Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Breaking: Gandhinagar માં જૂના સચિવાલયની ગૌ સેવા-ગૌચર વિકાસ બોર્ડની ઓફિસમાં લાગી આગ

ઓફિસનાં સર્વર રૂમમાં અચાનક આગ ભભૂકી ઊઠતા દોડધામ મચી જવા પામી હતી.
breaking  gandhinagar માં જૂના સચિવાલયની ગૌ સેવા ગૌચર વિકાસ બોર્ડની ઓફિસમાં લાગી આગ
Advertisement

Gandhinagar ના જૂના સચિવાલયમાં આગ લગાવની ઘટના બની
જૂના સચિવાલયનાં બ્લોક નંબર 7 માં અચાનક ભભૂકી ઊઠી આગ
ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની ઓફિસમાં આગ લાગી હોવાની માહિતી
ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં.

Gandhinagar : જૂના સચિવાલયમાં આગ લાગવાની ઘટના બની છે. જૂના સચિવાલયનાં બ્લોક નંબર 7 માં આવેલ ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની (Gauchar Vikas Board) ઓફિસમાં આગ લાગી હોવાની માહિતી છે. ઓફિસનાં સર્વર રૂમમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જો કે, ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. બેટરીઓ અને ભંગાર હોવાનાં કારણે આગ લાગી હોવાનાં પ્રાથમિક અનુમાન છે.

Advertisement

આ પણ વાંચો - Jamnagar : MLA રિવાબા જાડેજાએ 'સેવા રથ' શરૂ કર્યો, અરજદારોને મળશે નિઃશુલ્ક લાભ!

Advertisement

આ પણ વાંચો - બિલ્ડર અને ટ્રસ્ટીઓના લાભાર્થે દેરાસરમાંથી ભગવાનની મૂર્તિઓની ઉઠાંતરીનો આરોપ, Jain Community માં ભારે આક્રોશ

ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની ઓફિસમાં આગ લાગી

ગાંધીનગરમાં (Gandhinagar) આવેલા જૂના સચિવાલયમાં આગ લાગવાની ઘટના બની છે. માહિતી અનુસાર, જૂના સચિવાલયમાં (Old Secretariat) આવેલ ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની ઓફિસમાં અચાનક આગ લાગી હતી. ઓફિસનાં સર્વસ રૂમમાંથી ધૂમાડો નીકળતા દોડધામ મચી જવા પામી હતી. હાજર કર્મચારીઓએ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગનાં (Fire Brigade) જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો છે.

સર્વર રૂમમાં રાખેલ સામાન બળીને ખાખ થયો

સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ, સર્વર રૂમમાં આગ લાગવાથી તેમાં રાખેલ તમામ સામાન બળીને ખાખ થયો છે. ફાયર વિભાગની પ્રાથમિક તપાસ અનુસાર સર્વર રૂમમાં બેટરીઓ અને અન્ય ભંગારનો સામાન હોવાનાં કારણે કોઈ કારણસર સ્પાર્ક થતાં આગ લાગી હોવાનો અનુમાન છે. જો કે, હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. આગ કાબૂમાં આવી જતાં તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો -Gujarat Hospital Scam : દર્દીઓની ગોપનિયતાનું હનન, રાક્ષસી કૃત્ય અંગે જાણીને ચોંકી જશો!

Tags :
Advertisement

.

×