Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : દહેગામ તાલુકામાં ગોઝારો અકસ્માત, ટ્રકની અડફેટે બે આશાસ્પદ યુવકના મોત

બંને મૃતક યુવકને રખિયાલનાં સરકારી દવાખાને (Rakhial Government Hospital) પીએમ અર્થે લઈ જવાયા છે.
gandhinagar   દહેગામ તાલુકામાં ગોઝારો અકસ્માત  ટ્રકની અડફેટે બે આશાસ્પદ યુવકના મોત
Advertisement
  1. Gandhinagar નાં દહેગામ તાલુકામાં મોડાસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત
  2. બબલપુરા પાટિયા પાસે ટ્રકચાલકે બાઈકને ટક્કર મારતા 2 યુવાનના ઘટનાસ્થળે મોત
  3. બંને મૃતદેહોને રખિયાલનાં સરકારી દવાખાને પીએમ અર્થે લઈ જવાયા
  4. ગાંધીનગરની રખિયાલ પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી

Gandhinagar : દહેગામ તાલુકામાં મોડાસા હાઇવે (Modasa Highway) પર ગોઝારો અકસ્માત થયો છે. પૂરઝડપે આવતા ટ્રકચાલકે એક બાઈકને જોરદાર ટક્કર મારતા તેના પર સવાર બંને યુવકોનું ગંભીર ઇજાઓનાં પગલે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. બંને મૃતક યુવકને રખિયાલનાં સરકારી દવાખાને (Rakhial Government Hospital) પીએમ અર્થે લઈ જવાયા છે. આ મામલે ગાંધીનગરની રખિયાલ પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Bhavnagar : બાડી ગામે પડવા પાવર પ્લાન્ટમાં વિકરાળ આગ, અનેક પક્ષીઓનાં મોત

Advertisement

Advertisement

બબલપુરા પાટિયા પાસે ટ્રકચાલકે બાઇકને ટક્કર મારી, બે યુવકના મોત

પ્રાથમિક માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લાનાં દહેગામ તાલુકામાં (Dehgam) મોડાસા હાઇવે પર ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે. બબલપુરા પાટિયા પાસે પૂરઝડપે આવતા એક ટ્રકચાલકે ત્યાંથી પસાર થતી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટ્રકની અડફેટે આવતા બાઇક પર સવાર બંને યુવક હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા. માથાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા બંને યુવકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થયા હતા અને ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : 251 હતભાગીના DNA મેચ થયા, 245 મૃતદેહ પરિવારને સોંપાયા

મૃતક બંને યુવક ધારીસણા ગામના હોવાની પ્રાથમિક માહિતી

ગાંધીનગરની (Gandhinagar) રખિયાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને યુવકનાં મૃતદેહોને પીએમ અર્થે રખિયાલનાં સરકારી હોસ્પિટલ મોકલ્યા છે. મૃતક બંને યુવક દહેગામ તાલુકાના ધારીસણા ગામના હોવાની હાલ પ્રાથમિક માહિતી છે. પોલીસે (Rakhial Police) ટ્રકચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને મૃતક યુવકોનાં સ્વજનોનો સંપર્ક કરવા કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો - Gram Panchayat Election : ક્યાંક ચૂંટણીનો બહિષ્કાર તો ક્યાંક ઘોર બેદરકારીથી મતદારોમાં રોષ

Tags :
Advertisement

.

×