Gandhinagar : વિદ્યાસહાયકની ભરતી અંગે મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થશે કામચલાઉ મેરીટ યાદી ?
- રાજ્યમાં વિદ્યાસહાયકની ભરતીને લઈને મોટા સમાચાર (Gandhinagar)
- આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક મંત્રી ડૉ. કુબેર ડિંડોરે આપી માહિતી
- વિદ્યાસહાયક ભરતીની કામચલાઉ મેરીટ યાદી 20 ફેબ્રુઆરીનાં રોજ જાહેર થશે
Gandhinagar : રાજ્યમાં વિદ્યાસહાયકની ભરતીને (Vidya Sahayak Recruitment) લઈને મોટા સમાચાર આવ્યા છે. રાજ્ય કેબિનેટમાં આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક મંત્રી ડૉ. કુબેર ડિંડોરે (Dr. Kuber Dindor) સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ માહિતી આપી છે. જે મુજબ, રાજ્યમાં વિદ્યાસહાયક ભરતીની કામચલાઉ મેરીટ યાદી 20 ફેબ્રુઆરીનાં રોજ બપોરે 3.30 કલાકે જાહેર થશે.
આ પણ વાંચો - Banaskantha : પાલનપુરનાં નારી સંરક્ષણ કેન્દ્રની સરાહનીય કામગીરી, માનસિક અસ્થિર મહિલાનું 15 વર્ષે પરિવાર સાથે મિલન
રાજ્યનાં કેબિનેટ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે આપી માહિતી
રાજ્યનાં કેબિનેટ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે રાજ્યમાં વિદ્યાસહાયકની ભરતીને લઈ માહિતી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ માહિતી આપી છે, જેમાં તેમણે લખ્યું કે, માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં (CM Bhupendra Patel) માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 ની 5000 જગ્યાઓ, ધોરણ 6 થી 8 ની 7000 જગ્યાઓ અને અન્ય માધ્યમની 1852 જગ્યાઓ એમ કુલ 13,852 જગ્યાઓ ભરવા વિધાસહાયક ભરતીની જાહેરાત આપવામાં આવેલ છે.
વિધાસહાયક ભરતી અંગે કામચલાઉ મેરીટ યાદી પ્રસિધ્ધ કરવા બાબત https://t.co/8VxyrK7KeH
— Dr. Kuber Dindor (@kuberdindor) February 19, 2025
આ પણ વાંચો - Rajkot : પાયલ મેટરનિટી હોસ્પિટલનાં CCTV વાઇરલ થવા મામલે મોટો ખુલાસો, 3 આરોપીની અટકાયત
કામચલાઉ મેરિટ યાદી 20 ફેબ્રુઆરીએ જાહેર થશે
કેબિનેટ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે એ વધુમાં લખ્યું કે, 'આ અંગેની કામચલાઉ મેરિટ યાદી 20 ફેબ્રુઆરી, 2025 નાં રોજ બપોરે 3.30 કલાકે https://vsb.dpegujarat.in પર પ્રસિધ્ધ કરવામાં આવનાર છે, જેની ઉમેદવારો નોંધ લઈ વેબસાઇડ પર જઈ પોતાની કામચલાઉ મેરિટ યાદી જોઈ શકશે.'
આ પણ વાંચો - Junagadh : મહાશિવરાત્રીનાં મેળાને લઈ તૈયારી તેજ, જાણો આ વખતે શું હશે ખાસ ?


