Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક સંવેદનશીલ અભિગમ, આ દિવ્યાંગ ખેલાડીઓને આપશે નોકરી

Gujarat: એશિયન પેરા ગેઇમ્સમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ વિજેતા બે દિવ્યાંગ ખેલાડીઓને તેમની સિદ્ધિ માટે રાજ્ય સરકારની સેવામાં વર્ગ-01 અને વર્ગ-02માં નિમણૂક આપવામાં આવશે.
gujarat  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક સંવેદનશીલ અભિગમ  આ દિવ્યાંગ ખેલાડીઓને આપશે નોકરી
Advertisement
  1. દિવ્યાંગ ખેલાડીઓની રમત ગમત ક્ષેત્રની વિશેષ સિદ્ધિનું ગૌરવ
  2. આ દિવ્યાંગ ખેલાડીઓની મળશે વર્ગ - 01 અને વર્ગ-02 તરીકે નિમણૂક
  3. બે દિવ્યાંગ પ્રજ્ઞા ચક્ષુ ખેલાડીઓને રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય

Gujarat: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફરી એક વખત સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. એશિયન પેરા ગેઇમ્સમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ વિજેતા બે દિવ્યાંગ ખેલાડીઓને તેમની સિદ્ધિ માટે રાજ્ય સરકારની સેવામાં વર્ગ-01 અને વર્ગ-02માં નિમણૂક આપવામાં આવશે. એશિયન પેરા ગેઇમ્સમાં પુરુષો માટેની ચેસ રમતના ગોલ્ડ મેડલ વિનર પ્રજ્ઞા ચક્ષુ યુવા દર્પણ ઇનાણીની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ-01 તરીકે નિયુક્તિ થશે.

Advertisement

બે દિવ્યાંગ ખેલાડીઓને રાજ્ય સરકાર આપશે નોકરી

આ સાથે સાથે મહિલાઓ માટેની ચેસની રમતમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર પ્રજ્ઞા ચક્ષુ ખેલાડી હિમાંશી રાઠીને તાલુકા વિકાસ અધિકારી વર્ગ-02 તરીકે નિયુક્તિ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એશિયન પેરા ગેઇમ્સમાં મેડલ મેળવીને દેશ અને રાજ્યનું નામ રોશન કરનારા બે દિવ્યાંગ ખેલાડીઓની વિશેષ સિદ્ધિ ને બિરદાવી તેના ગૌરવ સન્માન રૂપે રાજ્ય સરકારમાં વર્ગ - 01 અને વર્ગ-02 તરીકે નિમણૂક આપવાનો સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: ‘જાહેરમાં આવો, તમારી સામે હું જવાબ આપીશ’ સતાધાર વિવાદમાં નરેન્દ્ર સોલંકીની ઓપન ચેલેન્જ

બે દિવ્યાંગ પ્રજ્ઞા ચક્ષુ ખેલાડીઓને રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય

રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા અમલી ગુજરાત ખેલકૂદ નીતિ-2016 અન્વયે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત રમતવીરોને પ્રોત્સાહન આપવામાં આવે છે. તદઅનુસાર, ઓલીમ્પિક, કોમનવેલ્થ અને એશિયન ગેઇમ્સમાં મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીઓને પુરસ્કાર ઉપરાંત રાજ્ય સરકારની વર્ગ-01 અને વર્ગ-02ની જગ્યા ઉપર નિમણૂકની ઓફર પણ આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સંદર્ભમાં તાજેતરમાં 2023ની એશિયન પેરા ગેઇમ્સમાં ભારત અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને ચેસની રમતમા ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત બે દિવ્યાંગ પ્રજ્ઞા ચક્ષુ ખેલાડીઓને રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: 40 વર્ષની લાંબી લડાઈ બાદ બિહારમાં પહેલીવાર મહિલાને મળી CAA હેઠળ ભારતીય નાગરિકતા

મુખ્યમંત્રીના આ નિર્ણયથી દિવ્યાંગ ખેલાડીઓમાં આનંદ

આ બે દિવ્યાંગ ખેલાડીઓમાં ચોથી એશિયન પેરા ગેમ્સની પુરુષો માટેની ચેસની રમતમાં ગોલ્ડ મેડલ વિજેતા દર્પણ સતીશ ઇનાણી અને એ જ રમતોત્સવમાં મહિલાઓ માટેની ચેસમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર સુ હિમાંશી ભાવેશભાઈ રાઠીનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ પ્રજ્ઞા ચક્ષુ યુવાન દર્પણ સતીશ ઇનાણીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ-01 તરીકે નિમણૂક આપવાની અનુમતિ આપી છે.

આ પણ વાંચો: 'Mahakumbh-2025' માટે CM ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે નિ:શુલ્ક 'વોટર એમ્બ્યુલન્સ' નું ફ્લેગઓફ

હિમાંશી રાઠીને તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક આપવા મંજૂરી

આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોથી એશિયન પેરા ગેઇમ્સમાં મહિલાઓ માટેની ચેસની રમતમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર પ્રજ્ઞા ચક્ષુ સુ. હિમાંશી ભાવેશભાઈ રાઠીને તાલુકા વિકાસ અધિકારી વર્ગ 02 તરીકે નિમણૂક આપવા મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આવી વિશ્વ સ્તરીય રમત ગમતમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા પ્રતિભા સંપન્ન ખેલાડીઓને રાજ્ય સરકારમાં નિમણુક આપવાના અપનાવેલા આ અભિગમને પરિણામે વધુને વધુ ખેલાડીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે પ્રેરણા મળશે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×