ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : દહેગામ જતાં વાહનચાલકો સાચવજો! નર્મદા કેનાલનો એક છેડો ફૂટપાથ સહિત ધરાશાયી

મહત્ત્વની વાત તો એ છે કે ઘટનાનાં 2 કલાક બાદ પણ વાહન વ્યવહાર બંધ કરાયો નહોતો.
11:02 PM Dec 22, 2024 IST | Vipul Sen
મહત્ત્વની વાત તો એ છે કે ઘટનાનાં 2 કલાક બાદ પણ વાહન વ્યવહાર બંધ કરાયો નહોતો.
  1. દહેગામ-Ahmedabad હાઇવે પરથી પસાર થતાં પહેલા સાચવજો!
  2. રાયપુર પાસે નર્મદા કેનાલ પરનાં ઓવરબ્રિજનો જર્જરિત ભાગ ધરાશાયી
  3. મોડી રાતે બની ઘટના, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

દહેગામ-અમદાવાદ હાઇવે પરથી (Dahegam-Ahmedabad Highway) પસાર થતાં પહેલા સાચવજો કારણ કે મોડી રાત્રે રાયપુર પાસે પસાર થતી નર્મદા કેનાલનાં બ્રીજની સાઈડનો પેરાફિટ સહિત સાઈડમાં બનાવેલ ફૂટપાથનો 30 થી 40 ફૂટનો હિસ્સો તૂટી પડ્યો હતો. આ કારણે એક સાઈડનો રોડ બંધ કરાયો છે. પોલીસે બેરિકેટ કરી એક સાઈડનો રોડ હાલ બંધ કર્યો છે અને સુરક્ષાનાં ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

આ પણ વાંચો - Ahmedabad બન્યું ભૂવાનગરી! રિપેરિંગનાં એક મહિના પછી ફરી પડ્યો ભૂવો!

નર્મદા કેનાલ પરનાં ઓવરબ્રિજનો જર્જરિત ભાગ ધરાશાયી થયો

માહિતી અનુસાર, આ ઘટના રાતનાં અંદાજે 2 વાગે બની હતી. આ અંગે જાણ થતાં સંબંધિત અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને માહિતી મેળવી હતી. મહત્ત્વની વાત તો એ છે કે ઘટનાનાં 2 કલાક બાદ પણ વાહન વ્યવહાર બંધ કરાયો નહોતો. જો કે, સ્થિતિની ગંભીરતાને જોતા હાલ રસ્તો બંધ કરાયો છે. અગાઉ પણ આ રસ્તા પર નાનું એવું રિપેર કામ કરાયું હતું પરંતુ, આ જગ્યા પર મોટો સ્લેબ કેનાલ બ્રિજનો તૂટ્યો છે જે જોખમ સમાન છે.

આ પણ વાંચો - Surat : છેતરપિંડી કેસમાં છેલ્લા 8 વર્ષથી નાસતો ફરતો આરોપી અમદાવાદમાંથી ઝડપાયો

સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં, અધિકારીઓએ કામગીરી હાથ ધરી

દહેગામ-નરોડા સ્ટેટ હાઇવે (Dahegam-Ahmedabad Highway) પર આવેલી સરદાર સરોવર નર્મદા નિગમની કેનાલ (Narmada Canal) પર આવેલા ઓવરબ્રિજનો એક હિસ્સો જર્જરિત હોવાથી ધરશાયી થયો હતો. ઘટનાની જાણ થતાં S.S.N.L નાં M.D. મુકેશ પુરી, કલેક્ટર ગાંધીનગર (Gandhinagar) મેહુલ કે. દવે, પ્રાંત અધિકારી ગાંધીનગર પાર્થ કોટડીયા સહિત અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી હતી. સ્થળ તપાસ બાદ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે કોઇ જાનહાનિ થઈ નથી તેની પુષ્ટિ કરવામાં આવી છે. તથા તાત્કાલિક સુરક્ષાનાં પગલા હેતું તૂટેલા બ્રિજની આજુંબાજુંમાં પતરાંનાં શેડ લગાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

અહેવાલ : સચિન કડિયા, અમદાવાદ

આ પણ વાંચો - Bharuch : ઝઘડિયા દુષ્કર્મ મામલે કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહી આ વાત

Tags :
Breaking News In GujaratiDahegam-Ahmedabad HighwayGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNarmada canalNews In GujaratiRaipurslab ofcanal bridge collapsed
Next Article