતા 36 જેટલા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી તેમને પરત મોકલવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં લાંબા સમયના વિઝા મેળવીને રહેતી 14 જેટલી મહિલાઓ ઉપરાંત જિલ્લામાં ધોરાજી અને ગોંડલ સહિતના શહેરોમાં રહેતા 36 જેટલા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી પોલીસે રાજકોટ શહેર અને જિલ્લામા વસતા પાકિસ્તાની નાગરિકો ઉપર વોચ રાખી છે.

- 29 એપ્રિલે મેડિકલ વિઝા સમાપ્ત કરાયા છે. મેડિકલ વિઝાનો સમય આજે સમાપ્ત થઈ ગયો છે, એટલે હવે પછી મેડિકલ વિઝા ધારકો પણ ભારતમાં રહી શકશે નહીં. તેનો અર્થ એ થયો કે હવે 16 વિઝા ધારકોમાંથી માત્ર 2 પ્રકારના વિઝા ધારક પાકિસ્તાની નાગરિક ભારતમાં રહી શકશે. આજે સમયમર્યાદા પૂરી થયા પછી, ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાની નાગરિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમને પકડીને પાકિસ્તાન મોકલવામાં આવશે.

- 30 એપ્રિલે ડિજિટલ સ્ટ્રાઈકમાં ચેનલ, X હેન્ડલ સાઈટ્સ બંધ કરાયા છે. પાકિસ્તાની વિમાનો માટે હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવ્યું છે. ભારતે પાકિસ્તાન સામે વધુ કાર્યવાહી કરી અને યુટ્યુબ ચેનલોને બ્લોક કરવાનો નિર્ણય લીધો હતો. ભારત વિરુદ્ધ સંવેદનશીલ સામગ્રી ચલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાના સમાચાર આવ્યા હતા. જોકે, આ પહેલી વાર નથી જ્યારે ભારતે આ પગલું ભર્યું હોય. આ પહેલા પણ 30 થી વધુ ચેનલો બ્લોક કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે પહેલગામ આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે.

- 1 મે પાકિસ્તાની દૂતાવાસ કર્મચારી સીમા અમલી કરાઇ હતી. પાકિસ્તાનના આતંકવાદી હુમલાના જવાબમાં ભારત સરકારે કડક પગલાં લીધાં છે, જેમાં પાકિસ્તાની દૂતાવાસ બંધ કરવાનો અને તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરવાનો સમાવેશ થાય છે.

- 2 મે IMFને પાકિસ્તાનની લોનની સમીક્ષાનો અનુરોધ કર્યો હતો. ડિજિટલ સ્ટ્રાઈકમાં PM શરીફ, ક્રિકેટર્સના સોશિયલ મીડિયા બંધ કરાયા હતા. પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારનું X એકાઉન્ટ પણ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે. આ સાથે, તરારનો પ્રોફાઇલ પિક્ચર અને કવર ઇમેજ પણ ગાયબ થઈ ગયો છે. એક પ્રેસ કોન્ફરન્સમાં તરારે દાવો કર્યો હતો કે પાકિસ્તાન પાસે "નક્કર ગુપ્ત માહિતી" છે કે 22 એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલાના બાદભારત આગામી 24 થી 36 કલાકમાં પાકિસ્તાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી શકે છે. તેમણે એવી પણ ધમકી આપી હતી કે જો ભારતે કોઈ આક્રમક પગલું ભર્યું તો પાકિસ્તાન નિર્ણાયક જવાબ આપશે અને પ્રાદેશિક પરિસ્થિતિ વધુ ખરાબ કરવાની જવાબદારી ભારતની રહેશે.

- 3 મે પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ કર્યો હતો. પાકિસ્તાન સાથે આયાત-નિકાસ પર પ્રતિબંધ લાદી દેવાથી Pakistan વધુ પાયમાલ બનશે. બંને દેશો વચ્ચે પહેલાથી જ મર્યાદિત વેપાર સંબંધો સંપૂર્ણપણે બંધ થઈ શકે છે. પાકિસ્તાનથી ભારતની આયાતમાં મુખ્યત્વે કૃષિ ઉત્પાદનો, મસાલા અને કેટલીક ખાદ્ય ચીજોનો સમાવેશ થતો હતો, જે હવે સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. અર્થશાસ્ત્રીઓ અનુસાર નિર્ણયથી પાકિસ્તાનના અર્થતંત્ર પર કમ્મરતોડ ઘા થશે કારણ કે આ નિર્ણયથી ખાદ્યપદાર્થોની અછત અને ફુગાવો વધશે. અગાઉ 2019 માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા પછી ભારતે પાકિસ્તાન સાથેના વેપાર સંબંધો પહેલાથી જ પ્રતિબંધિત કરી દીધા હતા.

- 4 મે ચિનાબ નદીનું પાણી રોક્યું, બાગલિહાર ડેમના દરવાજા બંધ કર્યા છે. આ કારણે પાકિસ્તાન તરફ જતા ચેનાબના પાણીમાં ભારે કમી આવી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે બગલિહાર ડેમ 'રન ઓફ ધ રિવર' હાઇડ્રો પાવર પ્લાન્ટ તરીકે બનાવવામાં આવ્યો હતો. એટલે કે આ ડેમથી પાણીના પ્રવાહને અત્યાર સુધી રોકવામાં આવતો ન હતો. પાણીના પ્રવાહને અવરોધિત કર્યા વિના વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી હતી. સિંધુ જળ સંધિ હેઠળ જે છ નદીઓનો ઉલ્લેખ છે તેમાં ચેનાબ પણ સામેલ છે. આ પશ્ચિમી નદી છે અને સંધિ મુજબ આ નદીના પાણીનો ઉપયોગ ભારત વીજ ઉત્પાદન માટે કરી શકે છે.

આ પણ વાંચો: Std. 12 and GUJCET results : ધોરણ-12 બોર્ડની પરિણામમાં જાણો કયા શહેરનું આવ્યું 100 ટકા પરિણામ

 

Tags :
GujaratFirstIndiapahalgam attackTimeline
Next Article