Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dileep Sanghani : ફિશરીઝ કૌભાંડમાં ક્લીનચીટ મળ્યા બાદ કહ્યું- રાજકીય નિર્ણયો, અફવાઓનાં આધારે..!

તેમણે આરોપ સાથે કહ્યું કે, ચાર્જશીટ થઈ ત્યાં સુધી મારું નામ ક્યાંય ન હતું, અચાનક મારું નામ ઉમેરવામાં આવ્યું હતું.
dileep sanghani   ફિશરીઝ કૌભાંડમાં ક્લીનચીટ મળ્યા બાદ કહ્યું  રાજકીય નિર્ણયો  અફવાઓનાં આધારે
Advertisement
  1. ફિશરીઝ કૌભાંડમાં ક્લીનચીટ બાદ દિલીપ સંઘાણીનો મોટો ધડાકો (Dileep Sanghani)
  2. કારણ વગર, ગુના વગર મને વર્ષો સુધી હેરાન કરાયો : સંઘાણી
  3. "રાજકીય નિર્ણયો, અફવાઓનાં આધારે થતા કેસનો ભોગ બન્યો"
  4. ધારાસભ્યોને પેન્શન મુદ્દે દિલીપ સંઘાણીનું નિવેદન
  5. નેનો યુરિયાને લઈને પણ દિલીપ સંઘાણીએ આપી પ્રતિક્રિયા

Dileep Sanghani : ફિશરીઝ કૌભાંડ મામલે (Fisheries Scam Case) ક્લીનચીટ મળ્યા બાદ સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ મોટો ધડાકો કર્યો છે. તેમણે ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથે વાતચીત કરતા જણાવ્યું કે, કોઈપણ કારણ વગર, કોઈપણ ગુના વગર મને વર્ષો સુધી હેરાન કરવામાં આવ્યો. તેમણે આરોપ સાથે કહ્યું કે, ચાર્જશીટ થઈ ત્યાં સુધી મારું નામ ક્યાંય ન હતું, અચાનક મારું નામ ઉમેરવામાં આવ્યું હતું. આ સાથે તેમણે ધારાસભ્યોની પેન્શન (Pension of MLAs) અને નેનો યુરિયા અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

તપાસેલા 40 સાક્ષીઓએ ના પાડી કે દિલીપભાઈનો કોઈ રોલ નથી : દિલીપ સંઘાણી

સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ (Dileep Sanghani) ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. ફિશરીઝ કૌભાંડ મામલે ક્લીનચીટ મળતા તેમણે આરોપ સાથે કહ્યું કે, કોઈપણ કારણ વગર, કોઈપણ ગુના વગર મને વર્ષો સુધી હેરાન કરવામાં આવ્યો. ચાર્જશીટ થઈ ત્યાં સુધી મારું નામ ક્યાંય ન હતું, અચાનક મારું નામ ઉમેરવામાં આવ્યું હતું. તપાસેલા 40 સાક્ષીઓએ ના પાડી કે દિલીપભાઈનો કોઈ રોલ નથી, તપાસ કરતા 3 IPS એ કીધું કે કોઈ રોલ નથી. ઉપરાંત, તમામ સરકારી વકીલની વાત મારા તરફેણમાં હતી તેમ છતાં, ન્યાયતંત્ર દ્વારા વિરોધાભાસી કામ કરવામાં આવ્યું. હાઇકોર્ટમાં (Gujarat High Court) પણ મને સાંભળવામાં ન આવ્યો, એક તરફી વાત સાંભળી નિર્ણય આપવામાં આવ્યો હતો. અંતે સુપ્રીમ કોર્ટમાં ગયો અને સુપ્રીમ કોર્ટથી મને ન્યાય મળ્યો

Advertisement

'600 પાના સુધીની તપાસમાં મારા નામનો ક્યાંય ઉલ્લેખ નહીં'

દિલીપ સંઘાણીએ આગળ કહ્યું કે, રાજકીય નિર્ણયો, અફવાઓનાં આધારે થતાં કેસનો ભોગ બન્યો. હાઈકોર્ટમાં અરજી થઈ તેમાં મારું નામ નહોતું. 600 પાના સુધીની તપાસમાં મારા નામનો ક્યાંય ઉલ્લેખ નહીં. પરંતુ, ચાર્જશીટ કરતી વખતે મારું નામ ઉમેરવામાં આવ્યું હતું. દિલીપ સંઘાણીએ સુપ્રીમ કોર્ટનાં (Supreme Court) નિર્ણયમાં હાઇકોર્ટ અને નીચલી અદાલતની ટીકા કરવામાં આવી હોવાની પણ વાત કરી હતી. જણાવી દઈએ કે, થોડા સમય અગાઉ જ સુપ્રીમ કોર્ટે દિલીપ સંઘાણીને ક્લીન ચીટ આપી છે.

Advertisement

આ પણ વાંચો - Valsad : વધુ એક પરિવારનો સામૂહિક આપઘાત, પત્ની-બાળકની હત્યા કરી પતિએ કર્યો આપઘાત

સાંસદો પેન્શન લેતા હોય તો MLAને કેમ નહીં : દિલીપ સંઘાણી

ધારાસભ્યોની પેન્શન અંગે વાત કરતા દિલીપ સંઘાણીએ કહ્યું કે, માધવસિંહ સોલંકી વખતે કાયદો બનાવાયો હતો. ત્યારે ગાંધીજીના નામે કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો. વિરોધના લીધે કાયદાનું અમલીકરણ ન થઈ શક્યું. ઘણા વર્ષો સુધી કાયદો બન્યા પછી પડ્યો રહ્યો. તેમણે આગળ કહ્યું કે, મેં કોંગ્રેસનાં (Congress) નેતાઓને દરખાસ્ત કરવા કહ્યું હતું. કોઈએ દરખાસ્ત ન કરી એટલે કાયદો રદ કર્યો. બંને ગૃહનાં સાંસદો પેન્શન લે છે. સાંસદો પેન્શન લેતા હોય તો MLAને કેમ નહીં. પેન્શન નહીં લેવાની વાતો કરનારા દંભી છે. દંભમાંથી બહાર નીકળીને કાયદો બનાવવો જોઈએ, જેને લાભ ન લેવો હોય તે ના પણ પાડી જ શકે છે. છેલ્લા દિવસોમાં ઘર પણ ન ચાલતું હોય તેવા MLA જોયા છે.

આ પણ વાંચો - Gandhinagar : સતત બીજા દિવસે ગુજરાતી કલાકારોએ વિધાનસભાની મુલાકાત લીધી, જુઓ Video

'યુરિયાની એક થેલી પર 1800 રૂપિયાની સબસિડી છે'

ઉપરાંત, નેનો યુરિયાને (Nano Urea) લઈને દિલીપ સંઘાણીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથેની વાતચીતમાં કહ્યું કે, નેનો યુરિયાની એક બોટલ સવા બસો રૂપિયામાં મળે છે. યુરિયા ખાતર પાછળ વર્ષે અઢી લાખ રૂપિયા ફાળવાય છે. 50 ટકા યુરિયા ખાતર વિદેશી મંગાવવામાં આવે છે. યુરિયાના લીધે દેશનું હુંડિયામણ વિદેશમાં જતું રહે છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, યુરિયાની એક થેલી પર 1800 રૂપિયાની સબસિડી છે. 1800ની સબસિટી મળે ત્યારે એક થેલી 250 રૂપિયામાં મળે. નવા સંશોધનો થાય તેનો ઉપયોગ કરવો જોઈએ. નેનો યુરિયાનાં ઉપયોગથી દેશની સંપત્તિ પણ બચશે.

આ પણ વાંચો - Dwarka :સ્વામીનારાયણ સંપ્રદાયનાં નીલકંઠ સ્વામીનો બફાટ, સાધુ સંતોમાં રોષ

Tags :
Advertisement

.

×