Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : મહેસૂલ વિભાગમાં બદલીઓનો ગંજીપો, વેઈટિંગવાળાને હાશકારો!

ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-1 સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની જાહેરહિતમાં બદલી કરવામાં આવી છે.
gandhinagar   મહેસૂલ વિભાગમાં બદલીઓનો ગંજીપો  વેઈટિંગવાળાને હાશકારો
Advertisement
  1. મહેસૂલ વિભાગનાં વર્ગ 1 નાં અધિકારીઓની બદલી (Gandhinagar)
  2. જુનિયર સ્કેલ GAS કેડર વર્ગ 1 નાં 31 અધિકારીઓની બદલી કરાઈ
  3. મામલતદાર વર્ગ 2 નાં 3 અધિકારીઓને બઢતી આપવામાં આવી

Gandhinagar : ગુજરાત સરકાર મહેસૂલ વિભાગનાં (Revenue Department) અધિકારીઓની બદલીને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), GAS કેડર વર્ગ-1 સંવર્ગમાં ફરજ બજાવતા 31 અધિકારીઓની જાહેરહિતમાં બદલી કરવામાં આવી છે. તાત્કાલિક અસરથી આ બદલી કરવાનાં આદેશ કરાયા છે.

આ પણ વાંચો - Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલને લઈને પોલીસ હોસ્પિટલ પહોંચી

Advertisement

Advertisement

31 અધિકારીઓની જાહેરહિતમાં તાત્કાલિક અસરથી બદલી

માહિતી અનુસાર, મહેસૂલ વિભાગ (Revenue Department) દ્વારા ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-1 સંવર્ગમાં ફરજ બજાવતા 31 અધિકારીઓની જાહેરહિતમાં તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. અમદાવાદ (Ahmedabad) જિલ્લાનાં AUDA નાં વહીવટી અધિકારી જયમીન એમ. પટેલને (Jaymin M. Patel) ડે. ડાયરેક્ટર, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ, ગાંધીનગર (Gandhinagar) મૂકાયા છે. જ્યારે, વડોદરાનાં ડે. DDO એસ.એમ. પટેલને (S.M. Patel) સુરત જિલ્લામાં ડે. કલેક્ટર, પ્રી-સ્ક્રૂનિટી ઓફિસર, કલેક્ટોરેટ તરીકે બદલી કરાઈ છે.

આ પણ વાંચો - Breaking : જમીન સંબંધિત કેસમાં કોર્ટનો મહત્ત્વનો ચુકાદો, સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્મા દોષિત

મામલતદાર વર્ગ 2 નાં 3 અધિકારીઓની બઢતી

ઉપરાંત, રાજકોટ જિલ્લાનાં (Rajkot) જસદણ પ્રાંત ઓફિસર ગ્રીષ્મા બી. રાઠવાને (Grishma B. Rathva) ગાંધીનગર ખાતે ડે. ડિરેક્ટર, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય તરીકે મુકાયા છે. ઉપરાંત, મામલતદાર, વર્ગ-2 સંવર્ગ (પે મેટ્રિક્સનાં લેવલ-8) નાં 3 અધિકારીને ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્લેક), વર્ગ-1 (પે મેટ્રિક્સનાં લેવલ-10) ની જગ્યા પર હંગામી ધોરણે બઢતી અપાઈ છે. જણાવી દઈએ કે, બે GAS કેડર અને એક મામલતદાર એમ ત્રણ અધિકારીઓ પોસ્ટિંગની રાહ જોતા હતા તેમને ટ્રાન્સફર અપાયું છે.

આ પણ વાંચો - Gandhinagar : બજેટ સત્રને લઈ આવ્યા મહત્ત્વનાં સમાચાર, આ તારીખે નાણામંત્રી રજૂ કરશે Budget !

Tags :
Advertisement

.

×