AAP પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીના સરકાર પર પ્રહાર, BZ ગ્રૂપ સહિતનાં મુદ્દાઓ પર ઘેરી!
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા AAP નેતાઓ ફરી વાર થયા એક્ટિવ!
- પ્રમુખ ઇસુદાન ગઢવી, ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા સહિતનાં નેતાઓએ યોજી બેઠક
- ઇસુદાન ગઢવીનાં સરકાર પર પ્રહાર, વિવિધ મુદ્દાઓ પર રાજ્ય સરકારને ઘેરી
આમ આદમી પાર્ટી નેતાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પહેલી વખત એક્ટિવ થયા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા. સાથે જ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી BZ ગ્રૂપ ફ્રોડ અને 10 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મને લઈને આમ આદમી પાર્ટીનાં (AAP) પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ (Isudan Gadhvi) સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, BJP સરકારમાં ચારે બાજુ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. વિકાસનાં કામો માટે ફાળવાથી ગ્રાન્ટ પણ BJP નાં નેતાઓ પોતાનાં ઘરે લઈ ગયા છે. સાથે તેમણે સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, ભાજપના નેતાઓ ગુજરાતની પોલીસને તેનું કામ કરવા દેતા નથી અને પોલીસને આમ આદમી પાર્ટીનાં નેતાઓ પાછળ દોડાવી રહી છે.
ભાજપના નેતા સાથે કૌભાંડીનાં ફોટો
તેમણે વધુમાં આક્ષેપ કર્યા હતા કે, BZ ગ્રૂપનો ભૂપેન્દ્રસિંહ ઝાલાએ (BhupendraSingh Jhala) 6000 કરોડનું કૌભાંડ કરી નાખ્યું છે. ભાજપના નેતાઓ સાથે પણ તેના ફોટાઓ વાઇરલ થયા હતા તો તેની ધરપકડ કેમ કરવામાં આવી નથી અને ખોટી રીતે આમ આદમી પાર્ટીનાં (AAP) નેતાઓને હેરાન કરી રહ્યાં છે. કચ્છમાંથી (Kutch) નકલી ED કાંડમાં પકડાયેલા 2 આરોપીને આમ આદમી પાર્ટીનાં નેતા ગણાવી રહ્યા છે પરંતુ, આમ આદમી પાર્ટીમાંથી તેને 2 વર્ષ પહેલાં જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
રત્ન કલાકારો માટે રાહત પેકેજ, પોલીસ ભરતી, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કલોરશિપની માગ
ઇશુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કરતા આગળ કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. ભાવનગરમાં માત્ર 20 હજાર રૂપિયા વ્યાજે લેતા રત્ન કલાકારની હત્યા કરાઈ હતી. આજે ગુજરાતમાં રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. આ સાથે તેમણે સરકાર દ્વારા તમામ રત્ન કલાકારો માટે રાહત પેકેજ આપવામાં આવે તેની માગ પણ કરી હતી. સાથે જ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કલોરશિપ ફરી ચાલુ કરવા, પોલીસની ભરતીની પણ માગ કરી હતી.
आगामी स्थानीय स्वराज चुनाव को ध्यान में रखते हुए प्रदेश अध्यक्ष श्री @isudan_gadhvi जी @Gopal_Italia जी की अध्यक्षता में प्रदेश कार्यालय में चुनावी समीक्षा बैठक का आयोजन किया गया।@ArvindKejriwal @SandeepPathak04 pic.twitter.com/HuZDrhnyeY
— Chaitar Vasava AAP (@Chaitar_Vasava) December 22, 2024
આ પણ વાંચો - Banaskantha : ગેનીબેન ઠાકોરે ફરી એકવાર શંકર ચૌધરી પર સાધ્યું નિશાન! કહ્યું - એ BJP નાં..!
'મુખ્યમંત્રીનાં કાર્યક્રમમાં વિરોધ કરાશે'
ઈશુદાન ગઢવીએ (Isudan Gadhvi) ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) પાછળ પોલીસનો કાફલો દોડાવવામાં આવી રહ્યો છે અને તેમની પર ખોટી રીતે FIR પણ દાખલ કરવામાં આવી રહી છે. સાથે તમે ચેલેન્જ આપી હતી કે આગામી સમયમાં જો આમ આદમી પાર્ટીનાં કોઈ નેતાઓ પર ખોટી રીતે FIR દાખલ કરવામાં આવી તો ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને તેમના મંત્રીઓની કોઈપણ સભા થશે તો ત્યાં જઈને આમ આદમી પાર્ટી વિરોધ કરશે.
આ પણ વાંચો - રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, GPSC ચેરમેને ઉમેદવારોને કરી આ ખાસ અપીલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને બેઠકો શરૂ
આવનારા દિવસોમાં ગુજરાતમાં નગરપાલિકા અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે તમામ રાજકીય પાર્ટી દ્વારા બેઠકોનાં દોર શરૂ કરી દેવામાં આવ્યા છે. આ વર્ષે આમ આદમી પાર્ટી (AAP) પણ પહેલી વખત ગુજરાતમાં સ્થાનિક પ્રજાને ચૂંટણી લડવા જઈ રહી છે. તેમના પ્રદેશ કાર્યલયની ઓફિસ ખાતે તમામ ઝોનનાં નેતા બોલાવી બેઠક યોજાઈ હતી. સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava), હેમંત ખવા, પ્રભારી મનોજ સોરઠીયા, ગોપાલ ઇટાલીયા (Gopal Italia) સહિતનાં નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા.
અહેવાલ : રાહુલ ત્રિવેદી, અમદાવાદ
આ પણ વાંચો - VADODARA : કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે "નમો કમલમ"નું ઉદ્ધાટન


