BZ Group Scam : ક્રિકેટરો સહિત કુલ 11 હજાર લોકોએ રૂ.10 લાખથી લઈ 1 કરોડ સુધીનું રોકાણ કર્યું!
- BZ Group Scam ના ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મોટા ખુલાસા!
- કુલ 11 હજાર જેટલા લોકોએ BZ ગ્રૂપમાં રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું
- રૂ. 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરાયું હોવાની માહિતી
- કેટલાક ક્રિકેટરોએ પણ BZ ગ્રૂપમાં રોકાણ કર્યું હોવાનો ખુલાસો!
રાજ્યમાં રૂ. 6 હજાર કરોડનું સૌથી મોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપનાં (BZ Group Scam) ભેજાબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. BZ ગ્રૂપની પોંઝી સ્કીમોમાં 11 હજાર જેટલા લોકોએ રોકાણ કર્યું હતું. 10 લાખથી લઈને 1 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરવામાં આવ્યું હતું. સાથે જ એવું પણ જાણવા મળ્યું છે કે, કેટલાક ક્રિકેટરોએ પણ BZ ગ્રૂપમાં રોકાણ કર્યું છે. જો કે, આ મામલે હાલ પણ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો - Chhota Udepur : બોડેલી નજીક Hit and Run, 2 યુવતીનાં ઘટના સ્થળે જ મોત, દ્રશ્યો ચોંકાવનારા!
11 હજાર જેટલા લોકોએ 10 લાખથી લઈને રૂ. 1 કરોડ સુધીનું રોકાણ કર્યું!
લોકોને વધુ વળતરની લાલચ આપીને પોંઝી સ્કીમોમાં (BZ Group's Ponzi scheme) રોકાણ કરાવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનારા કૌભાંડી BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની (Bhupendrasinh Zala) CID ક્રાઇમની ટીમે મહેસાણા જિલ્લાનાં (Mehsana) વિસનગરનાં દવાડા ગામે આવેલા એક ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જે મુજબ, BZ ગ્રૂપની પોંઝી સ્કીમોમાં 11 હજાર જેટલા લોકોએ 10 લાખથી લઈને રૂ. 1 કરોડ સુધીનું રોકાણ કર્યું હતું. રૂ. 100 કરોડ હજુ પણ લોકોને પરત કરવાનાં બાકી હોવાની બાબત પણ સામે આવી છે.
આ પણ વાંચો - Ahmedabad: સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બની રૂ.50 લાખનો ખેલ પાડ્યો
કેટલાક ક્રિકેટરોએ પણ BZ ગ્રૂપમાં રોકાણ કર્યું!
ઉપરાંત, તપાસમાં જાણવા મળ્યું કે, કેટલાક ક્રિકેટરોએ પણ BZ ગ્રૂપમાં રોકાણ કર્યું છે. 10 જેવા રોકાણકારો એવા છે જેમને રૂ. 1 કરોડ કરતા વધુની રકમનું રોકાણ કર્યું છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 100 કરોડ કરતા વધુ રૂપિયાની મિલકતો પણ વસાવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાના સગા-સંબંધી અને તેના મિત્રોની મિલકતોની પણ તપાસ કરવામાં આવી રહી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહિલા PI ની મિલકતોની પણ તપાસ કરાશે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પૂછપરછમાં જણાવ્યું કે, કૌભાડનાં પર્દાફાશ બાદ તે રાજસ્થાન, ગાંધીનગર પાસે પણ ભાગતો ફરતો હતો. તેની પાસેથી 8 મોબાઈલ કબજે લેવામાં આવ્યા છે. સાથે જ એવું પણ જાણવા મળ્યું છે કે, ફરિયાદીએ જેતે સમયે રૂ. 6 હજાર કરોડનાં રોકાણની ફરિયાદ કરી હતી પરંતુ, હાલની તપાસમાં રૂપિયા 450 કરોડ જેટલી રકમ છેતરપિંડીની હોય તેવું તપાસમાં સામે આવ્યું છે. આ મામલે વધુ તપાસ હાલ પણ ચાલુ છે.
આ પણ વાંચો - Ahmedabad: 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર


