Gujarat : આંદોલનકારી આરોગ્યકર્મીઓ સામે એસ્માનો કોરડો, 4 હજારથી વધુ કર્મચારી સામે ચાર્જશીટ-ખાતાકીય તપાસ
- આંદોલનકારી 1100 આરોગ્યકર્મીઓને ટર્મિનેટ કરાયા
- રાજ્ય સરકારના આંદોલનકારીઓ સામે આકરા પગલા
- ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ યથાવત
Gujarat : આરોગ્યકર્મીઓના આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આંદોલનકારીઓ સામે રાજ્ય સરકારે આકરા પગલા લીધા છે. તેમાં 1100 આંદોલનકારી કર્મચારીઓને ટર્મિનેટ કરાયા છે. જેમાં આરોગ્ય વિભાગે ટર્મિનેટ કરવાનો આદેશ આપતા ચકચાર મચી છે. તથા 4000થી વધુ સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસ શરૂ કરાઇ છે.
ગાંધીનગર ( Gandhinagar ) આરોગ્ય કર્મચારીઓનું આંદોલન બન્યું ઉગ્ર, અચોક્કસ મુદતની હડતાળ સતત 10મા દિવસે પણ યથાવત
રાજ્યભરના જિલ્લા આરોગ્ય કર્મચારીઓની (health workers) માંગ ન સંતોષાતા તેમણે સરકાર (government) સામે બાયો ચઢાવી છે.
આરોગ્ય કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર… pic.twitter.com/9wVEJC2hZT— Gujarat First (@GujaratFirst) March 26, 2025
એસ્મા એક્ટ લાગુ કર્યા બાદ પણ આંદોલન ચાલુ રાખતા કાર્યવાહી કરવામાં આવી
એસ્મા એક્ટ લાગુ કર્યા બાદ પણ આંદોલન ચાલુ રાખતા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આંદોલન કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારના આકરા પગલા યથાવત છે. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓ ઉપર સરકારે એસ્મા લગાવ્યો હોવા છતાં છેલ્લા નવ દિવસથી પાટનગરમાં સરકારની સામે પડતર માગણીઓના ઉકેલને લઇ આંદોલન જારી રાખ્યું છે.
1100 જેટલા કર્મચારીઓને છૂટા કર્યા છે જ્યારે 10 હજારથી વધુ કર્મીને નોટિસ
બીજી તરફ આરોગ્ય વિભાગે કડક પગલા લેવાનું શરૂ કરતા અત્યાર સુધીમાં રાજ્યભરમાં વિવિધ જિલ્લામાં આંદોલન પર ગયેલા 1100 જેટલા કર્મચારીઓને છૂટા કર્યા છે જ્યારે 10 હજારથી વધુ કર્મીને નોટિસ આપી છે. સત્યાગ્રહ છાવણી ખાતે કર્મચારીઓએ રાત્રે કેન્ડલ લાઇટ માર્ચ પણ યોજી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
હજારો આરોગ્ય કર્મીઓનું ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ યથાવત
પંચાયત હસ્તકના હજારો આરોગ્ય કર્મીઓએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ યથાવત રાખ્યો છે. જેમાં મહિલા કર્મચારીઓનો પણ મોટી સંખ્યામાં સમાવેશ થાય છે. સાબરકાંઠા જિલ્લામાં જ હડતાલ પરના 400 જેટલા કર્મચારીઓને છૂટા કરવાની નોટિસ આપી સરકારે એસ્મા હેઠળ અન્ય જિલ્લાઓમાં કાર્યવાહી કરી છે. રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના અગ્રણીઓએ સરકારના પગલાંને ગેરવાજબી ગણાવી લડત ચાલુ રાખવાનું એલાન કર્યું છે. સરકાર છૂટા કરીને ખોટી રીતે હેરાન કરીને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. કર્મચારી સંઘના મહામંત્રી આશિષ બારોટને પણ સાબરકાંઠામાં છૂટા કરવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો: Dahod : ઝાલોદમાં લગ્ન પ્રસંગમાં મોટી દુર્ઘટના, વરરાજાની કાર જાનૈયાઓ પર ફરી વળી


