Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha Division મુદ્દે વિરોધનો વંટોળ! દિયોદરમાં વિશાળ જનસભા, ઉપવાસ આંદોલનની જાહેરાત!

ઓગડ જિલ્લા સંકલન સમિતિ અને પૂર્વ રાજવી ગુમાનસિંહ વાઘેલાએ મોટું નિવેદન આપ્યું છે.
banaskantha division મુદ્દે વિરોધનો વંટોળ  દિયોદરમાં વિશાળ જનસભા  ઉપવાસ આંદોલનની જાહેરાત
Advertisement
  1. બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે વિરોધનો વંટોળ (Banaskantha Division)
  2. Deodar નાં આઝાદ ચોકમાં વિશાળ જનસભાનું આયોજન
  3. ભાજપ-કોંગ્રેસનાં તાલુકાનાં આગેવાનો, વેપારીઓ, ખેડૂતો સભામાં હાજર
  4. પૂર્વ રાજવી ગુમાનસિંહ વાઘેલાનું મોટું નિવેદન
  5. ઓગડ જિલ્લા સંકલન સમિતિની સરકાર પાસે માંગ

બનાસકાંઠા જિલ્લાનાં વિભાજન (Banaskantha Division) મુદ્દે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. સરકારનાં નિર્ણય વિરુદ્ધ વિરોધ દાખવવા આજે દિયોદરમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાંકરેજ, ધાનેરા, દિયોદર સહિત કુલ 5 તાલુકાનાં ખેડૂતો, વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા છે. આ જનસભામાં ભાજપ-કોંગ્રેસનાં (BJP-Congress) તાલુકાનાં આગેવાનો પણ હાજર રહ્યા છે. જનસભામાં ઉપવાસ આંદોલન સહિતનાં કાર્યક્રમોની જાહેરાત પણ કરાઈ છે. પૂર્વ રાજવી ગુમાનસિંહ વાઘેલાએ મોટું નિવેદન આપ્યું છે.

Advertisement

જનસભામાં મોટી સંખ્યામાં વેપારીઓ, ખેડૂતો, ભાજપ-કોંગ્રેસ તાલુકા આગેવાનો હાજર

બનાસકાંઠા જિલ્લાનાં વિભાજનનાં (Banaskantha Division) સરકારનાં નિર્ણય સામે જિલ્લામાં ઠેર ઠેર વિરોધનો સૂર રેલાયો છે. ત્યારે આજે દિયોદરમાં (Deodar) આઝાદચોક ખાતે વિશાળ જનસભા યોજાઈ છે. આ જનસભામાં કાંકરેજ, દિયોદર, ધાનેરા, ભાભર અને ભીલડી સહિતનાં વિસ્તારમાંથી વેપારીઓ, ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે. ઉપરાંત, ભાજપ-કોંગ્રેસનાં તાલુકાનાં આગેવાનો પણ હાજર રહ્યા છે. માહિતી અનુસાર, આ જનસભામાં ઉપવાસ આંદોલન સહિતનાં કાર્યક્રમોની જાહેરાત પણ કરાઈ છે. જો સરકાર આ મામલે જલદી કોઈ યોગ્ય નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે.

Advertisement

આ પણ વાંચો - Banaskantha Division : દિયોદરમાં આજે 5 તાલુકાનાં લોકોની જનસભા, BJP-કોંગ્રેસનાં આગેવાનો પણ જોડાશે!

રાજ્ય સરકાર જનતા માટે પુનઃ વિચારણા કરે: ગુમાનસિંહ

જણાવી દઈએ કે, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને રાજ્ય સરકારે વાવ-થરાદ (Vav Tharad) નવા જિલ્લાની જાહેરાત કરી છે, જેને લઈ જિલ્લામાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. આજે દિયોદરમાં (Deodar) જનસભાનું આયોજન કરાયું છે, જેમાં પૂર્વ રાજવી ગુમાનસિંહ વાઘેલાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે (Guman Singh Vaghela) કહ્યું કે, વિસ્તારના લોકોની અપેક્ષા સરકારે જાણવી જોઈએ. તમામ વિસ્તારનાં લોકોને સાથે લેવા પડે. આ મુદ્દે રાજ્ય સરકાર જનતા માટે પુનઃ વિચારણા કરે. આ સાથે તેમણે કહ્યું કે, એકબીજા સાથે આંદોલન કરવાનું નથી. તમામ વિસ્તારના લોકોને સાથે લઈને ચાલવાનું છે. ભાજપ-કોંગ્રેસ દરેક ઈચ્છે છે કે સૌનું હિત જળવાય એવો જિલ્લો બને. તેમણે સૂચિત ઓગડ જિલ્લો બનાવવાની માંગણી સાથે ઓગડ જિલ્લો નામ આપવામાં આવે તેવી માગ કરી છે.

આ પણ વાંચો - BREAKING : Porbandar કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 જવાન શહીદ

આ મુદ્દે રાજ્ય સરકાર અમારી સાથે ચર્ચા કરે : ઓગડ જિલ્લા સંકલન સમિતિ

ઉપરાંત, આ જનસભા દરમિયાન ઓગડ જિલ્લા સંકલન સમિતિએ (Ogad District Coordination Committee) પણ સરકાર પાસે માગ કરી છે. સમિતિએ કહ્યું કે, જિલ્લા વિભાજન મુદ્દે મનસ્વી નિર્ણય કરાયો છે. આ મુદ્દે રાજ્ય સરકાર અમારી સાથે ચર્ચા કરે. સમિતિએ આગળ કહ્યું કે, લોકમત મેળવીને નિર્ણય અંગે સરકાર પુનઃવિચારણા કરે એવી માગ છે. જિલ્લાનું નામ સૂચિત કરનારા જ ફરી ગયા છે તેમ સમિતિએ જણાવ્યું હતું. સમિતિએ કહ્યું કે, આગામી સમયમાં આંદોલનકારી કાર્યક્રમો અપાશે અને જરૂર પડશે તો ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) પિટિશન કરાશે.

આ પણ વાંચો - Surat : કબડ્ડીનાં 25 વર્ષીય ખેલાડીનું Heart Attack થી મોત, આસિ. બેંક મેનેજરનો આપઘાત

Tags :
Advertisement

.

×