Gandhinagar: 100 દિવસ ટીબી નિર્મૂલન કાર્યક્રમ, આરોગ્ય મંત્રી અને આરોગ્ય અગ્ર સચિવ રહ્યા હાજર
- કાર્યક્રમ દરમિયાન IAS અધિકારી ધનંજય દ્વિવેદી ભાવુક થયાં
- ટીબીના એક દર્દીનું વર્ણન કરતા ધનંજય દ્વિવેદી ભાવુક
- ગુજરાતમાંથી અને દેશમાંથી ટીબી ભગાડવાના લોકો સામેલ થાયઃ આરોગ્ય મંત્રી
Gandhinagar: ગાંધીનગરમાં 100 દિવસ ટીબી નિર્મલન કાર્યક્રમ યોજાયો જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી અને કમિશનર પણ હાજર રહ્યાં હતાં. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ કાર્યક્રમ દરમિયાન IAS અધિકારી ધનંજય દ્વિવેદી ભાવુક થઈ ગયાં હતાં. નોંધનીય છે કે, ટીબી નિર્મૂલન કાર્યક્રમમાં ધનંજય દ્વિવેદી ભાવુક થયાં હતાં. ટીબીના એક દર્દીએ કેવી રીતે આની સામેની લડત આપી તેનું વર્ણન કરતા ધનંજય દ્વિવેદી ભાવુક થયા હતાં.
રાજયમાં ટીબીના દર વર્ષે અંદાજે 1 લાખ 40 હજાર કેસ નોંધાય
દર્દીએ કઈ રીતે ટીબીને હરાવ્યો તે વિશે વાત કરતા જણાવ્યું કે, આ દર્દીએ 18 મહિના સુધી દવા લાધી, તેમણે ટીબી સામે સંઘર્ષ કર્યો અને નિદાન ચાલુ રાખ્યું હતું, તેઓ હિંમત નહોતા હાર્યા. જેમનો વજન 58 કિલો હતો એ ટીબીના કારણે 33 કિલો થઈ ગયો હતો. પરંતુ તે હાર્યા નહીં અને હિંમત રાખી આજે 68 વર્ષની ઉંમરે તેમનો વજન 61 કિલો છે.’ ટીબી સાજા માણસને પણ થઈ શકે અને ગરીબ માણસને પણ થઈ શકે છે. ટીબીમાં કોઈ શરમ રાખવાની જરૂર નથી.આપણને જેમ તાવ આવે એમ ટીબી થાય છે. જેવી રીતે તાવનો ઇલાજ છે તેમ ટીબીનો પણ ઈલાજ છે.’ એટલું જ નહીં પરંતુ ડૉક્ટરોને સહાલ આપતા કહ્યું કે, આપણે ધારીએ તો ટીબીના કોઈ વ્યક્તિ મરવો જોઈએ નહીં’.
આ પણ વાંચો: નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાતની ગૌરવરૂપ સિદ્ધિ, CM ભૂપેન્દ્ર પટેલે આપી માહિતી
ટીબી માટે કામ કરતા વ્યક્તિઓ, ટીબી મુકત થયેલા લોકો હાજર
નોંધનીય છે કે, આ કાર્યક્રમમાં ટીબી માટે કામ કરતા વ્યક્તિઓ અને ટીબીથી મુક્ત લોકો પણ હાજર રહ્યાં હતાં. આંકડાની વાત કરવામાં આવે તો ધનંજય દ્વિવેદીએ કહ્યું કે, રાજયમાં દર વર્ષે ટીબીના અંદાજે 1 લાખ 40 હજાર કેસ નોંધાય છે. તેમાંથી આપણે 90 ટકા લોકોને સજા કરી શકીએ છીએ, 10 ટકાને નથી કરી શકતા! દરે વર્ષે લગભગ આપણે 5 કે સાડા 5 હજાર લોકોને ગુમાવીએ છીએ.
ટીબી મહારોગ નહીં પરંતુ મટી શકે તેવો રોગ છેઃ આરોગ્ય મંત્રી
આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ આવી કાર્યક્રમો કરવા માટે કહ્યું હતું. તાલુકા દીઠ આવા કાર્યક્રમો કરવામાં આવે અને ટીબીથી લોકોને અવેર કરવામાં આવે, જે લોકો ટીબીથી સાજા થયા છે તેમને સાથે રાખીને આવા કાર્યક્રમો કરવા માટે કહ્યું હતું. ટીબીના દર્દીઓએ આશા મૂકી દેવાની જરૂર નથી. તેમણે આ જંગ લડવાની છે અને તેમાં જીતવાનું છે તેમ જણાવ્યું હતું. પહેલા ટીબી મહારોગ કહેવાતો પરંતુ હવે તે મટી શકે તેવો રોગ છે.’ ગુજરાતમાંથી અને દેશમાંથી ટીબી ભગાડવાના અભિયાનમાં દરેક લોકોને સામેલ થવા માટે આરોગ્ય મંત્રીએ આહવાન કર્યું છે.
આ પણ વાંચો: ગુજરાત પેવેલિયનમાં 2235 ગુજરાતી યાત્રિકોનો ઉતારો, પ્રદર્શન ખંડની 69,192 એ લીધી મુલાકાત
100 દિવસ ટીબી નિર્મૂલન ઝૂંબેશના ભાગ રુપે ટીબીના માનનીય મંત્રી, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના અધ્યક્ષપણા હેઠળ તારીખ 14મી ફેબ્રુઆરી, 2025 ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકર ભવન, ગાંધીનગર ખાતે ટીબીના દર્દીઓ, ટીબી ચેમ્પિયન અને સાજા થયેલ ટીબીના દર્દીઓ સાથે આરોગ્ય વિષયક સેમીનાર કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.
ગુજરાતમાં દર વર્ષે નોંધાય છે 1 લાખ 40 હજાર કેસો
ભૂતકાળમાં ટીબી રોગને રાજરોગ ગણવામાં આવતો હતો અને તેનું નિદાન અને સારવાર પણ ખુબ મુશ્કેલ હતી. પરંતુ હાલમાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત રાજયના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે ટીબીનું નિદાન અને સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ગુજરાત રાજયમાં દર વર્ષે અંદાજીત ટીબીના 01લાખ અને 40 હજાર જેટલા કેસો નોંધાતા હોય છે અને સરકારના આરોગ્ય વિભાગના પ્રયત્નોથી 90 ટકા જેટલા દર્દીઓ સફળતાપૂર્વક સારવાર પૂર્ણ કરી રોગમુકત થાય છે. સરકારશ્રી દ્વારા ટીબીના દર્દીઓને સારવાર ઉપરાંત પોષણયુકત આહાર મળી રહે તે હેતુથી નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબીના તમામ દર્દીઓને રૂપિયા 500/- પ્રતિ માસની આર્થિક સહાય ડી.બી.ટી. ના માધ્યમથી આપવામાં આવતી હતી. જેમા સુધારો કરી પહેલી નવેમ્બર ૨૦૨૪થી ટીબીના તમામ દર્દીઓને રૂપિયા 1000/- પ્રતિ માસની આર્થિક સહાય સારવાર ચાલુ રહે ત્યા સુધી આપવાનું નક્કી કરી તેનો અમલીકરણ કરવામા આવેલ છે.
16 જિલ્લા અને 4 કોર્પોરેશનમાં આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો
દેશના ટીબી નિર્મૂલનકામગીરીને વેગ મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા 7મી ડિસેમ્બર – 2025થી "100 દિવસ ટીબી નિર્મૂલન ઝૂંબેશ"નો શુભારંભ 16 જિલ્લા અને 4 કોર્પોરેશનમાં કરવામાં આવેલ છે. જેનો મુખ્ય હેતુ ટીબીરોગનુ ઝડપથી નિદાન કરી દર્દીઓને તાત્કાલીક સારવાર પર મુકી ટીબીથી થતા મૃત્યુમા ધટાડો કરવાનો છે. ટીબીની નિયમિત અને સંપુર્ણ સારવાર લેવાથી ટીબી મટી શકે છે. ટીબી રોગની સારવારનો સમયગાળો ઓછામા ઓછા છ મહિનાનો હોય છે. ડોકટરની સલાહ મુજબ આ સારવાર પુર્ણ કરવી ખુબ જરૂરી છે. ટીબીની સારવારની સાથે પોષ્ટીક આહાર ખાસ કરીને જે ખોરાકમા પ્રોટીનની માત્રા વધુ હોય તેવો આહાર લેવો અને બીડી, સિગારેટ વગેરે જેવા વ્યસનો થી દુર રહેવુ પણ જરુરી છે.આ અભિયાનમા ટીબીના સાજા થયેલા દર્દીઓ અને ટીબી ચેમ્પિયન પણ જોડાય તેવા ઉમદા હેતુથી આ સેમીનારનુ આયોજન કરવામાં આવ્યુ છે.
ટીબી સામેની લડતમા જીત મેળવી શકાય
આરોગ્ય મંત્રી દ્વારા સાજા થયેલા ટીબીના દર્દીઓને અપીલ કરવામા આવી કે તે આ ઉમદા અભિયાનમાં જોડાય, તેમના વિસ્તાર કોઇ અન્ય વ્યક્તિને ટીબી થયો હોય તેને રોગમુક્ત થવા જરૂરી સલાહ અને સહકાર આપે જેવી કે નિયમિત અને સંપુર્ણ સારવાર, પોષ્ટીક આહાર અને વ્યસનથી દુર રહેવુ. જેથી ટીબી સામેની લડતમા જીત મેળવી શકાય છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ અને સફળ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજય આરોગ્યની વિવિધ કામગીરીમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. તો આપણું ગુજરાત ટીબી મુકત થાય અને આપણું ગામ ટીબી મુકત ગામ બને તેવો સંકલ્પ સૌ સાથે મળીને લઇએ.