Gandhinagar : મુખ્યમંત્રી કાર્યાલય- CMO ને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, યુદ્ધના ધોરણે તપાસ શરુ
- ગાંધીનગરમાં CM કાર્યાલય, કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડવાની ધમકી
- રાજ્યના મહત્વના કાર્યાલયોને ઉડાવવાની આપી ધમકી
- તામિલનાડુના પત્રકારો અને રાજકીય હસ્તીઓનો પણ ઈમેલમાં ઉલ્લેખ કરાયો
- યુદ્ધના ધોરણે પોલીસે તપાસ શરુ કરી દીધી
Gandhinagar : હજૂ તો દિલ્હી અને બેંગલુરુની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાના સમાચારની સ્યાહી સુકાઈ નથી ત્યાં જ ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ને આ પ્રકારની ધમકી મળી છે. જેમાં ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલાય (CMO) સહિત રાજ્યના મહત્વની કચેરીઓને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરાયો છે. આ ધમકી એક ઈમેલ દ્વારા આપવામાં આવી છે. આ ધમકી મળ્યા બાદ પોલીસ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે તપાસ શરુ કરી દેવામાં આવી છે.
ધમકીભર્યો ઈમેલ મળ્યો
આજે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ ઈમેલમાં મુખ્યમંત્રી કાર્યાલય ઉપરાંત કલેક્ટર કચેરી જેવી મહત્વની કચેરીઓને પણ બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તેવો ઉલ્લેખ કરાતા હડકંપ મચી ગયો છે. ઈમેલમાં તમિલનાડુના પત્રકારો, રાજકીય અગ્રણીઓ વગેરેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈમેલમાં પંજાબના અમૃતસર ખાતે આવેલા સુવર્ણ મંદિર (Golden Temple) નો પણ ઉલ્લેખ કરાયો છે. જે સંદર્ભે લખવામાં આવ્યું છે કે, પંજાબના અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિર બાદ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં વિસ્ફોટ થશે. આ સમગ્ર મામલે ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Ahmedabad : અમદાવાદમાં ફેમિલી કોર્ટના જજ સાથે 94 હજારની ઓનલાઈન છેતરપિંડી થતા હડકંપ મચ્યો
એક સાથે 80થી વધુ સ્કૂલોને ધમકી
ગતરોજ દિલ્હીની 40 અને બેંગલુરુની 45 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. દેશની રાજધાનીમાં આટલી સ્કૂલોને એકસાથે બોમ્બ થ્રેટ મળતા ચકચાર મચી ગઈ હતી. દિલ્હીમાં મળેલ ધમકી બાદ રાજકારણ પણ ગરમાયું હતું. આમ આદમી પાર્ટીએ ભાજપના શાસન પર સવાલ ઉઠાવ્યા હતા. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ બાળકો, શિક્ષકોની સુરક્ષા વિશે આકરા વાકપ્રહાર કર્યા હતા. જ્યારે બેંગલુરુમાં એક સાથે 45 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ વાલીઓ, પોલીસ વિભાગ, બોમ્બ સ્ક્વોડ, ફાયર ડિપાર્ટમેન્ટ વિવિધ સ્કૂલો પર ધસી આવ્યા હતા.
ગાંધીનગરમાં CM કાર્યાલય, કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડવાની ધમકી
રાજ્યના મહત્વના કાર્યાલયોને ઉડાવવાની આપી ધમકી
ઇમેઇલમાં તામિલનાડુના રાજકારણનો પણ કરાયો ઉલ્લેખ
CM કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ પોલીસે શરૂ કરી તપાસ
તામિલનાડુમાં પત્રકારો અને રાજકીય હસ્તીઓ સંદર્ભે પણ ઈમેઈલમાં… pic.twitter.com/XzHGS0wVs5— Gujarat First (@GujaratFirst) July 19, 2025
આ પણ વાંચોઃ Gujarati Top News : આજે 19 જુલાઈ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં ?


