OBC પર મિસ્ટેક કે પછી ભવિષ્યનો પ્લાન! બિહાર ચૂંટણી પહેલા રાહુલની વ્યૂહરચના
- OBC પર મિસ્ટેક કે પછી ભવિષ્યનો પ્લોન! બિહાર ચૂંટણી પહેલા રાહુલની રાજરમત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કોંગ્રેસના ભાગીદારી ન્યાય સંમેલન દરમિયાન દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ખચોખચ ભરેલા દર્શકોને સંબોધિત કરતાં રાજકીય જોખમોની ચિંતા કર્યા તેમની એક ભૂલની કબૂલાત કરી હતી. રાહુલ ગાંધીએ સ્વીકાર કર્યું કે સાર્વજનિક જીવનમાં પોતાની 21 વર્ષ લાંબી યાત્રામાં ઓછામાં ઓછા પહેલાના અડધા ભાગમાં તેમને ભારતની એક વિશાળ પછાત સમાજની દુર્દશા માટે જવાબદાર મુદ્દાઓને ન સમજીને મોટી ભૂલ કરી છે. તેમને સ્વીકાર્યું કે મેં આવશ્યક ગતિથી કામ કર્યું નથી. રાહુલે કહ્યું કે, ભલે પહેલા હું કામ કરી શક્યો નથી પરંતુ હવે હું બેવડી સ્પીડથી કામ કરીશ.
રાહુલ ગાંધી પાછલા કેટલાક વર્ષોથી જાતિ મતગણતરી અને સામાજિક ન્યાયની ભલામણ કરતાં રહ્યા છે. તેમને સ્વીકાર્યું છે કે, જો તેમને પહેલા જ ઓબીસી સમુદાયના મુદ્દાઓને સમજ્યા હોતા તો તેઓ યૂપીએ સરકાર પાસે જ ભારતની જનસંખ્યાની જાતિ ગણતરી કરાવી લેતા.
ભારતીય રાજકારણમાં આવી રીતે પોતાની ભૂલ સ્વીકારવી અસામાન્ય બાબત છે. રાહુલ ગાંધીએ આ ભૂલ ત્યારે સ્વીકારી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધનની સહયોગી પાર્ટીઓ જ્ઞાતિ વસ્તી ગણતરી કરવાની માંગ કરી રહ્યાં છે અને રાહુલ ગાંધી પણ દાવો કરી રહ્યાં છે કે કોંગ્રેસ શાસિત બધા રાજ્યોમાં તેલંગાણાના રસ્તે ચાલીને જાતિ વસ્તી ગણતરી કરાવશે.
બિહારમાં 63 ટકા વર્ગ પછાત
તે ઉપરાંત રાહુલ ગાંધી દ્વારા ઓબીસીને લઈને આપેલ નિવેદન તે માટે પણ મહત્વપૂર્ણ છે કે આગામી કેટલાક મહિનાઓમાં બિહાર વિધાનસભાની ચૂંટણી છે અને રાહુલ ગાંધી પાછલા છ મહિનામાં પાંચ વખત બિહારનો પ્રવાસ કરી ચૂક્યા છે. રાહુલ ગાંધીએ હાલમાં જ બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ સિંહને હટાવીને દલિત સમાજના રાજેશ કુમારને ત્યાંની કમાન સોંપી છે. રાહુલ ગાંધી અત્યાર સુધી દલિત, આદિવાસી અને મુસ્લિમોની વાત કરતાં રહ્યાં હતા પરંતુ હવે રાહુલ ગાંધીના એજન્ડામાં પછાત સમાજનો સમાવેશ થઈ ગયો છે.
રાહુલ ગાંધીના એજન્ડામાં પછાત વર્ગ આવવા પાછળનું કારણ જાતિગત સમીકરણો પણ છે. બિહાર સરકાર તરફથી કરાવવામાં આવેલ જાતિ વસ્તી ગણતરી અનુસાર બિહારમાં પછાતોની સંખ્યા 63 ટકા છે. 19% દલિત અને 15% ઉચ્ચ જાતિના છે.. તો અન્ય 63 ટકામાં પછાત વર્ગની સંખ્યામાં 27.12 ટકા અને અત્યંત પછાત વર્ગની જનસંખ્યા 36.01 ટકા છે. જ્યારે અનુસૂચિત જાતિની વસ્તી 19.65 ટકા અને અનુસૂચિત જનજાતિની સંખ્યા 1.68 ટકા છે.
હવે પછાત વર્ગ ઉપર પણ રાહુલની નજર
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ઓમપ્રકાશ અશ્ક જણાવે છે કે, રાહુલ ગાંધીનો અત્યાર સુધી ફોક્સ દલિત, આદિવાસી અને મુસ્લિમ સમાજ પર હતો. હવે આંબેડકર, સંવિધાન અને અનામતની વાત કરી રહ્યા છે. કેટલાક દિવસ પહેલા રાહુલ ગાંધીએ બિહારના રાજગીરમાં બંધારણની સુરક્ષા સંમેલનમાં કેન્દ્ર સરકાર પર બંધારણ અને અનમાતને લઈને પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમને ગયાના માઉન્ટેન મેન દશરથ માંઝીના પરિવારની મુલાકાત પણ કરી હતી.
તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી તે જાણી ગયા છે કે, બિહારમાં સત્તા મેળવવી છે તો પછાત વર્ગના સમર્થન વગર સંભવ નથી. જોકે, આમાં ઈન્ડિયા ગઠબંધનની સહયોગી પાર્ટીઓ વચ્ચે અથડાણમની પણ સંભાવના છે, કેમ કે આરજેડી અને વામપંથી પાર્ટીઓની વોટબેંક પણ પછાત વર્ગ જ છે. પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવ બિહારમાં સોશિયલ એન્જિનિયરિંગનો પાયો નાંખ્યો હતો પરંતુ રાહુલ ગાંધીએ પોતાની ચાલના પાંસા નાંખી દીધા છે. આ રાહુલ ગાંધીની રાજરમતની વ્યૂરચના માત્ર બિહાર પૂરતી સીમિત રહેશે નહીં, પરંતુ રાષ્ટ્રીય રાજનીતિ પણ આની પૃષ્ઠભૂમિમાં છે.
નૈતિક ઈમેજ મજબૂત કરવાની ક્વાયત
ઓબીસીને લઈને રાહુલ ગાંધીના કબૂલનામાથી તેમણે એક એવા નેતાની છબિ પ્રદાન કરશે જે પોતાની અસફળતાઓની પણ જવાબદારી લેવાથી પણ અચકાતો નથી અને તેમાં સુધારો કરવા માટે તૈયાર છે. તેઓ સંદેશ આપવાની કોશિશ કરી રહ્યાં છે કે, જો ઉણપ છે, ભૂલો કરી છે તો તેનાથી શિખવા માટે તૈયાર છું.
કોંગ્રેસના નેતા તેવો પ્રશ્ન કરી રહ્યા છે કે શું મોદી ક્યારેય આવું કરશે? કોઈપણ રાજનેતા માટે ગાંધી પરિવારના કોઈ વ્યક્તિને છોડી દો તો પણ, તે કહેવું સરળ નથી કે, મેં ભૂલ કરી, હું અસફળ રહ્યો છું, જ્યારે રાહુલ ગાંધીના કદનો કોઈ વ્યક્તિ, એક પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને એક પ્રતિષ્ઠિત વંશ સાથે વર્તમાન વિપક્ષનો એક નેતા આવું કરે છે તો આ મજબૂત નૈતિક ચરિત્ર દર્શાવે છે. નૈતિક રૂપથી રાહુલ ગાંધીની ઈમેજને ભૂલની કબૂલાત એક મજબૂતી પ્રદાન કરશે.
પછાત વર્ગને પોતાની સાથે લાવવાનો પ્લાન
તો બીજી તરફ વર્તમાન સમયમાં જેવી રીતે ઓબીસી સમાજે કોંગ્રેસનો સાથ છોડ્યો છે. તેમનો વિશ્વાસ ફરીથી પ્રાપ્ત કરવાની રાહુલ ગાંધીની કોશિશોના રૂપમાં પણ આને જોવામાં આવી રહ્યું છે. પાછલી લોકસભા ચૂટંણીમાં પછાત વર્ગે જેવી રીતે કોંગ્રેસનો સાથ છોડ્યા હતો. તેમાં કોંગ્રેસ સુધાર લાવવા માંગી રહી છે. એક સર્વે અનુસાર વર્ષ 1999ના લોકસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને 25 ટકા પછાત વર્ગનું સમર્થન મળ્યું હતું, જે વર્ષ 2024માં ઘટીને 18 ટકા થઈ ગયું છે. આ સાથે જ કોંગ્રેસ સાંસદોની સંખ્યા પણ ઓછી થઈ છે.
તો બીજી તરફ ભાજપાને 1999માં 23 ટકા પછાત વર્ગનું સમર્થન મળ્યું હતુ, જે 2024માં વધીને 44 ટકા થઈ ગયું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, બીજેપી ઉચ્ચ જાતિ સાથે-સાથે દલિત, આદિવાસી અને પછાત વર્ગનું સમર્થન મેળવવામાં સફળ રહી છે. હવે કોંગ્રેસ આ વોટબેંકમાં સેંધ લગાવવાની ક્વાયત કરી રહી છે અને રાહુલ ગાંધીનો આ દાવ બીજેપીની સોશિયલ એન્જિનિયરિંગમાં સેંધ લગાવવાનો પ્લાન બનાવી રહી છે.
રાહુલ ગાંધીનું આ નિવેદન એકદમ અચાનક આવ્યું નથી, પરંતુ એક સમજી વિચારેલી રણનીતિનો ભાગ છે. કોંગ્રેસ પહેલા જ તેલંગાણા સરકાર પાસે જાતિ સર્વેક્ષણ પૂરા કરાવી લીધા છે અને હવે ઓબીસી સશક્તીકરણ માટે વિભિન્ન ઉપાયોગી જાહેરાત કરવાની પ્રક્રિયામાં છે. કોંગ્રેસે ઓબીસીને લઈને એક કોષની રચના કરી છે અને આની આગેવાની ઓબીસી સમુદાયના કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કરી રહ્યા છે અને કર્ણાટક પણ તેલંગાણાની રસ્તે જાતિ સર્વેક્ષણની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો- ‘યુદ્ધ નહીં રોકો તો વ્યાપાર નહીં’: ટ્રમ્પની થાઈલેન્ડ-કંબોડિયાને ધમકી, ભારત-PAK સંઘર્ષનો કર્યો ફરીથી ઉલ્લેખ


