Cyber Crime : ATS ની જેમ સાઇબર ક્રાઈમનું બનશે અલગ યુનિટ, સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય
- રાજ્યમાં ATS ની જેમ સાઇબર ક્રાઈમનું અલગથી યુનિટ બનશે (Cyber Crime)
- સાઇબર ક્રાઇમનાં વધતા ગુનાહોને ધ્યાનમાં લઈ સરકારનો નિર્ણય
- એક IG એક DIG રેન્કના અધિકારીની સાઇબર ક્રાઈમ માટે નિમણૂક થશે
- પોલીસ ભવન જેવું સાઇબર ક્રાઈમનું અલાયદું ભવન ગાંધીનગરમાં બનશે
Gandhinagar : રાજ્યમાં સાઇબર ક્રાઇમની ઘટનાઓમાં (Cyber Crime) દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ટેક્નોલોજીનાં યુગમાં સાઇબર ગઠીયાઓ નાગરિકોને 'ડિજિટલ એરેસ્ટ' (Digital Arrest) કરી ડરાવી-ધમકાવી રૂપિયા ખંખેરી રહ્યા છે. ત્યારે સતત વધી રહેલા સાઇબર ક્રાઇમને અટકાવવા માટે રાજ્યમાં એટીએસની (Gujarat ATS) જેમ એક અલગ યુનિટ બનાવવાનો સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. એક IG અને એક DIG રેન્કના અધિકારીની સાઇબર ક્રાઈમ યુનિટ માટે નિમણૂક કરાશે.
આ પણ વાંચો - Kshatriya Community Controversy: ભાજપ નેતા જયરાજસિંહના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
ATS ની જેમ Cyber Crime નું અલગથી યુનિટ બનશે
રાજ્ય સરકાર દ્વારા સાઇબર ક્રાઇમની ગંભીરતા સમજીને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્યમાં હવે ATS ની જેમ સાયબર ક્રાઈમનું (Cyber Crime) અલગથી યુનિટ બનશે, જેમાં એક IG અને એક DIG રેન્કના અધિકારીની નિમણૂક કરાશે. માહિતી મુજબ, ગાંધીનગરમાં પોલીસ ભવન (Gandhinagar Police Bhavan) જેવું જ સાઇબર ક્રાઈમ માટેનું અલાયદું ભવન પણ બનાવવામાં આવશે. આ સાઇબર ક્રાઇમ યુનિટમાં 5 જેટલા SP, 8 જેટલા DYSP અને 15 જેટલા PI ને નિમણૂક અપાશે.
આ પણ વાંચો - Gujarat: બુટલેગરોની કમાલ, નકલી ટોઇલેટના કમોડ તો ક્યાક પાર્ક કરેલા કન્ટેનરમાં દારૂનો જથ્થો ઝડપાયો
અધ્યતન ટેકનોલોજીથી સજ્જ હશે નવું ભવન નિર્માણ પામશે
માહિતી અનુસાર, અધ્યતન ટેકનોલોજીથી સજ્જ સાઇબર ક્રાઈમ માટેનું ભવન નિર્માણ પામશે. ખાનગી કંપનીઓને ચાર્જ વસૂલીને આ યુનિટ સેવાઓ પણ પૂરી પાડશે. આર્થિક સત્તા માટે બોર્ડ કે નિગમ જેવી સંસ્થા પણ રચવામાં આવશે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સાઇબર ક્રાઇમની ફરિયાદોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. સાઇબર ગઠીયાઓ ઓનલાઇન લિંક ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ, ઓડિયો-વીડિયો કોલ સહિતનાં વિવિધ પેતરાં અજમાવીને લોકો સાથે છેતરપિંડી આચરતા હોય છે. રાજ્ય પોલીસે પણ નાગરિકોને આ પ્રકારનાં ફ્રોડથી સાવચેત રહેવા અને તકેદારી રાખવા આહ્વાન કર્યું છે.
આ પણ વાંચો - ઠગ ટોળકીએ Allahabad Bank ને છેતરી તો બેંકે બીજા કોઈની મિલકત સીલ કરી દીધી


