Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : સેક્ટર 17 માં ધારાસભ્યો માટે 9 માળના 12 એપાર્ટમેન્ટ અને 216 ફ્લેટ તૈયાર

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાન તૈયાર કરાયા છે. આ નવા MLA ક્વાર્ટર્સને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લા મુકાશે. સેક્ટર 17 ખાતે 9 માળનાં 12 એપાર્ટમેન્ટ અને 216 ફ્લેટ ધારાસભ્યો માટે તૈયાર કરવામાં આવ્યા છે. સંભવિત 23 ઓક્ટોબરનાં રોજ ગાંધીનગરમાં નવા એમએલએ ક્વાર્ટર્સનો ઉદ્ધઘાટન કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. આ કાર્યક્રમને લઈ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
gandhinagar   સેક્ટર 17 માં ધારાસભ્યો માટે 9 માળના 12 એપાર્ટમેન્ટ અને 216 ફ્લેટ તૈયાર
Advertisement
  1. Gandhinagar ખાતે તૈયાર કરાયેલ MLA માટેનાં નવા નિવાસસ્થાનનું થશે ઉદ્ઘાટન
  2. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે નવા MLA ક્વાર્ટર્સ ખુલ્લા મુકાશે
  3. સંભવિત 23 ઓક્ટોબરે ગાંધીનગરમાં કાર્યક્રમનું આયોજન
  4. ગુજરાત ધારાસભ્યો માટે બનાવ્યા છે 3BHK લકઝુરિયસ ફ્લેટ

Gandhinagar : તાજેતરમાં ગુજરાત સરકારનાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત મંત્રીમંડળનું સંખ્યાબળ 26 એ પહોંચ્યું છે. ત્યારે, હવે ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાન (New MLA Quarters) તૈયાર કરાયા છે. આ નવા MLA ક્વાર્ટર્સને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) હસ્તે ખુલ્લા મુકાશે. સંભવિત 23 ઓક્ટોબરનાં રોજ ગાંધીનગરમાં ઉદ્ધઘાટન કાર્યક્રમનું આયોજન થઈ શકે છે.

આ પણ વાંચો - Junagadh: કેશોદના શેરગઢમાં આગ લાગતા ઝૂંપડા બની ગયા રાખ

Advertisement

Gandhinagar માં MLA માટે 9 માળનાં 12 એપાર્ટમેન્ટ અને 216 ફ્લેટ તૈયાર

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) ધારાસભ્યો માટે નવા ક્વાટર્સ તૈયાર કરવામાં આવ્યા છે. ગાંધીનગરનાં સેક્ટર 17 ખાતે ધારાસભ્યો માટે 3BHK લકઝુરિયસ ફ્લેટ બનાવવામાં આવ્યા છે. માહિતી અનુસાર, સેક્ટર 17 ખાતે 9 માળનાં 12 એપાર્ટમેન્ટ અને 216 ફ્લેટ ધારાસભ્યો માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ નવા નિવાસસ્થાનનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) હસ્તે ઉદ્ઘઘાટન કરવામાં આવશે. સંભવિત 23 ઓક્ટોબરનાં રોજ ગાંધીનગરમાં ઉદ્ધઘાટન કાર્યક્રમનું આયોજન થઈ શકે છે.

Advertisement

આ પણ વાંચો - Harsh Sanghavi : પદોન્નતિ પછી પહેલી વાર વતનમાં-કોઈ દેખાડો નહીં

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે નવા MLA ક્વાર્ટર્સ ખુલ્લા મુકાશે

પ્રાપ્ત માહિતી અનુસાર, આ 216 3 BHK લકઝુરિયસ ફ્લેટમાં આધુનિક સુવિધાઓ હશે. જે ગાંધીનગરના વહીવટી અને સાંસ્કૃતિક મહત્ત્વને વધુ ઊજાગર કરશે. MLA ના નવા ક્વાર્ટર્સનાં ઉદ્ઘાટન કાર્યક્રમને લઈ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય માટે નવા નિવાસસ્થાનની રજૂઆત બાદ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. નવા આવાસ માટે બજેટમાં પણ વિશેષ જોગવાઈ રાખવામાં આવી હોવાની માહિતી છે.

આ પણ વાંચો - Rajkot: કાર અથડાવા બાબતે જૂથ અથડામણ, ત્રણ વ્યક્તિના મોત

Tags :
Advertisement

.

×