Gandhinagar : 'Mahakumbh-2025' માટે CM ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે નિ:શુલ્ક 'વોટર એમ્બ્યુલન્સ' નું ફ્લેગઓફ
- મહાકુંભમાં નિ:શુલ્ક વોટર એમ્બ્યુલન્સનું ફ્લેગઓફ (Gandhinagar)
- ગાંધીનગર ખાતેથી વોટર એમ્બ્યુલન્સ સેવાનું ફ્લેગઓફ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ફ્લેગઓફ કરવામાં આવ્યું
- કેન્દ્રીયમંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર (Gandhinagar) ખાતેથી રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં (CM Bhupendra Patel) હસ્તે અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રયાગરાજ 'મહાકુંભ-2025' (Mahakumbh-2025) માટે નિ:શુલ્ક 'વોટર એમ્બ્યુલન્સ' ને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું છે. સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા આ વોટર એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવી છે.
આ પણ વાંચો - Gujarat BJP : રાજ્યભરમાં શહેર અને જિલ્લા પ્રમુખો માટે આજથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ
CM નાં હસ્તે 'મહાકુંભ-2025' માટે 'નિ:શુલ્ક વોટર એમ્બ્યુલન્સ' ને ફ્લેગ ઓફ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં વરદ્હસ્તે અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની (C.R. Patil) વિશેષ ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર Gandhinagar) ખાતેથી 'મહાકુંભ-2025' માટે 'નિ:શુલ્ક વોટર એમ્બ્યુલન્સ' ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પ્રયાગરાજ ખાતે આગામી સમયમાં યોજાનાર મહાકુંભ-2025 માં આવતા શ્રદ્ધાળુઓ માટે સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા પ્રયોજિત વોટર એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ સાબિત થશે.
આ પણ વાંચો - VADODARA : શહેર-જિલ્લામાં ભાજપ પ્રમુખની ચૂંટણી શરૂ, ડો. શાહને 'સિંહ' સરખાવતા સમર્થક
આ મહાનુભાવો રહ્યા ઉપસ્થિતિ
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાનાં મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરનાં ધારાસભ્ય રીટાબેન પટેલ (Ritaben Patel), સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ગૌરાંગ વ્યાસ, પૂર્વ મેયર, કલેક્ટર મેહુલ દવે (Mehul Dave), સંગઠનનાં સભ્ય રત્નાકરજી, રૂચિર ભટ્ટ, કેતન પટેલ, યજ્ઞેશ દવે તેમ જ સુધાંશુ મહેતા ફાઉન્ડેશનનાં (Sudhanshu Mehta Foundation) હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.