Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar: ધોરણ 1થી 5માં વિદ્યાસહાયકની ભરતી મામલે માહોલ ગરમાયો

વિદ્યાસહાયકોના ઉમેદવારો જગ્યા વધારવા માટે અનેક વખત રજૂઆતો કરી છે
gandhinagar  ધોરણ 1થી 5માં વિદ્યાસહાયકની ભરતી મામલે માહોલ ગરમાયો
Advertisement
  • પોલીસે ઉમેદવારોની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો
  • ઉમેદવારો અને પોલીસ વચ્ચે થોડા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા
  • સમજાવટ બાદ ઉમેદવારો રોડ પર બેસ્યા

Gandhinagar: ગાંધીનગર ફરી એકવાર ઉમેદવારોની છાવણી બન્યું છે. વિદ્યાસહાયકોના ઉમેદવારો જગ્યા વધારવા માટે અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ વાતને ધ્યાને લેવામાં આવી નથી.જેથી અત્યારે આ ઉમેદવારો આંદોલન પર ઉતર્યાં છે. ધોરણ 01 થી 05 વિદ્યાસહાયક જગ્યાની વધારો કરવાની માંગ સાથે ઉમેદવારો આંદોલન કરવા માટે ઉતર્યાં છે. સરકારમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેમની માંગણીઓને અત્યાર સુધી ધ્યાને લાવમાં આવી નથી.

ઉમેદવારોની બેઠક વધારવાની માગ સાથે ગાંધીનગરમાં ધામા

ધોરણ 1થી 5માં વિદ્યાસહાયકની ભરતી મામલો ગરમાયો છે. જેમા ઉમેદવારોની બેઠક વધારવાની માગ સાથે ગાંધીનગરમાં ધામા છે. ગાંધીનગરના વિધા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારો દેખાવો કરી રહ્યાં છે. ત્યારે પોલીસે ઉમેદવારોની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમજ ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે. તથા સમજાવટ બાદ ઉમેદવારો રોડ પર બેસ્યા છે. જેમાં સરકાર ચાલુ વર્ષે 5000 ઉમેદવારોની ભરતી કરી રહી છે ત્યારે ઉમેદવારોની માગ છે કે 10,000ની ભરતી કરવામાં આવે. હાલ 1થી 5 ધોરણમાં 18 હજાર કરતા વધુ જગ્યા ખાલી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Advertisement

ધોરણ 1થી 05માં આશરે 18 હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી

વિદ્યાસહાયકોના ઉમેદવારોએ કહ્યું કે, ધોરણ 1થી 05માં આશરે 18 હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અને તેની સામે સરકારે ધોરણ 01થી 05 માં માત્ર 5 હજારની જગ્યા માટે જ ભરતીની જાહેરાત કરી છે. વધુમાં કહ્યું કે, ધોરણ 6થી 12 સુધીમાં 50 ટકાથી વધારે ભરતી કરવામાં આવી છે તો અમારી સાથે અન્યાય કેમ? ધોરણ 01થી 05માં તો 18 હજાર જગ્યાઓ ખાલી હોવા છતાં કેમ આટલી ઓછી જાહેરાત કરવામાં આવી છે? વિદ્યાસહાયકોના ઉમેદવારોનું કહેવું છે કે, બાળકો માટે 01થી 05 ધોરણ એ પાયાનું શિક્ષણ છે અને તેમાં જ આટલી ઓછી જાહેરાત કરવામાં આવી છે. જે અમારી સાથે અને બાળકો સાથે થતો અન્યાય છે અને તેના માટે અમે અહીં આવ્યાં છીએ.

Advertisement

અગાઉ પણ સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવામં આવ્યું હતુ

જ્યારથી વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી ઉમેદવાારો દ્વારા જગ્યાઓને લઈને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સરકાર દ્વારા તેમની વાતોને સાંભળવામાં આવી નથી તેવું વિદ્યાસહાયકના ઉમેદાવારોનું કહેવું છે. જેથી અત્યારે ધોરણ 01 થી 05 માટે વિદ્યાસહાયકોની જગ્યા વધારવા માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યાં છે. હવે જોવાનું એ રહે છે કે, આ મામલે સરકાર કેવો નિર્ણય કરે છે? અગાઉ પણ સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવામં આવ્યું હતુ. ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન પર ઉતરીને રજૂઆત કરી હતી. તેઓની માંગણી એ છે કે, ધોરણ 01 થી 05 વિદ્યાસહાયકની ભરતી માટે જગ્યાનો વધારો કરવામાં આવે. પરંતુ શું સરકાર આ મામલે કોઈ નિર્ણય લેશે કે કેમ? તે એક સવાલ છે.

આ પણ વાંચો: Ahmedabad : AMC માં હેડ કલાર્ક ભરતી કૌભાંડમાં યુવતી સહિત 3 ની ધરપકડ

Tags :
Advertisement

.

×