Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : આવતીકાલે 1.85 લાખ ઉમેદવાર આપશે State Tax Inspector ની પરીક્ષા, વાંચો વિગત

આવતીકાલે સવારે 11 થી બપોરે 1 વાગ્યા વચ્ચે પરીક્ષાનું આયોજન કરાશે, જેમાં 1.85 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.
gandhinagar   આવતીકાલે 1 85 લાખ ઉમેદવાર આપશે state tax inspector ની પરીક્ષા  વાંચો વિગત
Advertisement
  1. રાજ્ય વેરા નિરીક્ષકની 300 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા (Gandhinagar)
  2. 1 લાખ 85 હજાર ઉમેદવારો આપશે આ પરીક્ષા : હસમુખ પટેલ
  3. રાજ્ય નાગરિક પુરવઠા નિગમની પરીક્ષાની તૈયારીનો પણ ધમધમાટ

Gandhinagar : સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મોટા સમાચાર આવ્યા છે. GPSC દ્વારા આવતીકાલે રાજ્ય વેરા નિરીક્ષકની 300 જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષા લેવાશે, જે અંગે માહિતી આપવા માટે GPSC ચેરમેન હસમુખ પટેલે (Hasmukh Patel) આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. દરમિયાન, તેમણે માહિતી આપી હતી કે આવતીકાલે સવારે 11 થી બપોરે 1 વાગ્યા વચ્ચે પરીક્ષાનું આયોજન કરાશે, જેમાં 1.85 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.

આ પણ વાંચો - Ahmedabad માં લુખ્ખા તત્વોના તળિયા તૂટ્યા બાદ હવે નળિયા તૂટ્યાં!

Advertisement

રાજ્ય વેરા નિરીક્ષકની 300 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા

GPSC દ્વારા આવતીકાલે રાજ્ય વેરા નિરીક્ષક (State Tax Inspector Exam) ની 300 જેટલી જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષાનું આયોજન કરાયું છે. રાજ્યભરમાં વિવિધ 754 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે. આ અંગે માહિતી આપતા GPSC ચેરમેન હસમુખ પટેલે મીડિયાને જણાવ્યું કે, રાજ્યભરમાંથી 1 લાખ 85 હજાર ઉમેદવારો આ પરીક્ષા આપશે. પરીક્ષા સવારે 11 થી બપોરનાં 1 વાગ્યા વચ્ચે યોજાશે. તેમણે માહિતી આપી કે, ઉમેદવારો માટે GSRTC દ્વારા વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોનો સામાન પરીક્ષા કેન્દ્રોનાં કેમ્પસમાં મૂકવા માટેની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Junagadhમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે BJPના ધારાસભ્યે બાંયો ચડાવી

રાજ્ય નાગરીક પુરવઠા નીગમની પરીક્ષા અંગે પણ આપી માહિતી

GPSC ચેરમેન હસમુખ પટેલે (Hasmukh Patel) વધુ માહિતી આપતા કહ્યું કે, ઉમેદવારો પરીક્ષા દરમિયાન પાણીની બોટલ, પેડ, સાદી કાંડા ઘડિયાળ પરીક્ષા કેન્દ્રોમાં લઈ જઈ શકશે. હસમુખ પટેલે રાજ્ય નાગરીક પુરવઠા નીગમની (Civil Supplies Corporation) પરીક્ષાની તૈયારી અંગે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આસિ. મેનેજરની ભરતી પરીક્ષામાં સંમતી પત્ર લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. પરીક્ષા બાદ ઉમેદવારોને ફી પરત કરાશે. આગામી 27 ડિસેમ્બર સુધી સંમતી પત્ર ભરી શકાશે. હસમુખ પટેલે કહ્યું કે, આ પરીક્ષા 19 જાન્યુઆરીનાં રોજ અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં (Gandhinagar) યોજાશે.

આ પણ વાંચો - Ahmedabad: તંત્રની બુદ્ધિનું પ્રદર્શન કરતો વધુ એક નમૂનો! આ રીતે થશે શહેરનો વિકાસ?

Tags :
Advertisement

.

×