Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : સંત સરોવર ડેમના તમામ 21 દરવાજા ખોલાયા, 28 ગામમાં એલર્ટ જાહેર

સંવેદનશીલ જગ્યાઓ પર ફાયર અને પોલીસ પોઇન્ટ મુકાયા છે. જ્યારે જિલ્લાના 28 જેટલા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
gandhinagar   સંત સરોવર ડેમના તમામ 21 દરવાજા ખોલાયા  28 ગામમાં એલર્ટ જાહેર
Advertisement
  1. Gandhinagar ના સંત સરોવર ડેમના તમામ 21 દરવાજા ખોલાયા
  2. સંત સરોવર ડેમની સપાટી 52.45 મીટર સુધી પહોંચી
  3. ડેમમાંથી 63,224 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડવામાં આવ્યું
  4. સંવેદનશીલ જગ્યાઓ પર ફાયર અને પોલીસ પોઇન્ટ મુકાયા

Gandhinagar : રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે વરસાદી પાણીની આવકથી મોટા ભાગના ડેમ છલોછલ થયા છે. પાટનગર ગાંધીનગરમાં આવેલ સંત સરોવર ડેમમાં (Sant Sarovar Dam) પણ નવા નીરની આવક થતાં તમામ 21 દરવાજા ખોલવાની ફરજ પડી છે. સંત સરોવર ડેમમાં 66,215 ક્યુસેક જેટલા પાણીની આવક થતાં સપાટી 52.45 મીટર સુધી પહોંચી છે. સંવેદનશીલ જગ્યાઓ પર ફાયર અને પોલીસ પોઇન્ટ મુકાયા છે. જ્યારે જિલ્લાના 28 જેટલા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - રાજકોટ, ધોરાજી અને દ્વારકામાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો : નદી કાંઠાના ગામોને એલર્ટ

Advertisement

ધરોઈ ડેમમાં આવક થતા Gandhinagar ના સંત સરોવરમાં પાણી છોડાયા

ગાંધીનગરમાં (Gandhinagar) આવેલ સંત સરોવર ડેમનાં તમામ 21 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા ધરોઈ ડેમમાં નવા પાણીની આવક થતા સંત સરોવરમાં પાણી છોડવામાં આવ્યા હતા. આથી, સંત સરોવર ડેમની સપાટી 52.45 મીટર સુધી પહોંચી હતી. પાણીની આવક વધતા સંત સરોવરમાંથી હાલ 63224 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડવામાં આવ્યા છે. માહિતી અનુસાર, ડેમમાં પાણીની આવક વધતા જિલ્લાનાં 28 જેટલા કાઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લાના વલાદ, રાયસણ, રાંદેસણ, ભાટ, કોબા, પેથાપુર, પાલજ, શાહપુર, ઇન્દ્રોડા, બોરિજ સહિતના ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - સાબરકાંઠામાં હરણાવ જળાશયમાંથી પાણી છોડાયું: ભારે વરસાદ બાદ 17 ગામોને એલર્ટ

28 ગામ એલર્ટ પર, સંવેદનશીલ જગ્યાઓ પર ફાયર-પોલીસ પોઇન્ટ મુકાયા

માહિતી મુજબ, સંત સરોવર ડેમના કાંઠાની સંવેદનશીલ જગ્યાઓ પર ફાયર અને પોલીસનો પોઇન્ટ મુકાયો છે. સાથે જ માણસા તાલુકામાં ખડાત, મહુડી, અનોડિયા, ડોડિયાલ, વરસોડા, લાકરોડા, અંબોડ, અમરાપુર સહિતના ગામોનાં સરપંચ, તલાટી અને આગેવાનોને પણ સૂચના આપવા જણાવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા પણ નદી કિનારાનાં ગામડાઓમાં ફાયર વિભાગ દ્વારા સાયરન (એલાર્મ) વગાડીને કિનારે ના જવા માટે સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો - Surat : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બંદીવાનોને લડ્ડુ વિતરણ કર્યું, ગુનાખોરીથી દૂર રહેવા સૂચન

Tags :
Advertisement

.

×