Nikol roadshow : PM મોદીની આરતી ઉતારનાર મહિલા કોણ? નિકોલ રોડ શોની હૃદયસ્પર્શી ઘટના
- અમદાવાદમાં PMના રોડ શોમાં ભાવુક દૃશ્ય (PM Modi Nikol roadshow)
- લોકચાહનાની એક તસવીરે ખેંચ્યું સૌનું ધ્યાન
- 'હાથમાં આરતીની થાળી અને આંખમાં આંસુ'
- હકડેઠઠ માનવમેદની વચ્ચે હૃદયસ્પર્શી ઘટના
- હર્ષના આંસુ સાથે વિલાસબાએ ઉતારી આરતી
- વિલાસબાએ કહ્યું કે 'ઘેરબેઠાં ભગવાન આવ્યા'
PM Modi Nikol roadshow: PM નરેન્દ્ર મોદીની આ વર્તમાન ગુજરાત યાત્રા અનેક રીતે યાદગાર બની ગઈ. એમાં પણ તેમને મળેલો ઉમળકાભેર આવકાર તો અલગ જ હતો. અમદાવાદના નિકોલ રોડ શોમાં માનવમેદની ઊમટી પડી હતી. PM મોદીની એક ઝલક મેળવવા માટે લોકોએ રીતસરની પડાપડી કરી હતી.
વડાપ્રધાનની લોકચાહનાની એક તસવીરે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં એક મહિલા PM મોદીની સામે તેમની આરતી ઉતારતાં ઉતારતાં ભાવુક થઈને રડી પડી હતી. આ હૃદયસ્પર્શી ઘટનાએ સૌનાં દિલ જીતી લીધાં હતાં.
View this post on Instagram
PM મોદીના મોટા પ્રશંસક (PM Modi Nikol roadshow)
વડાપ્રધાન મોદીના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પણ આ તસવીર પોસ્ટ કરવામાં આવી છે. વાઈરલ થઈ રહેલાં આ મહિલાને ગુજરાત ફર્સ્ટે શોધીને તેમની સાથે વાતચીત કરી હતી. આ મહિલાનું નામ વિલાસબા ભૂપેન્દ્રસિંહ સિસોદિયા છે. અમદાવાદના નિકોલમાં પતિ અને દીકરા-દીકરી સાથે રહેતાં વિલાસબા PM મોદીના મોટા પ્રશંસક છે. PM મોદી જ્યારે નિકોલમાં રોડ શો કરી રહ્યા હતા ત્યારે વિલાસબા આરતીની થાળી લઈને ગયાં હતાં અને જ્યારે મોદી તેમની સામેથી પસાર થયા ત્યારે તેમણે ભાવુક થઈને તેમની આરતી ઉતારી હતી. આ જોઈને PM મોદીએ પણ તેમની સામે હાથ જોડીને નમસ્કાર કર્યા હતા.
વિલાસબા સિસોદિયાની ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત
ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં વિલાસબા સિસોદિયાએ જણાવ્યું હતું કે તેમના માટે મોદીજી તેમનાં માતા-પિતા પછી સૌથી પૂજનીય છે. "મારા ઈષ્ટદેવ ભોળાનાથ છે અને હું તેમને ખૂબ જ માનું છું. હું મારા ભોળાનાથની જગ્યાએ મોદીસાહેબને રાખું છું. મને આજે જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે ઘેરબેઠાં ભગવાન આવ્યા છે." વિલાસબાએ કહ્યું હતું કે "મારા માટે મોદીસાહેબ સૂર્યદેવતાની જેમ પ્રત્યક્ષ દેવતા છે." જ્યારે મોદીજીએ તેમની સામે જોઈને નમસ્કાર કર્યા ત્યારે તેમને લાગ્યું કે તેમનું રોડ પર મકાન લેવું સાર્થક થઈ ગયું છે. એ ક્ષણ તેમના માટે અહોભાગ્યની હતી..
આ પણ વાંચો : બહુચરાજી ખાતે મારુતિની પ્રથમ EV 'Maruti e Vitara'નुं PM Modi ના હસ્તે ફ્લેગ ઓફ


