Gandhinagar : 22 મિનિટમાં આતંકવાદીઓના 9 અડ્ડાઓનો નાશ કર્યો - વડાપ્રધાન મોદી
- ગાંધીનગરમાં વડાપ્રધાને 5,536 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યુ
- વડાપ્રધાને પોતાના સંબોધનમાં પાકિસ્તાન પર આકરા વાકપ્રહાર કર્યા
- માત્ર 22 મિનિટમાં આતંકવાદીઓના 9 અડ્ડાનો ખાત્મો બોલાવી દીધો- Pm Modi
Gandhinagar : આજે ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી (PM Narendra Modi) એ ભવ્ય રોડ-શોમાં ભાગ લીધો હતો. તેમણે મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતેથી 5,536 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યુ છે. તેમણે આ પ્રસંગે કરેલા સંબોધનમાં ઓપરેશન સિંદૂર અને સમગ્ર દેશમાં ફેલાય દેશભક્તિના જૂવાળ વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે, હું ગઇકાલે વડોદરા, દાહોદ અને ભુજ ગયો પછી અહીં આવ્યો. જ્યાં જ્યાં ગયો ત્યાં દેશ ભક્તિની જ્વાળાઓ જોવા મળી. જ્યાં ગયો ત્યાં સિંદૂરિયા સાગરની ગર્જના અને લહેરાતા તિરંગા દેખાયા.
ગોળીનો જવાબ ગોળાથી
વડાપ્રધાને ગાંધીનગરમાં કરેલા સંબોધનમાં Pakistan પર આકરા વાકપ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન આતંકવાદીઓને ભારત મોકલે છે અને નિર્દોષ લોકો એનો ભોગ બને છે અને આપણે સહન કરતા રહીએ છીએ. તમે કહો હવે આપડે સહન કરવું જોઇએ ? હવે, ગોળીનો જવાબ ગોળાથી આપવો પડશે. આ કાંટાને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવો જોઇએ.જ્યારે આતંકવાદના નવ અડ્ડા નક્કી કરીને માત્ર 22 મિનિટમાં ધ્વસ્ત કરવામાં આવે ત્યારે દેશની શક્તિ દેખાય છે. આ વખતે કેમરા સામે કર્યું છે એટલે કોઇ સાબીતી નહીં માંગે. આને પ્રોક્સી વોર ન કહેવાય કારણ કે આતંકવાલીઓના જનાજા નીકળ્યા એ જનાજાને પાકિસ્તાને માન આપ્યું, એના દેશના ઝંડા વગાવ્યા અને એની સેનાએ આતંકીઓને સલામી આપી. એટલે એ નક્કી થાય છે કે, પ્રોક્સી વોર ન કહેવાય. એટલે એમને જવાબ આપવો જરૂરી છે.
આ પણ વાંચો : Gujarat Rain : આજે ભારે પવન સાથે માવઠાની આગાહી, જાણો ક્યા પડ્યો ધોધમાર વરસાદ
75 વર્ષની વેદના ટાળી શકાઈ હોત
વડાપ્રધાને ભારત પાકિસ્તાનના ભાગલાવાળા સમયને યાદ કરીને કહ્યું કે, ભાગલા દરમિયાન મા ભારતી બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી, અને તે જ રાત્રે, મુજાહિદ્દીન (Mujahiddeen) દ્વારા કાશ્મીર પર પહેલો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. જો તેમને તે સમયે નાબૂદ કરવામાં આવ્યા હોત તો આ 75 વર્ષની વેદના ટાળી શકાઈ હોત. 1947માં ભારત માતા ટુકડાઓમાં વિભાજીત થઈ ગઈ. સાંકળો કાપવી જોઈતી હતી, પણ હાથ કાપી નાખવામાં આવ્યા. દેશ 3 ભાગમાં વહેંચાઈ ગયો અને તે જ રાત્રે કાશ્મીરની ધરતી પર પહેલો આતંકવાદી હુમલો થયો. પાકિસ્તાને મુજાહિદ્દીનના નામે આતંકવાદીઓની મદદથી ભારત માતાના એક ભાગ પર કબજો કર્યો. જો આ મુજાહિદ્દીનોને તે દિવસે મારી નાખવામાં આવ્યા હોત અને સરદાર પટેલ (Saradar Vallabhbhai Patel) ની સલાહ સ્વીકારવામાં આવી હોત, તો છેલ્લા 75 વર્ષથી ચાલી રહેલી આ (આતંકવાદી ઘટનાઓની) શ્રેણી જોવા ન મળી હોત.
આ પણ વાંચો : PM Modi Gujarat Visit : વડાપ્રધાન મોદી બીજા દિવસની શરૂઆત પણ રોડ-શોથી કરશે, આપશે કરોડોના વિકાસ કાર્યોની ભેટ